________________
૧૦
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના વળી, મહાનિશીથ સૂત્રમાં નામાદિ ત્રણ નિપાને અકિંચિત્કર કહ્યા છે અને ભાવનિપાને જ પ્રધાન કહેલ છે, તે કયા સંદર્ભથી કહેલ છે, તેનું જોડાણ કરીને કઈ અપેક્ષાએ નામાદિ ત્રણ નિક્ષેપ અનાદરણીય છે અને ભાવનિક્ષેપો જ આદરણીય છે, અને કઈ અપેક્ષાએ ચારે નિક્ષેપ આદરણીય છે, તેનો યથાર્થ બોધ પણ થાય છે.
શ્લોક-૩માં આગમમાં બ્રાહ્મીલિપીને વંદ્ય કહેલ છે, તે ન્યાયથી ભગવાનની મૂર્તિ પણ કઈ રીતે વંદ્ય થાય છે, તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે. વળી, જેઓ બ્રાહ્મીલિપીના નમસ્કારને સૂત્રબાહ્ય કહીને તેના બળથી ભગવાનની મૂર્તિ વંદનીય નથી, તેમ સ્થાપન કરે છે, તેનું પણ યુક્તિથી નિરાકરણ કરીને બ્રાહ્મીલિપી નમસ્કાર સૂત્ર અંતર્ગત જ છે, તેનું સ્થાપન કરેલ છે.
વળી, કેટલાક આ નમસ્કારપાઠને અનાર્ષ કહે છે અને તેમાં તેઓ યુક્તિ આપે છે કે, આચાર્ય સર્વ સાધુને વંદન કરી શકે નહિ; કેમ કે આચાર્ય ભગવંતો ત્રીજા પદના સ્થાને છે; તેથી ગણધર ભગવંતો નમસ્કારના પાઠની રચના કરે નહિ, પરંતુ કોઈક અનાર્ષ પુરુષે જ આ નમસ્કારના પાઠની રચના કરેલ છે. તેનું નિરાકરણ કરીને આચાર્યાદિ પણ સર્વ સાધુઓને કઈ રીતે નમસ્કાર કરી શકે, તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી, નમસ્કારને આર્ષ સ્થાપન કરવા માટે ઉપધાનતપની જે વિધિ છે, તેનાથી જ નમસ્કાર આર્ષ સિદ્ધ થાય છે તે બતાવવા માટે ઉપધાનતપની વિધિ બતાવેલ છે; અને તે વિધિમાં ઉપધાન તપ કેવા પરિણામથી કરવાના છે અને નમસ્કારના દરેક પદોને ગ્રહણ કરતી વખતે કયા ક્યા ભાવોથી નમસ્કારને ગ્રહણ કરવાનો છે તે બતાવેલ છે, તેથી તેનો વિસ્તારથી બોધ થાય છે.
શ્લોક-૪માં સ્થાનકવાસીઓ પણ ભગવાનના નામસ્મરણને સ્વીકારે છે, તેથી નામનિક્ષેપાને જો તે સ્વીકારી શકે તો તે જ રીતે સ્થાપનાનિક્ષેપાને પણ તેમણે સ્વીકારવો જોઈએ, તે વાત યુક્તિથી બતાવેલ છે.
વળી, નામ પુદ્ગલાત્મક હોવા છતાં કઈ રીતે જીવને પરિણામનો પ્રકર્ષ કરાવીને નિર્જરાનું કારણ બને છે તે બતાવીને, તે જ રીતે સ્થાપના પણ કઈ રીતે ભાવનો પ્રકર્ષ કરાવીને નિર્જરાનું કારણ બને છે, તે વાત યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-પમાં ચારણમુનિઓ ભગવાનની પ્રતિમાને નમસ્કાર કરે છે, તેથી પણ પ્રતિમા પૂજનીય છે, એ બતાવવા માટે ચારણ અધિકાર બતાવેલ છે. તેનાથી ચારણમુનિઓ કઈ રીતે ભગવાનની ભક્તિ કરવા માટે નંદીશ્વરાદિ પર્વત ઉપર જતા હતા, તેનો યથાર્થ બોધ થાય છે.
શ્લોક-કમાં ચારણમુનિઓ ભગવાનને નમસ્કાર કરવા ગયા, ત્યાં પોતાના પ્રમાદનું પ્રાયશ્ચિત્ત નહિ કરવાથી શાસ્ત્રમાં ભગ્નવ્રતવાળા કહ્યા છે. તેને આશ્રયીને લંપાક-સ્થાનકવાસી કહે છે કે, ચારણનું દૃષ્ટાંત જ બતાવે છે કે, ભગવાનની મૂર્તિ પૂજનીય નથી. તે લંપાકના કથનનું નિરાકરણ કરીને ચારણ