SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક, શ્લોક : ૧૫ ૧૯૩ અને ત્યાં જીવાભિગમમાં, મિથ્યાદષ્ટિના પરિગ્રહ માટે બહુ શબ્દ કહેલ છે, જેથી કરીને સર્વ દેવના કૃત્યપણારૂપે તસ્થિતિ અર્ચનાદિની સ્થિતિ, છે. તો તેના ઉત્તરમાં ગ્રંથકારશ્રી કહે છે - " મેવું . પ્રસન્ ! એ પ્રમાણે ન કહેવું. કેમ કે ત્યાં જીવાભિગમમાં, એકેક વિમાનમાં રહેલા સંખ્યાતા, અસંખ્યાતા સમ્યગ્દષ્ટિ દેવો જ જિનપ્રતિમાની પૂજાદિમાં પરાયણ છે, એ પ્રકારે જણાવવા માટે બહુ શબ્દના પ્રયોગનું સાફલ્ય છે. “અન્યથા' એમ ન સ્વીકારીએ તો (=સંખ્યાતા, અસંખ્યાતા સમ્યગ્દષ્ટિ દેવો જ જિનપ્રતિમાદિ પૂજાપરાયણ છે એ પ્રકારે જણાવવા માટે બહુ શબ્દપ્રયોગ છે એમ ન સ્વીકારીએ તો.) (જીવાભિગમસૂત્રમાં) “સર્વેસિ લેવા ઈત્યાદિ પાઠરચનાનો પ્રસંગ પ્રાપ્ત થાય. વિશેષાર્થ : પૂર્વપક્ષી લુંપાક કહે છે કે મિથ્યાત્વી દેવોનો સમાવેશ કરવા માટે જીવાભિગમસૂત્રમાં બહુ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેને ગ્રંથકાર કહે છે કે “બહુ' શબ્દનો પ્રયોગ કર્યો છે પણ “સર્વ' શબ્દનો પ્રયોગ કર્યો નથી. જો સર્વ શબ્દનો પ્રયોગ કર્યો હોત તો બધા દેવ-દેવીઓ જિનપૂજા કરે છે એવો અર્થ ફલિત થાત, અને જિનપૂજા સર્વ દેવોના આચારરૂપ સ્થિતિ થાત. પરંતુ “સર્વ' શબ્દનો પ્રયોગ કર્યો નથી પણ બહુ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી એ ફલિત થાય કે, એક એક વિમાનમાં વિમાનાધિપતિ સિવાય અન્ય પણ સંખ્યાતા, અસંખ્યાતા સમ્યગ્દષ્ટિ દેવો છે, અને તેઓ જિનપૂજામાં પરાયણ છે; અને તેવા સમ્યગ્દષ્ટિ દેવોની જિનપૂજા તે સ્થિતિ બની, અને તે સ્થિતિ ધર્મપરતાને ઓળંગે નહિ. ટીકા : अधिकृतजीवाभिगमसूत्रं चेदम् ।। 'तत्थ णं जे से उत्तरिले अंजणपव्वए तस्स णं चाउद्दिसिं चत्तारि णंदापोक्खरिणीओ पदृ तंदृ-विजया, वैजयंती, जयंती, अपराजिया, सेसं तहेव जाव सिद्धायतणा सव्वा चेइयघरवनणा णेयव्वा । तत्थ णं बहवे भवणवइवाणमंतरजोइसियवेमाणिया देवा चाउम्मासियपडिवएसु संवच्छरेसु य अन्नेसु बहुसु जिणजम्मणनिक्खमणनाणुप्पायपरिनिव्वाणमाइएसु देवकज्जेसु, देवसमुदएसु देवसमित्तीसु य देवसमवाएसु अ देवपओअणेसु य एगंतओसहिया समुवागया समाणा पमुइयपक्कीलिआ अट्ठाहिआओ महामहिमाओ करेमाणा पालेमाणा सुहं. સુદે વિદાંતિ રિ I (ફૂ. ૨૮૩) ટીકાર્ચ - . ચેમ્ II અધિકૃત જીવાભિગમસૂત્ર આ પ્રમાણે – તત્વ ..... વિદરંતિ રિ પ ત્યાં ઉત્તર દિશામાં અંજની પર્વત છે. તેની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરિણીઓ છે. તે આ પ્રમાણે – (૧) વિજયા (૨) વૈજયંતી (૩) જયંતી અને (૪) અપરાજિતા. બાકીનું તે પ્રમાણે યાવત્ સિદ્ધયેતન,
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy