________________
૨૦૭
પ્રતિમાશતક/ શ્લોક : ૧૫ યુક્તિનું નિરાકરણ “મવં” થી જ શરૂ કર્યું છે, તેના નિગમનરૂપે ‘તમા” થી કહે છે – ટીકાર્ય :
તસ્માન્ .... પ્રતિપત્તવ્યમ્ ! તે કારણથી જેટલો ઈન્દ્રનો પરિવાર છે, તેટલો સર્વે પણ શક્રતા નિવાસના વિમાનમાં જ ઉત્પન્ન થાય છે, એમ સ્વીકારવું જોઈએ.
તથા ઘ .... પ્રાધ: - અને તે રીતે અર્થાત્ જેટલો ઈન્દ્રનો પરિવાર છે, તે શક્રના નિવાસના વિમાનમાં ઉત્પન્ન થાય છે તે રીતે, સ્વકીય વિમાન શબ્દથી એક જ વિમાનનો સ્વ-સ્વ પ્રભુત્વથી પ્રતિબદ્ધ એક દેશ જ ગ્રહણ કરવા યોગ્ય છે. અર્થાત્ શક્રના વિમાનનો એક દેશ, જ ગ્રહણ કરવા યોગ્ય છે.
તાવત? ...૩I કેમ કે તેટલા જ પ્રદેશની સ્વવિમાનપણાથી ઉક્તિ છે.
મતya .... ડમm | આથી કરીને જ અર્થાત્ એક દેશની જ વિમાનરૂપે ઉક્તિ છે આથી કરીને જ, ચમચંચા રાજધાનીના એક દેશરૂપ પણ કાલકનામક ભવનને ભવનત્વરૂપે આગમમાં કહેવાયેલું છે.
યથા .... દ્રષ્ટવ્ય, અને જેમ ચંદ્ર-સૂર્યાદિની અગ્રમહિષીના ચંદ્ર-સૂર્યના વિમાનોનો એક દેશ જ પોતાના વિમાનપણાથી કહેવાયો, તે રીતે જ્યોતિશ્કેન્દ્રના સામાનિકોનો પણ જાણવો.
અન્યથા .... મન્વેત એમ ન સ્વીકારો તો જ્યોતિશ્કેન્દ્રના સામાલિકના પણ પૃથ વિમાનની કલ્પનામાં જ્યોતિષ્ક દેવોના પાંચ પ્રકારના નિયમનો ભંગ થાય.
સંત પર્વ ...... વધ્ય | આથી કરીને જ્યોતિષ્કના પાંચ ભેદો છે આથી કરીને જ સસરવાહવવત્તા' ઈત્યાદિ પ્રવચનમાં (આગમમાં) શશિ પ્રમુખ શબ્દોથી શશિપ્રમુખ વિમાનવાસીઓ સર્વે પણ તે તે નામથી જ ગ્રહણ કરાયેલા જાણવા.
વિશ્વ .... યમ્ ! વળી જિનજન્માદિ મહોત્સવમાં સામાનિકોનું પાલક વિમાનથી જ આગમન આગમમાં કહેવાયેલું છે. શેષ દેવાદિની જેમ નિજ નિજ વિમાનાદિ વાહનોથી (આગમન) કહેવાયેલું નથી, આ વગેરે બીજાં પણ કથનો જંબૂઢીપપ્રજ્ઞપ્તિની વૃત્તિથી જાણવાં. વિશેષાર્થ :
ભગવાનના જન્માદિ મહોત્સવ વખતે ઈંદ્રો પાલક વિમાનમાં આવે છે, તેમ પોતાના વિમાનમાં વર્તતા પરિવારને સાથે લાવે છે; પરંતુ અન્ય વિમાનવર્તાિ દેવોને કે વિમાનાધિપતિઓને સાથે લાવતા નથી. અને તે રીતે સામાનિક દેવો પણ પાલક વિમાનમાં આવે છે, તેથી તેઓ સ્વતંત્ર વિમાનાધિપતિ નથી, તેમ સિદ્ધ થાય છે. અને શેષ દેવો પોતપોતાના વિમાનાદિ વાહનોથી આવે છે, પરંતુ પાલક વિમાનથી નહિ.