SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ . સંકલન-સંપાદનની વેળાએ પ્રાકથન છે. પરંતુ ટીકામાં ખોલેલ સમાસ મુજબ તનૃત્યવર્શનવિધિપ્રશ્નઃ પાઠની સંભાવના છે અને ટીકામાં પણ વૃત્તો નૃત્યવિષે: પાઠ છે, ત્યાં તો નૃત્યવર્ણનવિષેઃ પાઠની સંભાવના છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૨૫૮-૨૫૯) શ્લોક-૨૪માં દ્રવ્યસ્તવસ્ય શરીરસ્ય પાઠ છે, ત્યાં દ્રવ્યસ્તવશરીરસ્ય પાઠની સંભાવના છે. તે મુજબ અર્થ કરેલ છે અને ચ્છરોન્વંતનમનુજ્ઞાતમ્ પાઠ છે, ત્યાં ર્તા∞રોવ્વલનમનનુજ્ઞાતમ્ પાઠની સંભાવના છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૩૧૫-૩૧૬) શ્લોક-૨૯માં યુનિર્મુનેન પાઠ છે, ત્યાં મુનિર્માવે પાઠની સંભાવના છે અને તે મુજબ અર્થ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૩૫૩) પ્રતિમાશતક પ્રસ્તુત ભા. ૧ના પ્રૂફ-સંશોધન કાર્યમાં ૫. પૂ. ચંદ્રાનનાશ્રીજી મ. ના શિષ્યરત્ના સા. ચારુનંદિતાશ્રીજી મ. ના શિષ્યરત્ના સા. હિતરુચિતાશ્રીજી મ. નો સહયોગ સાંપડેલ છે તથા પ્રૂફસંશોધનાદિ કાર્યમાં અને ભાષાકીય દૃષ્ટિએ અમને જરૂરી સૂચનો આપવા બદલ સુશ્રાવક શાંતિલાલ શિવલાલ શાહનો અમને વિશેષ સહયોગ સાંપડેલ છે અને તેમણે પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની તક મળી, તે બદલ કૃતાર્થતા વ્યક્ત કરેલ છે. છદ્મસ્થતાવશ આવા બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં અનેક ત્રુટિઓ રહેવાની સંભાવના છે. સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં જિનાજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ ક્યાંય પણ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો તે માટે મિચ્છા મિ દુક્કડં માંગું છું. પ્રાંતે અંત૨ની એક જ મહેચ્છા છે કે, દેવ-ગુરુની અસીમ કૃપાથી સ્વ-આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલો આ નાનકડો પ્રયાસ મને અને ગ્રંથ વાંચનાર-ભણનાર સૌ કોઈને નિર્જરાનું-લાભનું કારણ બનો અને આ ગ્રંથવાંચનથી વીતરાગભાવથી સૌ કોઇનું ચિત્ત ઉપરંજિત બને, વીતરાગભાવના પ્રતિસંધાન દ્વારા નિકટના ભવોમાં વીતરાગતાની પ્રાપ્તિ થાય અને સ્વાત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ થાય અને સંપૂર્ણ કર્મક્ષય કરી નિકટના ભવોમાં હું અને સૌ કોઈ ભવ્યાત્માઓ મુક્તિસુખના ભાગી બનીએ, એ જ શુભ આશયથી કરેલો આ નાનકડો પ્રયાસ સફળતાને પામો એ જ શુભ ભાવના. વિ. સં. ૨૦૫૭, જેઠ સુદ-૧૧, શુક્રવાર, તા. ૨૧-૬-૨૦૦૨, એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. પરમપૂજ્ય પરમતારક પરમારાઘ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પ. પૂ. સરળસ્વભાવી પ્રવર્તિની સાધ્વીશ્રી રોહિતાશ્રીજી મ. સા. ના શિષ્યરત્ના સાધ્વીશ્રી ચંદનબાલાશ્રી
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy