SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૨૧ ૨૯ ટીકા : न चात्रापि मौन एव तात्पर्य विभज्जवायं च विवागरिज्जा' (सूयगडांग) इति ग्रन्थाध्ययनस्वरसात् । सर्वत्रास्खलितस्याद्वाददेशनाया एव शास्त्रार्थत्वाद् । अत एव वृत्तौ एतद्भजनोपदेशे - 'किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं वा भेषजाद्यं वा ।।१।। देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं, नैकान्तात्कल्पते कल्प्यम्।।२।। इति वाचकवचनं ( प्रशमरतिश्लोक-१४५-१४६) समितितयोद्भावितम् ।।२१।। ટીકાર્ય : ન ૨ ..... શાસ્ત્રાર્થત્વ | સૂત્રકૃતાંગતા ઉક્ત કથનમાં મૌન જ તાત્પર્ય છે, એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે - વિભજ્યવાદ=સ્યાદ્વાદ કહેવો જોઈએ. એ પ્રમાણે સૂત્રકૃતાંગ ગ્રંથના (પ્રસ્તુત) અધ્યયનનો સ્વરસ છે. હેતુમાં હેતુ કહે છે - કેમ કે સર્વત્ર અખ્ખલિત સ્યાદ્વાદની દેશના જ શાસ્ત્રાર્થપણું છે. વિશેષાર્થ: અહીં લંપાક કહે કે – “મદા ડાડું મુંન' એ પ્રકારના સૂયગડાંગ સૂત્રનું તાત્પર્ય દાનમાં મૌન જ ઉચિત છે, તે બતાવે છે; કેમ કે તે દાનની પ્રશંસાથી દાનમાં થતી હિંસાની અનુમોદના પ્રાપ્ત થાય છે, અને દાનના નિષેધથી વૃત્તિઉચ્છેદ થાય છે. અને તે રીતે ભક્તિકર્મમાં મૌન જ ઉચિત છે, કેમ કે સંમતિ આપવાથી હિંસાની અનુમોદના થાય છે, અને નિષેધ કરવાથી ભક્તિથી થતા ભાવોમાં અંતરાય થાય છે, માટે જ ભગવાને સૂર્યાભદેવના નૃત્યકરણના પ્રશ્નમાં મૌન રાખેલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - સૂત્રકૃતાંગના જે અધ્યયનમાં ‘દાદ૬ મુંન' એ સૂત્ર છે, તે અધ્યયનનો સ્વરસ, સમર્થ વ્યક્તિએ સ્યાદ્વાદનું સ્થાપન કરવું જોઈએ, એ પ્રકારની પ્રરૂપણામાં છે; પરંતુ સમર્થ વ્યક્તિએ પણ મૌન લેવું જોઈએ, એ પ્રકારના તાત્પર્યથી એ અધ્યયનનું કથન કરાયેલું નથી. તેથી એ પ્રાપ્ત થાય છે, જે પ્રકારના આધાર્મિકના સેવનથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે, તેનો નિષેધ જ કરવો જોઈએ; અને જે પ્રકારના આધાર્મિકના સેવનથી સંયમની વૃદ્ધિ થાય છે, તે પ્રકારના આધાકર્મિકના સ્થાપનમાં યત્ન કરવો જોઈએ. આ રીતે સૂત્રકૃતાંગના પ્રસ્તુત અધ્યયનનો સ્વરસ વિભજ્યવાદના=સ્યાદ્વાદના, સ્થાપનમાં છે. ટીકાર્ય : તવ ..... ૩માવિતમ્ આથી કરીને જ=સ્યાદ્વાદની દેશનાનું શાસ્ત્રાર્થપણું છે આથી કરીને
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy