SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ પ્રતિમાશતક | શ્લોકઃ ૧૭_ सणंकुमारे णं देविंदे देवराया भवसिद्धिए णो अभवसिद्धिए, एवं सम्म० परित्त० सुलह० आरा० च० पसत्थं णेयव्वं । से केणट्टेणं भंते ! गो० ! सणंकुमारे णं देविंदे देवराया बहूणं समणाणं बहूणं संमणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं हियकामए, सुहकामए, पत्थकामए, आणुकंपिए, णिस्सेयसिए, हितसुहणिस्सेसकामए, से तेणठेणं ।।' 'आराहऐ' त्ति व्याख्या-ज्ञानादीनामाराधयिता, 'चरमे' त्ति चरम एव भवो यस्याप्राप्तस्तिष्ठति, देवभवो वा चरमो यस्य स चरमः; चरमभवो वा भविष्यति यस्य स चरमः । 'हिअकामए'त्ति हितं सुखनिबन्धनं वस्तु । 'सुहकामए' त्ति सुख-शर्म ‘पत्थकामए त्ति'पथ्यं दुःखत्राणं कस्मादेवमित्याह ‘आणुकंपिएट त्ति कृपावान् । अत एवाह 'णिस्सेयस्सिए' त्ति निःश्रेयसं मोक्षस्तत्र नियुक्त इव नैःश्रेयसिकः । 'हिअसुहणिस्सेसकामए' त्ति हितं यत्सुखमदुःखानुबन्धमित्यर्थः तन्निःशेषाणां सर्वेषां कामयते वाञ्छति यः स તથેતિ વૃત્તો ! ટીકાર્ય - ‘અક્ષર વાત્ર' – અને આ કથનમાં=શક્રના અવગ્રહદાતૃતા આદિ ગુણના કથનમાં, અક્ષરો આ પ્રમાણે છે - ત્યારે તે શક્ર દેવેન્દ્ર દેવરાજા, શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મને સાંભળીને હષ્ટતુષ્ટ (થયેલો) શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરે છે, વંદન કરીને નમસ્કાર કરે છે, નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે - હે ભગવન્! અવગ્રહ કેટલા પ્રકારના છે ? હે શક્ર ! પાંચ પ્રકારના અવગ્રહ કહેવાયેલા છે. તે આ પ્રમાણે - (૧) દેવેન્દ્રનો અવગ્રહ (શક્ર અથવા ઈશારેંદ્રનો અવગ્રહ) (૨) રાજાનો અવગ્રહ (ચક્રવર્તીનો અવગ્રહ) (૩) ગૃહપતિનો અવગ્રહ (માંડલિક રાજાનો અવગ્રહ) (૪) સાગારિકનો અવગ્રહ (શય્યાતરનો અવગ્રહ) (૫) સાધર્મિકનો અવગ્રહ (સમાનધર્મવાળાનો અવગ્રહ) એ પ્રમાણે સાંભળીને ઈન્દ્ર જે કહ્યું. તે આ પ્રમાણે - હે ભગવંત ! આર્યરૂપે જેઓ આ શ્રમણ નિગ્રંથો વિચરે છે, તેઓને હું અવગ્રહની અનુજ્ઞા આપું છું. એ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, અને વંદન કરીને નમસ્કાર કરીને, તે જ દિવ્ય વિમાનમાં આરૂઢ થાય છે, અને આરૂઢ થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. (તે વખતે) ભગવાન ગૌતમસ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરે છે, નમસ્કાર કરે છે. વંદન કરીને, નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે - હે ભગવંત ! દેવેન્દ્ર, દેવરાજા શક્રે આપને પૂછ્યું, એ અર્થ સત્ય છે? ભગવાન કહે છે કે હા, સત્ય છે. હે ભગવંત ! દેવેન્દ્ર, દેવરાજા શક્ર શું સમ્યગ્વાદી છે કે મિથ્યાવાદી છે ? હે ગૌતમ ! સમ્યગ્લાદી છે, મિથ્યાવાદી નથી. હે ભગવંત ! દેવેન્દ્ર, દેવરાજા શક્ર (૧) સત્ય ભાષા બોલે છે ? (૨) મિથ્યા ભાષા બોલે છે ?
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy