________________
૨૨૬,
પ્રતિમાશતક| શ્લોક : ૧૫ છ મણિમંજ' ભવસ્થિતિના ભંગરૂપ આ પદથી ભાવમાર્ગમાપકપણું બતાવ્યું છે.
અહીં વિશિકામાં “સ૬નુમાવો” એ બંને પદો પ્રથમ વિભક્તિમાં છે. તેથી ગાથાનો અર્થ એ થાય કે પ્રથમ કરણના ભેદથી ગ્રંથિઆસન્નવર્તાિ જીવને પૂજા ધર્મમાત્રફળવાળી છે, અને ગ્રંથિઆસન્નવર્તી જીવનો સાધુયોગાદિ ભાવ તે પ્રકારના અનુબંધવાળો નથી. પરંતુ તે જ અર્થને બતાવવા માટે પોડશક-૯/૧૦ માં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ “સાધુયો વિમાવત્ અનુવંસિદ્ધેશ્વ' એ પ્રમાણે પંચમી વિભક્તિ વાપરેલ છે, તેને સામે રાખીને આ ભાવાર્થ લખેલ છે. તેથી વિંશિકા પ્રમાણે અને ષોડશક પ્રમાણે અર્થમાં કોઈ વિરોધ નથી.
વિશેષાર્થ :
પ્રથમ કરણના ભેદથી=પ્રથમ કરણ વિશેષથી= યથાપ્રવૃત્તિકરણથી નહિ, પરંતુ ચરમયથાપ્રવૃત્તિકરણ રૂપ પ્રથમ કરણના ભેદથી, ગ્રંથિમાં રહેલા જીવને=ગ્રંથિઆસક્રવર્તી જીવને, પૂજા ધર્મમાત્રફળવાળી થાય છે. કેમ કે સાધુયોગાદિ ભાવથી સાધુ એટલે સદ્યોગાદિ ભાવને કારણે ધર્મમાત્રફળવાળી છે, અને અનુબંધની અસિદ્ધિ હોવાથી, ધર્મવિશેષ ફળવાળી નથી, પરંતુ ધર્મસામાન્ય ફળવાળી છે. અર્થાત્ ભાવધર્મ એ ધર્મવિશેષ છે અને તેવા ફળવાળી પૂજા સમ્યગ્દષ્ટિને હોય, અને અપુનબંધકને ધર્મસામાન્ય ફળવાળી પૂજા હોય છે. અને ભાવધર્મ જ સાનુબંધ હોય છે અને તે સમ્યગ્દષ્ટિને જ હોઈ શકે, પરંતુ અપુનબંધકમાં મિથ્યાત્વ હોવાને કારણે અનુબંધની અસિદ્ધિ છે. તેથી વિશેષ ધર્મ નથી, પરંતુ સામાન્ય ધર્મ છે. આમ છતાં, સદ્યોગાદિનો ભાવ હોવાથી સામાન્ય ધર્મ=ભાવના કારણભૂત દ્રવ્યધર્મ હોય છે, અર્થાત્ તીર્થંકરાદિનો ભૂલથી સદ્યોગ ત્યાં છે. કેમ કે સ્કૂલબુદ્ધિ હોવાને કારણે વિશેષરૂપે તીર્થંકરાદિને ઓળખવાની શક્તિ નથી, તો પણ અભિમુખભાવ છે. તેથી સદ્યોગાદિનો ભાવ છે.
તથા ભવસ્થિતિના ભંગરૂપ અને મહાપંથનો વિશોધક એવો આ નિજ વર્ષોલ્લાસ સંપન્નબીજવાળાને થાય છે. અહીં સંપન્નબીજવાળા અપુનબંધકાદિ છે અને પૂર્વ શ્લોકમાં કહ્યું કે, ધર્મમાત્રફળવાળી પૂજા છે, તેથી એ પ્રાપ્ત થયું કે ભાવમાર્ગપ્રાપક ભગવદ્ પૂજા છે. વળી સંપન્નબીજવાળા અપુનબંધકાદિ સર્વેને પૂજામાં પરમ નિજવીર્યનો સમુલ્લાસ થાય છે, જે મહાપથનો વિશોધક છે અને ભવસ્થિતિના ભંગરૂપ છે. ટીકા :
किं बहुना ? विधिवत् प्रतिमाद्यर्चनरूपद्रव्यक्रियैव दर्शनाचाररूपा देवानां द्रव्यसम्यक्त्वं समितिगुप्त्यादिचारित्राचाररूपमिव द्रव्यचारित्रमिति प्रतिपत्तव्यम्,भावोपबृंहकत्वात्, गुणवृद्ध्यप्रतिपातोपयोगाद्, आकर्षे तु विभंगसंभव इति सर्वं समंजसं । ટીકાર્ય :
વિ વહુના ... માવોપવૃંદયત્વ, વધુ શું કહીએ ? જેમ સમિતિ-ગુપ્તિ આદિ ચારિત્રાચારરૂપ દ્રવ્યચારિત્ર છે, તેમ દર્શનાચારરૂપ એવી વિધિપૂર્વક પ્રતિમાના અર્ચનરૂપ દ્રક્રિયા જ દેવોનું