________________
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
પ્રતિમાશતક ગ્રંથરત્નમાં આવતા
શ્લોક-૧ થી ૨૯લ્ના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
C
પ્રતિમાશતક ગ્રંથરત્નમાં સ્થાપનાનિક્ષેપાને નહિ માનનાર એવા સ્થાનકવાસીઓ, કે જેઓ પ્રતિમાને પૂજનીય માનતા નથી, તેમનું મુખ્ય રીતે નિરાકરણ કરેલ છે, અને આગમોના પાઠોને લઈને આગમવચનના બળથી જ ભગવાનની મૂર્તિ પૂજનીય છે તેનું સ્થાપન કરેલ છે. તેથી સામાન્ય રીતે વિચારકને એ પ્રશ્ન થાય કે, જેઓ ભગવાનની પ્રતિમાને પૂજ્ય માને છે તેમને આ ગ્રંથ ઉપકારક નથી, પરંતુ જેઓ ભગવાનની પ્રતિમાને પૂજ્ય માનતા નથી તેઓ જ આ ગ્રંથથી પ્રતિમા પૂજનીય છે, તેમ જાણી શકે છે. પરંતુ વસ્તુતઃ તેમ નથી, જેઓ ભગવાનની મૂર્તિ પૂજનીય છે તેમ માને છે, છતાં કઈ રીતે ભગવાનની મૂર્તિ પૂજનીય છે અને ભગવાનની મૂર્તિની કઈ રીતે પૂજા કરવાથી મહાફળ પ્રાપ્ત થાય છે, તેનો વિશેષ બોધ પ્રસ્તુત ગ્રંથરત્નથી જણાય છે, તેથી ભગવાનની મૂર્તિને પૂજનીય તરીકે માનનાર સ્થિર બુદ્ધિવાળાને પણ પ્રસ્તુત ગ્રંથ ભગવાનની ભક્તિમાં વિવેક પેદા કરવા માટે અતિ ઉપકા૨ક છે. એટલું જ નહિ પણ આનુષંગિક રીતે યોગમાર્ગના ઘણા પદાર્થો પ્રસ્તુત ગ્રંથરત્નમાં એ રીતે નિબદ્ધ છે કે, જેનો બોધ પ્રસ્તુત ગ્રંથના અધ્યયન વગર પ્રાયઃ થવો શક્ય નથી.
જેમ કે પ્રસ્તુત ગ્રંથમાં જ સમ્યગ્દર્શન વિષયક શ્લોક-૧૫મા દ્રવ્યસમ્યક્ત્વ, ભાવસમ્યક્ત્વ, વ્યવહારસમ્યક્ત્વ, નિશ્ચયસમ્યક્ત્વ, સરાગસમ્યક્ત્વ, વીતરાગસમ્યક્ત્વ વગેરે પદાર્થો શું છે, તેની વિશદ ચર્ચા કરેલ છે. તેના બોધથી પણ સમ્યગ્દર્શન પદાર્થનો પારમાર્થિક બોધ થઈ શકે છે, માટે યોગમાર્ગના ઘણા પદાર્થોનો બોધ કરવા માટે પણ પ્રસ્તુત ગ્રંથ અતિ ઉપકારક છે.
પ્રસ્તુત ગ્રંથના શ્લોક-૧માં ભગવાનની મૂર્તિ જીવોને કઈ રીતે ઉ૫કા૨ક થાય છે, તે બતાવેલ છે, અને જેઓ મોહના ઉન્માદથી ગ્રસ્ત છે, તેઓ ભગવાનની મૂર્તિને જોઈને પરમાત્માના સ્વરૂપને જોઈ શકતા નથી, તેમ બતાવેલ છે.
શ્લોક-૨માં નામાદિ ચાર નિક્ષેપાની વિશદ ચર્ચા કરેલ છે અને સ્થાપનાનિક્ષેપાની ભક્તિ ક૨વાથી પરમાત્મા સાથે કઈ રીતે અભેદબુદ્ધિ થાય છે, તે અનુભવ અને યુક્તિથી સ્થાપન કરેલ છે. અને જેમ આગમથી, અનુમાનથી અને ધ્યાનના અભ્યાસથી ઉત્તમ તત્ત્વોની પ્રાપ્તિ થાય છે, તેમ ભગવાનની ભક્તિ ક૨વાથી પણ ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ કઈ રીતે થાય છે, તે વાત યુક્તિથી બતાવેલ છે.
વળી, નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપાનો અનાદર કરવામાં આવે તો ભાવોલ્લાસ થઈ શકે નહિ, તેથી જેમ જેમના હૈયામાં ભગવાનનું વચન હોય છે, તેમ જેમના હૈયામાં નામાદિ ત્રણ સ્ફુરણ થતા હોય તેમને ભગવાન કઈ રીતે ભાવથી હૈયામાં સ્ફુરણ થાય છે, તે પણ યુક્તિથી બતાવેલ છે.
K-૨