SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પ્રતિમાશતક, શ્લોક : ૧૫ થયેલા ગ્રહણ કરેલ છે, પરંતુ પ્રાચ્યપક્ષમાં અન્ય બહુ સૌધર્મકલ્પવાસી દેવ-દેવીઓ કહેલ છે. તેથી ત્યાં આભિયોગિક દેવ-દેવીઓ પ્રાપ્ત થાય નહિ. તેથી કહે છે - ટીકાર્ય : સામાન્યય ..... ઉપચારાત્, સામાન્યના વિશેષ પર્યવસાન અર્થે જ અન્ય મતનો ઉપચાસ છે. વિશેષાર્થ :* પ્રાચ્યપક્ષમાં અન્ય બહુ સૌધર્મકલ્પવાસી દેવ-દેવીઓ કહ્યાં, ત્યાં પણ આભિયોગિક દેવ-દેવીઓ ગ્રહણ કરવાનાં છે. પરંતુ ત્યાં તેનું સામાન્યથી ગ્રહણ કરેલ છે=આભિયોગિક દેવ-દેવીઓરૂપે વિશેષથી નહિ, પરંતુ આભિયોગિક દેવ-દેવીઓને જ બહુ દેવ-દેવીઓ' એ રૂપે સામાન્યથી ગ્રહણ કરેલ છે, અને તે સામાન્યના વિશેષ પર્યવસાન અર્થે ‘સન્ને પતિ થી અન્ય મતનો ઉપન્યાસ કર્યો છે. તેથી પ્રાપક્ષ અને અન્યનો પક્ષ એ મતાંતરરૂપ નથી, પરંતુ સામાન્ય-વિશેષપરક જ છે. તેથી પોતાના આભિયોગિક દેવદેવીઓ પ્રત્યે જ ઈન્દ્રનું સ્વામિત્વ છે, અન્ય પ્રત્યે નહિ, એ પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, અન્ય કહે છે એમ કહેવામાં આવે, અને પાઠાંતર ઉક્તિમાં સ્વરસ હોય, તો અર્થથી પ્રાપક્ષમાં સ્વરસ નથી, એમ પ્રાપ્ત થાય. તેથી તે બે પક્ષો સામાન્ય-વિશેષરૂપે પર્યવસાન પામે નહિ, પરંતુ મતાંતરરૂપે પ્રાપ્ત થાય. તેથી અન્ય ઘણા સૌધર્મકલ્પવાસી દેવ-દેવીઓનું ઈન્દ્રનું અધિપતિપણું છે, એ અર્થ પ્રાચ્યપક્ષમાં પ્રાપ્ત થાય, અને તે પક્ષ પ્રમાણે ઈન્દ્રનું અન્ય વિમાનનાં દેવ-દેવીઓનું અધિપતિપણું સિદ્ધ થાય. તેથી કહે છે – ટીકાર્ય : પ્રાધ્યાક્ષાસ્વરસપુને વિનામાવત્ પ્રાચ્યપક્ષના અસ્વરસકલ્પનામાં બીજનો અભાવ છે. વિશેષાર્થ : જંબૂદીપપ્રજ્ઞપ્તિના ગ્રંથકારને પ્રાપક્ષમાં પણ સ્વરસ છે, અને પાઠાંતર ઉક્તિમાં પણ=અન્યના પક્ષમાં પણ, સ્વરસ છે; કેમ કે પૂર્વમાં કહ્યું કે પાઠાંતરના વચનમાં ગ્રંથકારશ્રીને સ્વરસ છે, તો પણ પ્રાચ્યપક્ષમાં અસ્વરસંકલ્પના કરવામાં કોઈ કારણ નથી. તેથી જ પ્રાચ્યપક્ષમાં સામાન્યનું કથન છે અને તેના જ વિશેષ પર્યવસાન માટે અન્યમતનો ઉપન્યાસ કરાયો છે. તેથી બંને પક્ષો પ્રમાણે “બહુ' શબ્દથી આભિયોગિક દેવ-દેવીઓની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ અન્ય વિમાનના દેવ-દેવીઓની પ્રાપ્તિ થતી નથી. તેથી પોતાના આભિયોગિક દેવ-દેવીઓ પ્રત્યે જ ઈન્દ્રનું સ્વામિત્વ છે, અન્ય પ્રત્યે નહિ. . ઉત્થાન : સંગમને વિમાનાધિપતિપણા વડે સ્થાપન કરીને સૂર્યાભની અર્ચનાને દેવસ્થિતિરૂપે સ્થાપક લુંપાકની
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy