SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક, શ્લોક : ૧૫ ૨૧૭ તેથી દ્રવ્યસમ્મસ્વરૂપ છે; તો પણ લાયોપશમિકાદિ ભેદવાળું જે સમ્યગ્દર્શન છે, તેમાં જે તેનો અંતર્ભાવ કરવામાં આવ્યો છે, તેથી ક્ષાયોપથમિકાદિ ભેદરૂપ જે ભાવસમ્યક્ત છે, તે પણ ત્યાં અવશ્ય છે. તેથી જ્યાં દ્રવ્યસમ્યક્તની અર્પણ કરવામાં આવે છે ત્યાં ગૌણરૂપે ભાવસમ્યક્ત છે, એ અર્થ ઘોતિત થાય છે. ફક્ત પરમાર્થના પરિજ્ઞાનવાળામાં ભાવસમ્યક્ત મુખ્યરૂપે છે, અને પરમાર્થના અપરિજ્ઞાનવાળામાં ભાવસમ્યક્ત ગૌણરૂપે છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, દસ પ્રકારના રુચિના ભેદો દ્રવ્યસમ્યક્તરૂપ છે અને તે દ્રવ્યસમ્યક્ત પણ દર્શનમોહનીયના ક્ષયોપશમાદિમાં જ અંતર્ભાવ પામે છે, તેથી તે દસ પ્રકારનાં દ્રવ્યસમ્યક્તો ભાવસમ્યક્તથી અનુવિદ્ધ છે. ત્યાં દસે પ્રકારના દ્રવ્યસમ્યક્તને ભાવસમ્યક્તરૂપે સ્વીકારની કોઈકની શંકા કરીને સમાધાન કરે છે – ટીકા : न चैते श्रुतोक्तत्वानिरुपचरितभावसम्यक्त्वभेदा एव भविष्यन्तीति शंकनीयम् । रागादिरहितोपयोगरूपभावसम्यक्त्वलक्षणाव्याप्तेः, 'दसविहे सरागसम्मइंसणे प० तं०-णिसग्गुवएसरुई' त्यादिस्थानांगवचनेन तेषां रागानुगतत्वप्रतिपादनाद् मोक्षमार्गे च वीतरागस्यैव भेदस्य ग्रहणौचित्यात् । ટીકાર્ય - ન ચેતે ... વ્યાઃ ! અને આ દસ પ્રકારના રુચિના ભેદો શ્રોક્તપણું હોવાને કારણે નિરુપચરિત ભાવસભ્યત્ત્વના ભેદો જ થશે, એ પ્રમાણે શંકા ન કરવી. કેમ કે સાગાધિરહિત ઉપયોગરૂપ ભાવસભ્યત્ત્વના લક્ષણની અવ્યાતિ છે. છે અહીં શંકાકારે નિરુપચરિત ભાવસમ્યક્ત એટલા માટે કહેલ છે કે, દ્રવ્યસમ્યક્ત એ સમ્યક્તનું કારણ હોવાથી ઉપચરિત સમ્યક્ત છે, અને ભાવસમ્યક્તમાં સમ્યક્તનો ઉપચાર નહિ હોવાથી નિરુપચરિત ભાવસમ્યક્ત છે. વિશેષાર્થ : દસે પ્રકારના સમ્યક્તના ભેદો શ્રુતમાં કહેલા છે, તેથી તે ભાવસમ્યક્તના ભેદો હોઈ શકે, દ્રવ્યસત્ત્વના નહિ, એ પ્રકારની કોઈકને શંકા થાય. તેનું નિરાકરણ કરતાં કહે છે કે, સમ્યક્ત એ આત્માનો પરિણામ છે અને તે રાગાદિરહિત ઉપયોગરૂપ છે. કેમ કે સિદ્ધાવસ્થા એ વીતરાગભાવસ્વરૂપ છે અને તેના કારણભૂત રત્નત્રયનો પરિણામ છે, જે કષાયના અભાવસ્વરૂપ જ હોઈ શકે; અને તદંતર્ગત જ કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પેદા થયેલ સમ્યગ્દર્શનનો પરિણામ છે, તેથી સમ્યગ્દર્શન એ રુચિરૂપ જીવનો પરિણામ થઈ શકે નહિ. પરંતુ દસ પ્રકારની રુચિ એ સમ્યગ્દર્શનની નિષ્પત્તિનું કારણ હોવાને કારણે
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy