________________
૧૮૮
પ્રતિમાશતક, શ્લોક : ૧૪-૧૫ કે, મૂર્તિને માનનારી વ્યક્તિ પણ પોતાની રુચિ પ્રમાણે પદાર્થને જોડવા પ્રયત્ન કરે, અને પંક્તિના વાસ્તવિક અર્થને જોવામાં ઉપેક્ષા કરે, તો લુપાકની જેમ તેને પણ મિથ્યાત્વના ઉદયની પ્રાપ્તિ થાય. તેથી તત્ત્વજિજ્ઞાસુએ શાસ્ત્રની પંક્તિઓને સમ્યગુ રીતે યોજન કરવા માટે સ્વશક્તિને ગોપવ્યા વગર પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી તત્ત્વરુચિ જીવંત રહે, અને તો જ શાસ્ત્રવચનોથી મિથ્યાત્વની વૃદ્ધિ ન થાય.II૧૪ અવતરણિકા :
अथ स्थितिमभ्युपगम्याप्याह - અવતરણિકાર્ય -
હવે સ્થિતિને સ્વીકારીને પણ=ભગવાનની મૂર્તિની પૂજા દેવભવની સ્થિતિ છે એ પ્રમાણે સ્વીકારીને પણ, ગ્રંથકાર કહે છે - વિશેષાર્થ :
કહેવાનો આશય એ છે કે, પૂર્વશ્લોકમાં નિષેધ કરેલ કે ભગવાનની મૂર્તિની પૂજા દેવભવની સ્થિતિ નથી. હવે દેવભવની સ્થિતિ છે, એ સ્વીકારીને પણ ગ્રંથકાર કહે છે – શ્લોક :
भव्योऽभ्यग्रगबोधिरल्पभवभाक् सदृष्टिराराधको, यश्चोक्तश्चरमोऽर्हता स्थितिरहो सूर्याभनाम्नोऽस्य या । सा कल्पस्थितिवन्न धर्मपरतामत्येति भावाऽन्वयान्
मा कार्युर्घममत्र केऽपि पिशुनैः शब्दान्तरैर्वञ्चिताः ।।१५।। શ્લોકાર્થ :
જે (સૂર્યાભદેવ) ભવ્ય, અભ્યગ્રગબોધિ સુલભબોધિ, અલ્પભવભાક્ર=પરીતસંસારી, સદ્દષ્ટિવાળો–સમીચીન દષ્ટિવાળો=સમ્યગ્દષ્ટિવાળો, જ્ઞાનાદિનો આરાધક, વળી ચરમઅપશ્ચિમ, ભવવાળો, અરિહંત વડે મહાવીરદેવ વડે, કહેવાયો છે. અહો ! આ સૂર્યાભદેવની જે સ્થિતિ તે ભાવાન્વયથી શુભ ભાવના સંબંધથી, કલ્પસ્થિતિની જેમ ધર્મપરતાને ધર્મવ્યવહારવિષયતાને, ઓળંગતી નથી. પિશુન વડે-નીચ વડે લુંપાકો વડે, શબ્દાંતરથી ઠગાયેલા= સ્થિતિ આદિ શબ્દથી ઠગાયેલા, એવા કોઈ પણ અહીંયાં જિનપૂજાને સ્થિતિ સ્વીકારી એમાં, ભ્રમ ન કરો. II૧૫II.