________________
૨૧૮
પ્રતિમાશતક) શ્લોક : ૧૫ દ્રવ્યસમ્મસ્વરૂપ છે, અને તે રુચિથી જન્ય રાગાદિરહિત જીવના ઉપયોગ સ્વરૂપ તે ભાવસમ્યક્ત છે. અને તે ભાવસભ્યત્ત્વનું લક્ષણ આ દસ પ્રકારના સમ્યક્તમાં જતું નહિ હોવાથી તે દસે સમ્યક્તો દ્રવ્યસમ્યક્વરૂપ છે.
ભાવસમ્યક્ત એટલે અસંગઅનુષ્ઠાનકાળમાં વર્તતો જીવનો રાગાદિ રહિત ઉપયોગ, જે નિશ્ચયનયનું સમ્યક્ત છે, અને સરાગસંયમીને પણ જે તત્ત્વની રુચિ તે પણ દ્રવ્યસમ્યક્ત છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, દસ પ્રકારના સમ્યક્નમાં રાગાદિરહિત ઉપયોગરૂપ ભાવસમ્યક્તના લક્ષણની અવ્યાપ્તિ છે, તેમાં હેતુ કહે છે – ટીકાર્ય -
રવિદે ..... પ્રતિપાવનાત્ દસ પ્રકારે સરાગ સમ્યગ્દર્શન કહેલું છે. તે આ પ્રમાણે - નિસર્ગરુચિ, ઉપદેશરુચિ ઈત્યાદિ સ્થાનાંગના વચનથી તેઓનું રાગાતુગતપણાનું પ્રતિપાદન હોવાથી રાગાદિરહિત ઉપયોગરૂપ ભાવસખ્યત્ત્વના લક્ષણની દસ પ્રકારના સભ્યત્ત્વમાં આવ્યાતિ છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે ભાવસભ્યત્ત્વનું લક્ષણ રાગાદિરહિત ઉપયોગરૂપ માત્ર કેમ ગ્રહણ કરવામાં આવે છે, પરંતુ તત્ત્વની રુચિને ભાવસમ્યક્તરૂપે કેમ ગ્રહણ કરાતું નથી ? તેથી કહે છે – ટીકાર્ય :
મોસમ ..... પ્રાથત્યાત્ ા અને મોક્ષમાર્ગમાં વીતરાગરૂપ જ ભેદના ગ્રહણનું ઔચિત્ય છે. વિશેષાર્થ :
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે અને મોક્ષ એ રાગાદિરહિત જીવની અવસ્થારૂપ છે, તેથી મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શનાદિ પણ રાગાદિરહિત ઉપયોગ સ્વરૂપ જ માનવાં ઉચિત છે. તેથી રાગાદિરહિત ઉપયોગરૂપ સમ્યગ્દર્શનને જ ગ્રહણ કરવું ઉચિત છે, પરંતુ રાગાદિ અંશવાળુ સમ્યગ્દર્શન એ ઉપચારથી સમ્યગ્દર્શન છે. વાસ્તવિક રીતે રાગાંશ એ આત્માનો પરિણામ નથી, તેથી તેને સમ્યગ્દર્શનરૂપે સ્વીકારી શકાય નહિ. ટીકા -
___तदयमपेक्षयैव द्रव्यभावविभागो भावनीय: । केवलं द्रव्यसम्यक्त्वं त्वपुनर्बंधकस्यैव लोकोत्तरबीजपरिग्रहवशतो मिथ्यादृष्टिसंस्तवपरित्यागपूर्वकसंघचैत्यादिभक्तिकृत्यपरायणस्य भवति, अप्राधान्ययोग्यत्वार्थभेदेन द्रव्याज्ञापदप्रवृत्तेपॅथिकसत्त्वापुनर्बंधकयोर्यथायोगमुपदेशपदे व्यवस्थापनात्तदाह'गंठिगसत्तापुणबंधगाइआणं तु दव्वओ आणा । णवरमिहदव्वसद्दो, भइअव्वो सुत्तणीईए ।। एगो अपाहन्ने