________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૫
ટીકાર્થ ઃ
૨૦૫
अत्र કૃતિ | અહીંયાં=જબુદ્વીપપ્રજ્ઞપ્તિના પાઠમાં, ૩૨ લાખ વિમાનોનું પ્રભુત્વ જ પઠિત=કહેવાયેલું દેખાય છે. પરંતુ સાત સૈન્ય અને સાત સેનાધિપતિઓનું ઈત્યાદિની જેમ બત્રીસ લાખ વિમાન અને બત્રીસ લાખ વિમાનાધિપતિઓનું (એ બંનેનું પ્રભુત્વ છે) ઈત્યાદિ પઠિત નથી, અને અન્ય=બીજા, ઘણા સૌધર્મકલ્પવાસી વૈમાનિકદેવ અને દેવીઓની ઈત્યાદિ કથનમાં સર્વ સૌધર્મકલ્પવાસી ઈત્યાદિ પઠિત નથી.
વિશેષાર્થ :
જંબૂઢીપપ્રજ્ઞપ્તિના પાઠમાં દેવેંદ્ર, દેવરાજા શક્ર સાત સૈન્ય અને સાત સેનાધિપતિઓનું આધિપત્ય આદિ કરતો વિચરે છે, એમ કહેલું છે; તેની જેમ ૩૨ લાખ વિમાન અને ૩૨ લાખ વિમાનાધિપતિઓનું એમ બંનેનું આધિપત્ય કરતો વિચરે છે, એમ કહેલું નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, દેવેંદ્ર, દેવરાજા શક્રનું ૩૨ લાખ વિમાનોનું અધિપતિપણું છે, પરંતુ તે તે વિમાનના વાસી દેવ-દેવીઓનું અધિપતિપણું નથી. કેમ કે વિમાનાધિપતિઓનું સ્વામિત્વ હોત તો સાત સેના અને સાત સેનાપતિઓ કહેલ છે તે રીતે, બત્રીસ લાખ વિમાન અને બત્રીસ લાખ વિમાનાધિપતિઓ એમ કહેત. પરંતુ ઉ૫૨ના સાક્ષીપાઠમાં તેમ કહેલ નથી. તેમ અન્ય બહુ સૌધર્મકલ્પવાસી દેવ-દેવીઓ એ પ્રમાણે કહ્યું, ત્યાં સર્વ સૌધર્મકલ્પવાસી દેવો, એમ કહેલ નથી. તેથી સર્વ સૌધર્મકલ્પવાસી દેવોના તેઓ સ્વામી નથી, પરંતુ અન્ય બહુ સૌધર્મકલ્પવાસી દેવ-દેવીઓના સ્વામી છે, અને તે પણ પોતાના આભિયોગિક દેવોના સ્વામી છે, અન્યના નહિ, એવો અર્થ ઉપરના સાક્ષીપાઠમાંથી નીકળે છે. તેથી અન્ય વિમાનાધિપતિઓના તેઓ સ્વામી નથી, પરંતુ ફક્ત બત્રીસ લાખ વિમાનોના તેઓ સ્વામી છે.
ટીકાર્થ ઃ
यत्रापि
સ્વારસ્યાત્, જ્યાં પણ=જંબુદ્વીપપ્રજ્ઞપ્તિના પાઠમાં જ્યાં પણ, ‘બહુ' એ પ્રમાણે કહેવાયેલું છે, ત્યાં પણ ‘બહુ’ શબ્દથી આભિયોગિક દેવપણા વડે ઉત્પન્ન થયેલા જ ગ્રહણ કરવા યોગ્ય છે, અન્ય નહિ. કેમ કે પાઠાંતર ઉક્તિનું=પાઠાંતરના વચનનું, સ્વરસપણું છે.
વિશેષાર્થ :
જંબૂઢીપપ્રજ્ઞપ્તિના સાક્ષીપાઠમાં ‘ન્ને પયંતિ’ થી જે કહ્યું, તે રૂપ પાઠાંતરના વચનનું સ્વરસપણું હોવાથી, અન્ય બહુ દેવ-દેવીઓથી આભિયોગિક દેવ-દેવીઓને લેવાનાં છે; અને ત્યાં જંબુઢીપપ્રજ્ઞપ્તિના મૂળ ગ્રંથકારનો સ્વરસ છે, તેથી ‘બહુ' શબ્દથી આભિયોગિક સિવાયનાં બીજાં દેવ-દેવીઓને ગ્રહણ કરવાનાં નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, પાઠાંતર ઉક્તિમાં અન્ય બહુ દેવ-દેવીઓનો અર્થ આભિયોગિકપણે ઉત્પન્ન