________________
૨૫
પ્રતિમાશતક/ બ્લોક : ૧૫ વિશેષાર્થ :
અહીં માનવીનાનાં .....થી.... ત્યા સુધીનું કથન કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, સંપ્રાપ્તબીજવાળા અપુનબંધકથી માંડીને સમ્યગ્દષ્ટિ આદિ સર્વ જીવો છે, અને સંપ્રાપ્તબીજવાળા એવા અપુનબંધકને ભાવમાર્ગની પ્રાપક એવી ભગવાનની પૂજા છે, અને ભગવાનની પૂજા રત્નત્રયીની એકતારૂપ જે મહાપથ છે, તેને વિશુદ્ધ કરનાર છે. આથી અપુનબંધક જીવ ભગવાનની પૂજા કરે છે તેના દ્વારા સમ્યગ્દર્શનરૂપ ભાવમાર્ગને પ્રાપ્ત કરી શકે છે; અને રત્નત્રયીની એકતારૂપ જે અસંગભાવ છે, તે રૂપ જે મહાપથ છે, તેના આવારક કર્મનો અપગમ પણ કરી શકે છે. તેથી ધીરે ધીરે તે વીતરાગભાવ તરફ જઈને મહાપથને પ્રાપ્ત કરી શકશે, તેથી તેને મહાપથનો વિશોધક કહેલ છે.
અહીં વિશેષ એ છે કે, અપુનબંધક જીવ ભગવાનની પૂજાથી પોતાની ભૂમિકા પ્રમાણે ક્રમે કરીને ભાવમાર્ગની પ્રાપ્તિ કરે છે, અને મહાપંથના આવારક કર્મની પણ વિશુદ્ધિ પોતાની ભૂમિકા પ્રમાણે કરે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ આદિ જીવો પણ સંપ્રાપ્તબીજવાળા હોય છે, તેથી તેઓ પણ જ્યારે ભગવાનની પૂજા કરે છે, ત્યારે પોતાને પ્રાપ્ત થયેલા ભાવમાર્ગ કરતાં ઉપર ઉપરના ભાવમાર્ગને પ્રાપ્ત કરે છે; અને મોક્ષના કારણભૂત એવા અસંગઅનુષ્ઠાનરૂપ મહાપંથની વિશુદ્ધિ પણ ભગવાનની પૂજાથી અપુનબંધક કરતાં વિશેષ પ્રકારની કરે છે. અને ક્વચિત્ અપુનબંધક જીવને ભગવપૂજાકાળમાં વિર્યનો પ્રકર્ષ થાય તો મહાપંથની પ્રાપ્તિ પણ પૂજાકાળમાં થઈ શકે છે. આથી જ ભાવના પ્રકર્ષથી પ્રથમ ગુણસ્થાનકથી સીધી અપ્રમત્ત અવસ્થારૂપ સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ શકે છે. ઉત્થાન :
સંપ્રાપ્તબીજવાળાને ભગવાનની પૂજા ભાવમાર્ગની પ્રાપક અને મહાપથની વિશોધક છે, એ પ્રમાણે વિંશિકામાં કહ્યું છે, તેમ કહ્યું, તે તથાદિ..... થી બતાવતાં કહે છે - ટીકાર્ય :
તથાદિ. તે આ પ્રમાણે -
પઢમ ..... નાગુવંધુ ત્તિ પ્રથમ કરણના ભેદથી ગ્રંથિદેશમાં રહેલા જીવને ધર્મમાત્રફળવાળી પૂજા થાય છે. (અ) તેવા પ્રકારના અનુબંધ વગરનો સાધુયોગાદિ ભાવ થાય છે.
મ િ..... સંપન્નવીગલ્સ || સંપન્નબીજવાળાને આ પૂજા, પરમ નિજવીર્યસમુલ્લાસરૂપ થાય છે. (જે). ભવસ્થિતિના ભંગરૂપ તથા મહાપંથની વિશોધક છે.
સદુમ્બરૂમાવો' અહીં ‘’િ શબ્દથી સન્ક્રિયા અને ઉપદેશાદિ ફળ ગ્રહણ કરવું.
૦ ગાથામાં ‘’ શબ્દ પૂજાનો પરામર્શક હોવા છતાં નિજવીર્ષોલ્લાસને આશ્રયીને તેની પ્રધાનતા બતાવવા માટે પુલિંગમાં લીધેલ છે.