________________
૨૮
પ્રતિમાશતક/ શ્લોકઃ ૨૧ વસ્તુના સ્થાપનમાં સમર્થ પણ વ્યક્તિ, પ્રતિકૂળ દેશકાળ હોય અર્થાતુ પાર્થસ્થાદિથી ભાવિત દેશ હોય અથવા તો જે કાળમાં અનુચિત દાનમાં પણ લોકોને ઉચિત દાનરૂપે બુદ્ધિ અત્યંત સ્થિર હોય તેવા સ્થાનમાં, સ્યાદ્વાદથી અનુચિતને અનુચિત સ્થાપન કરવા માટે યત્ન કરવામાં આવે તો પણ, લોકમાં તે વચન ગ્રાહ્ય બને નહિ; અને શાસનની નિંદા જ થાય. તેથી તેના સ્થાનમાં સ્યાદ્વાદથી સમર્થ વ્યક્તિ પણ મૌનનું જ ગ્રહણ કરે, અને અનુકૂળ દેશકાળ હોય તો જ સમર્થ વ્યક્તિએ સ્યાદ્વાદને સ્થાપન કરવા યત્ન કરવો જોઈએ. કેમકે ફલપ્રધાન જ વિવેકી પુરુષની પ્રવૃત્તિ હોય છે.
અહીં પ્રશ્ન થાય છે, તો પછી “ તુ તાનં પ્રાંન્તિ' એ સૂત્રમાં મૌન લેવાનું કહ્યું છે તે કઈ રીતે સંગત થાય ? કેમ કે સ્યાદ્વાદથી સ્થાપન કરવામાં સમર્થ પુરુષ કોઈ સ્થળે મૌન લે નહિ; તેથી જો તે દાન અનુચિત હોય તો તેનો નિષેધ જ કરવો જોઈએ, અને ઉચિત હોય તો વિધિ જ કરવી જોઈએ. તેનું તાત્પર્ય એ ભાસે છે કે, પૂર્વમાં કહ્યા પ્રમાણે દાતા અને પાત્રની દશાવિશેષગોચર આ સૂત્ર છે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ બીજાધાનમાં કારણ ન બને તેવા પ્રકારની દાનશાળા આદિ કરવામાં પ્રવૃત્ત હોય, તેવા પ્રકારના દાનવિષયક સાધુને પૃચ્છા કરે ત્યારે, સ્યાદ્વાદથી વસ્તુના સ્થાપનમાં સમર્થ પણ સાધુ, જો તેને ધર્મની પ્રભાવનામાં કારણ બને તેવા અનુકંપાદાનમાં જોડી શકે તેમ ન હોય, અને કેવલ દાનનો નિષેધ કરે, તો તે દાતાની પ્રવૃત્તિ બંધ થાય તેમ હોય; અને તેના કારણે દાન લેનારાઓને આજીવિકાના ઉચ્છેદની પ્રાપ્તિ થાય તેમ હોય, તો તેવા સ્થાનમાં જ મૌન લેવું ઉચિત છે. આથી જ સ્યાદ્વાદના સ્થાપનમાં સમર્થને પણ દેશ-કાલાદિના ઔચિત્યથી જ અન્યતરના ઉપદેશનું કથન કરેલ છે, અને ત્યાં “આદિ' પદથી પુરુષને આશ્રયીને અન્યતરનો ઉપદેશ આપવાનો છે; અને ઉપદેશ દ્વારા તે દાતા જ્યારે તાત્ત્વિક બોધ કરાવી શકાય તેવો ન હોય ત્યારે, સ્યાદ્વાદથી તેનું સ્થાપન કરવાને બદલે ત્યાં મૌન લેવું જ ઉચિત ગણાય.
અહીં પુષ્ટાલંબન સિવાયની દાનપ્રવૃત્તિનો નિષેધ કરીને વિવેક પેદા કરાવી શકાય તેવી અવસ્થામાં તો, અનુચિત દાનનો નિષેધ જ કરવો ઉચિત છે; અને ઉચિત દાનની અનુમોદના કરીને પુષ્ટ જ કરાય તે ઉચિત છે. આ પ્રમાણે ‘વે તુ તાન પ્રાંન્તિ સૂત્રનું યોજન હોય તેમ ભાસે છે.
ઉત્થાન :
પૂર્વપક્ષીનું એ કહેવું છે કે આધાકર્મિકનો નિષેધ પણ ન થાય અને વિધાન=વિધિ, પણ ન થાય. જો આધાર્મિકનો નિષેધ કરો તો કારણે જે આધાર્મિક ગ્રહણ કરે છે અને તેના દ્વારા જે સંયમની વૃદ્ધિ કરે છે, તેમાં અવરોધ થશે. વળી જો આધાકર્મિકનું વિધાન કરો તો જે નિષ્કારણ આધાર્મિક કરે છે તેમને પુષ્ટિ મળશે, અને આધાર્મિકનું તેઓ ગ્રહણ કરશે અને તેના દ્વારા તેમને કર્મબંધ થાય તેમાં સહાય મળશે. આ રીતે ઉભયતઃ દોષ હોવાથી સૂત્રકૃતાંગના કથનથી આધાર્મિના નિષેધમાં અને વિધાનમાં મૌન લેવું જાઉચિત છે. આ પ્રકારના પૂર્વપક્ષીના કથન સામે ગ્રંથકાર કહે છે -