________________
૧૯૪
પ્રતિમાશતક/ બ્લોક : ૧૫ ચૈત્યગૃહ સુધીનું વર્ણન નંદીશ્વરદ્વીપના અધિકારમાં પૂર્વ દિશામાં આવેલ અંજન પર્વતના વર્ણન પ્રમાણે અને ત્યાંના સિદ્ધાયતનોના વર્ણન પ્રમાણે જાણવું.
ત્યાં=ઐત્યાલયોમાં, ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો ચોમાસી અને પ્રતિપદા એકમના દિવસોમાં, સંવત્સરમાં અને બીજા ઘણા જિનેશ્વરોના જન્મ, નિષ્ક્રમણ દીક્ષા, જ્ઞાનઉત્પાત કેવલજ્ઞાનની ઉત્પત્તિ, પરિનિર્વાણ મોક્ષકલ્યાણક, આદિમાં દેવકાર્યોમાં, દેવસમુદયમાં, દેવસમિતિમાં દેવ સમવાયમાં અને દેવપ્રયોજનમાં આવેલા છતાં આનંદ-ક્રીડા કરતાં મહામહિમાવાળા અણહ્નિકા કરતા, પાળતા અત્યંત સુખપૂર્વક વિહરે છે.
‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ટીકા :
'चेइयघरवत्रणा' इत्यत्र चैत्यगृह जिनप्रतिमागृहमेव द्रष्टव्यम्, अर्हत्साध्वोस्तत्रासंभवादित्ययमपि लुम्पकस्यैव शिरसि प्रहारः । ટીકાર્ચ -
ફયર ... પ્રહાર: | જીવાભિગમસૂત્રના પાઠમાં ચૈત્યઘરવર્ણના એ પ્રયોગમાં “ચૈત્યગૃહ' શબ્દથી જિનપ્રતિમાગૃહ જ જાણવું. કેમ કે અરિહંત અને સાધુનો ત્યાં=દેવલોકમાં, અસંભવ છે. એથી કરીને આ પણ=ચૈત્યગૃહથી જિનપ્રતિમાગૃહ જ અર્થ ગ્રહણ થાય છે એ પણ, લંપાકના શિર ઉપર પ્રહાર છે. વિશેષાર્થ :
જીવાભિગમસૂત્રમાં ચૈત્યગૃહની વર્ણના એ પ્રકારના પાઠમાં “ચૈત્યગૃહ' શબ્દથી જિનપ્રતિમાનું ગૃહ સંભવી શકે, કેમ કે અરિહંત અને સાધુનો ત્યાં સંભવ નથી. તેથી તે બેનું ગ્રહણ થઈ શકે નહિ, પરંતુ જિનપ્રતિમાનું ગૃહ જ ગ્રહણ થાય. તેથી જીવાભિગમના આ પાઠથી પણ એ નક્કી થાય છે કે, ચૈત્ય શબ્દથી જિનપ્રતિમા જ ગ્રહણ થઈ શકે.
અહીં પ્રશ્ન થાય કે ચૈત્યગૃહથી જિનપ્રતિમાગૃહનું ગ્રહણ થઈ શકે, અને તેમાં હેત કહ્યો કે અરિહંત અને સાધુનો ત્યાં=દેવલોકમાં, અસંભવ છે; પરંતુ લુપાક ચૈત્ય શબ્દથી અરિહંત અને સાધુને ગ્રહણ કરતો જ નથી, તો પછી એ પ્રકારનો હેતુ કહેવાનો ગ્રંથકારનો આશય શું છે ? તેનું તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષી લંપાક ચૈત્યનો અર્થ જ્ઞાન કરે છે, અને જ્ઞાન-જ્ઞાનવાનનો અભેદ કરીને કેવળજ્ઞાનવાળા અરિહંતને કે શ્રુતજ્ઞાનવાળા સાધુને ચૈત્યપદથી ગ્રહણ કરે. પરંતુ અરિહંત અને સાધુનું ગૃહ દેવલોકમાં સંભવે નહિ, કેમ કે અણગાર દેવલોકમાં હોતા નથી. તેથી ચૈત્યગૃહથી જિનપ્રતિમાનું ઘર જ દેવલોકમાં ગ્રહણ કરી શકાય. ઉત્થાન -
પૂર્વપક્ષી લુપાકે પૂર્વમાં કહ્યું કે, જીવાભિગમસૂત્રમાં ઘણા દેવો જિનાચદિ ઉત્સવને કરે છે, ત્યાં