________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૧
૨૦
કરાવવાથી મિથ્યાદર્શનની પુષ્ટિ થાય છે. તેથી બ્રાહ્મણના ભોજનના દાનનો નિષેધ ક૨વામાં આવ્યો છે; પરંતુ યાચક વગેરે માંગવા આવે, તેમ કોઈ બ્રાહ્મણ માંગવા આવ્યો હોય, તો યાચક તરીકે અનુકંપાથી આપવાનો નિષેધ ક૨વામાં આવ્યો નથી.
આ રીતે દાનના વિધિ-નિષેધમાં સ્યાદ્વાદ બતાવ્યો. તેનાથી શું ફલિત થાય તે બતાવે છે -
જ્યારે ‘યે તુ યાન પ્રશંસન્તિ” એ સૂત્રમાં જે નિષેધ કરાયો છે, તે તો જ સંગત થાય કે એ સૂત્રનું દાતા અને પાત્રવિશેષનું વિષયપણું હોય, અર્થાત્ અપુષ્ટાલંબનવિષયક એ સૂત્ર છે. સર્વ દાનમાં એ સૂત્ર ગ્રહણ કરવાનું નથી, નહિતર એ સૂત્ર પ્રમાણે ભગવતી અને સૂત્રકૃતાંગનો દાનનો નિષેધ અસંગત બને. કેમ કે ભગવતીના કથનમાં વૃત્તિ-ઉચ્છેદની આપત્તિ આવે, અને સાધુગુણથી યુક્તને અપ્રાસુક દાનની જે વિધિ છે, તે પણ સંગત થાય નહિ. કેમ કે ત્યાં પણ ‘યે તુ વનં’ સૂત્ર પ્રમાણે પ્રાણીવધની સંમતિ આવતી હોવાથી વિધિરૂપ કહી શકાય નહિ. પરંતુ સાધુગુણથી યુક્તને કોઈ મુગ્ધ જીવ નિષ્કારણ અપ્રાસુક દાન આપતો હોય, તેને અલ્પ કર્મબંધ અને અધિક નિર્જરા કહેલી છે, તેથી તે વિધિરૂપ છે. તેથી‘ચેતુ વાનં પ્રશંસન્નિ’સૂત્ર વિશેષ વિષયવાળું=અપુષ્ટાલંબનવિષયવાળું માનીએ, તો જ ભગવતીસૂત્રમાં કહેલ દોષપોષકતાવાળા આધાકર્મિક દાનનો નિષેધ અને મુગ્ધજીવે સાધુને આપેલ અપ્રાસુક દાનની વિધિ સંગત થાય.
સાધુગણયુક્તને મુગ્ધ જીવ માયા આદિ કરીને અપ્રાસુક દાન આપે, તેનાથી તેઓને અલ્પ કર્મબંધ અને અધિક નિર્જરા થાય છે, તેમ કહીને, તે ઉચિત છે તેમ બતાવેલ છે. તેનાથી તેવા જીવો માટે તે કર્તવ્ય બને છે, એ પ્રકારનું શાસ્ત્રવચન પણ તો જ સંગત થાય કે ‘યે તુ વનં પ્રશંસન્તિ’ એ સૂત્રને અપુષ્ટાલંબનવિષયક માનીએ. નહિતર મુગ્ધ જીવના અપ્રાસુક દાનમાં પણ પ્રાણીવધ સ્વીકારીને કર્મબંધનું કારણ માનવું પડે. આથી આધાકર્મિક દાનનો અને બ્રાહ્મણને ભોજનના દાનનો નિષેધ ક૨વા છતાં વૃત્તિછેદનો દોષ નથી અને મુગ્ધજીવે આપેલ અપ્રાસુક દાનમાં પ્રાણીવધકૃત દોષ નથી, તે કથન સૂયગડાંગના ‘યે તુ નં’ એ સૂત્રને અપુષ્ટાલંબનવાળું માનો તો જ સંગત થાય.
स्याद्वादेन મૌનીન્દ્રઃ સંપ્રવાયઃ સુધીના કથનનું તાત્પર્ય એ છે કે - કોઈ જીવ સ્યાદ્વાદ દ્વારા વસ્તુના સ્થાપનમાં સમર્થ હોય તેણે, દેશ-કાલ અને આદિ પદથી પ્રાપ્ત પુરુષ આદિના ઔચિત્યથી અન્યતરનો ઉપદેશ જ કરવો જોઈએ. અર્થાત્ યોગ્ય દાન હોય તો તેનું વિધાન જ કરવું જોઈએ, અને અયોગ્ય દાન હોય તો તેનો નિષેધ જ કરવો જોઈએ, પરંતુ મૌન લેવું ક્યાંય ઉચિત નથી. અને જે જીવ સ્યાદ્વાદથી વસ્તુના સ્થાપનમાં સમર્થ ન હોય, તેણે અનુચિત દાનમાં પણ મૌન લેવું જોઈએ. કેમ કે અનુચિત દાનને અનુચિતરૂપે સ્યાદ્વાદથી સ્થાપન ન કરી શકે તો લોકમાં જૈન શાસનનું લાઘવ થાય. તેથી સામર્થ્યના અભાવમાં જ મૌન ગ્રહણ કરવું ઉચિત છે, તે સિવાય ક્યાંય મૌનની વિધિ નથી.
.....
અહીં દેશકાળના ઔચિત્યથી જ અન્યતરનો ઉપદેશ ક૨વો જોઈએ એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, દેશકાળ અનુકૂળ ન હોય તો સ્યાદ્વાદને સ્થાપન કરવા સમર્થ પણ વ્યક્તિ મૌન લે, અને દેશકાળ અનુકૂળ હોય તો અવશ્ય સ્યાદ્વાદને સ્થાપન કરે, એ પ્રકારે અન્યતર ઉપદેશ ક૨વો જોઈએ. તે આ રીતે - સ્યાદ્વાદથી