________________
૧૮૭
પ્રતિમાશતકશ્લોક : ૧૪ ટીકાર્ય :
તૈરવ..... મયંતિ, તેના વડે પણ સદ્ધર્મવ્યવસાયપૂર્વકપણાથી, શક્રસવપ્રક્રિયાથી, ભાવભાજિત એવાં સુંદર પધોની રચનાથી અને આલોકપ્રણામથી પણ, દેવતાઓની ભગવાનવિષયક મૂર્તિની પૂજનામાં જો અતિશયd=વિશેષને, જોતો નથી, તેથી બાળ=વિશેષદર્શનમાં હેતુશક્તિથી વિકલ, એવા લંપાકો, લૌકિક એવા ભોજનાદિ પથમાં પણ કોશપાનાદિરૂપ સોગંદથી વિશ્વાસનીય શું ન થાય ? પરંતુ તે પ્રમાણે જ થાય.
નોવિજ્ઞપિ અહીં ‘રિ થી એ કહેવું છે કે, વિશેષદર્શનમાં હેતુશક્તિથી રહિત એવા લુપાકો સાક્ષાત્ દેખાય એવા લૌકિક પથમાં પણ સોગંદ ખાવાથી સમજે તેવા સંશયગ્રસ્ત છે, તો લોકોત્તરપથમાં તો શું કહેવું ? ઉત્થાન :
બાળ એવા લુપાકો લોકોત્તર પથમાં તો સોગંદથી વિશ્વસનીય છે, પરંતુ લૌકિક પણ ભોજનાદિ પથમાં સોગંદથી જ વિશ્વસનીય છે=કોઈ રીતે તેમને યુક્તિથી સમજાવી શકાય તેવા નથી. તે જ વાતને બતાવતાં કહે છે – ટીકાર્ય :
વામિની . વિ ૧૪ કામિનીના કરકમળથી ઉપસ્થિત અથવા શિષ્યથી લવાયેલ ભોજનમાં શું આ વિષ્ટા છે કે અા છે? આવા પ્રકારના સંશયથી તેઓ વિરામ પામતા નથી, તે આ ભોજનનો અપરાધ નથી, પરંતુ પુરુષનો અપરાધ છે. આ સ્થાણુનો અપરાધ નથી કે જેથી આંધળો તેને ન જોઈ શકે. પરંતુ પુરુષનો અપરાધ છે.)
તિ’ આ પ્રમાણે તેઓનું મહામોહરૂપી તટથી પ્રવર્તિત નાટ્યનું નાચવાની ક્રિયાનું, વિલંબિત કેટલું વર્ણન કરીએ? એ પ્રમાણે દિશાસૂચન છે.૧૪ વિશેષાર્થ -
જેમ કોઈ સ્ત્રી પોતાના પતિ માટે ભોજન લાવે અથવા કોઈ શિષ્ય પોતાના ગુરુ માટે ભોજન લાવે, છતાં તેમને શંકા થાય કે આ ભોજન છે કે વિષ્ટા છે ? ત્યારે સોગંદ આપીને તે સ્ત્રી કે શિષ્ય કહે કે, આ ભોજન છે; તો આ સંશયમાં ભોજનનો અપરાધ નથી, પણ પુરુષની દૃષ્ટિનો અપરાધ છે. જેમ આંધળો સ્થાણુનેeઠુંઠાને, ન જુએ, તેમાં સ્થાણુનો અપરાધ નથી, પણ આંધળાનો અપરાધ છે; તેમ લુપાક શાસ્ત્રવચન જોવામાં આંધળો છે. તેથી તે વાવડીની અને પ્રતિમાની પૂજાના ભેદક શાસ્ત્રવચનોને જોઈ શકતો નથી, તેમાં આગમવચનનો અપરાધ નથી, પણ લુંપાકનો અપરાધ છે.
તે આ રીતે - લંપાકનું આ મહામોહરૂપ નટથી પ્રવર્તિત નાટકનું વિલંબિતપણું છે તેથી, તે વાવડી અને પ્રતિમાપૂજાનાં ભેદક શાસ્ત્રવચનો હોવા છતાં ભેદને જોતો નથી. આનાથી અર્થથી એ ફલિત થાય છે