SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૪ પ્રતિમાશતક/ બ્લોકઃ ૧૭ (૩) સત્યામૃષા ભાષા બોલે છે ? (૪) અસત્યામૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ ! સત્ય પણ ભાષા બોલે છે, યાવત્ અસત્યામૃષા ભાષા બોલે છે. હે ભગવંત ! દેવેન્દ્ર, દેવરાજા શક્ર શું સાવધ ભાષા બોલે છે ? અનવઘ ભાષા બોલે છે? હે ગૌતમ ! સાવધ પણ ભાષા બોલે છે, અનવદ્ય પણ ભાષા બોલે છે. હે ભગવંત ! કયા અર્થથી આ પ્રમાણે કહો છો કે, સાવદ્ય પણ યાવત્ અનવઘ પણ ભાષા બોલે છે ? હે ગૌતમ ! જ્યારે દેવેન્દ્ર, દેવરાજા શક્ર સૂક્ષ્મકાય નહિ રાખીને ભાષા બોલે છે, ત્યારે દેવેન્દ્ર, દેવરાજા શક્ર સાવધ ભાષા બોલે છે, (અ) જ્યારે દેવેન્દ્ર, દેવરાજા શક્ર સૂક્ષ્મકાયને રાખીને ભાષા બોલે છે, ત્યારે અનવદ્ય ભાષા બોલે છે. તે અર્થથી (આમ કહેવાય છે) યાવત્ બોલે • છે. હે ભગવંત ! દેવેન્દ્ર, દેવરાજા શક્ર શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાષ્ટિ છે? એ પ્રમાણે જેમ મોદ્દેશકમાં તૃતીય શતકના પ્રથમ ઉદ્દેશકમાં, સનસ્કુમાર ઈન્દ્રની જેમ યાવત્ “ અવરત્તિ ત્યાં સુધી જાણવું. ૧૬મા શતકના રજા ઉદ્દેશામાં આ પ્રમાણે કહેલ છે. તેના વિષમ અર્થો ટીકામાં ખોલતાં કહે છે - ‘દે ત્તિ અવગ્રહણ કરાય અર્થાત્ સ્વામી વડે જે સ્વીકારાય તે અવગ્રહ કહેવાય. (૧) ર્વિવાદે 'ત્તિ દેવેંદ્ર શક્ર અથવા ઈશાન, તેનો અવગ્રહ, દક્ષિણ લોકાઈ શકેંદ્રનો અવગ્રહ કહેવાય, ઉત્તર લોકાઈ ઈશારેંદ્રનો અવગ્રહ કહેવાય. એ પ્રમાણે દેવેંદ્રનો અવગ્રહ જાણવો. (૨) “રા ' ત્તિ રાજા=ચક્રવર્તી, તેનો અવગ્રહ તે રાજાનો અવગ્રહ. છ ખંડ ભરતાદિક્ષેત્ર રાજાનો અવગ્રહ જાણવો. (૩) જિફવફા” ત્તિ ગૃહપતિ માંડલિક રાજા, તેનો અવગ્રહ તે ગૃહપતિનો અવગ્રહ, પોતાનું મંડલ એ ગૃહપતિનો અવગ્રહ જાણવો. (૪) તારિવારે ત્તિ અગારની સાથે=ઘરની સાથે વર્તે તે સાગાર. સ્વાર્થમાં ન પ્રત્યય લાગેલ હોવાથી તે પૂર્વ સTIર =સાગાર જ અર્થમાં ‘સારવ' પ્રયોગ છે, અને તેનો સાગરિકનો અવગ્રહ ઘર જ છે. એ સાગારિકનો અવગ્રહ જાણવો. (૫) “સાન્નિાદે' ત્તિ સમાન ધર્મથી ચરે તે સાધમિકો કહેવાય. સાધુઓની અપેક્ષાએ સાધુઓ જ સાધર્મિક કહેવાય. તેમનો અવગ્રહ તે સાધર્મિકોનો અવગ્રહ કહેવાય. તેમનું આભાવ્ય પાંચ કોશ જેટલું ક્ષેત્ર ઋતુબદ્ધ કાળમાં શિયાળાઉનાળામાં એક માસ સુધી અને વર્ષાકાળમાં ચોમાસામાં, ચાર માસ સુધી એ પ્રમાણે સાધર્મિકનો અવગ્રહ જાણવો. શક્રે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે, હે ભગવંત ! કેટલા પ્રકારના અવગ્રહો છે? ભગવાને ઉત્તરમાં કહ્યું કે, હે શક્ર ! પાંચ પ્રકારના અવગ્રહો છે. એ પ્રમાણે સાંભળીને ઈંદ્ર જે કહ્યું તે કહે છે - “રૂ ઈત્યાદિ “ર્વ પતિ ત્તિ' સુધીના કથનનો ભાવ બતાવે છે - હું પૂર્વોક્ત અવગ્રહની અનુજ્ઞા આપું છું, એ પ્રમાણે કહે છે. | સર્વે પક્ષમ - સત્ય puોડ રૂતિ . ગૌતમસ્વામીએ પૃચ્છા કરી, તેનો ઉત્તર ભગવાને આપ્યો કે, શક્રે જે અવગ્રહ યાચ્યો છે એ અર્થ સત્ય છે. ” થી આગળનું ઉત્થાન કરતાં કહે છે - આ અર્થ સત્ય હો, તો પણ આ=શક્ર, સ્વરૂપથી સમ્યગ્વાદી છે કે નહિ ? એ પ્રમાણે શંકા કરીને કહે છે - ‘ ’ ઃિ હે ભગવંત ! દેવેંદ્ર, દેવરાજા શક્ર સમ્યગ્વાદી છે કે મિથ્યાવાદી છે, એ પ્રશ્નમાં સમ્યગ્લાદી કહ્યું, તેનો અર્થ બતાવતાં કહે છે - સમ્યગ કહેવાનો સ્વભાવ જેનો છે તે સમ્યગ્વાદી, પ્રાય: શક્ર સમ્યગુ જ કહે છે.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy