SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલન-સંપાદનની વેળાએ પ્રાથના જિનપ્રતિમાની પ્રાપ્તિ થવાથી કવિરૂપી મયૂર ટહૂકો કરે છે કે, “મારે તો સુષમાથી દુષમા અવસર પુણ્ય નિધાનજી” આનંદઘનજી મહારાજાએ “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહારો'-એ આદિનાથ પરમાત્માના સ્તવનમાં પરમાત્માને પોતાના પ્રિયતમરૂપે સ્થાપી તેમની સાથે મધુર આલાપ-સંલાપ કરતાં છેલ્લે ગાયું કે, “ચિત્તપ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે” તત્ત્વાર્થકારશ્રી ઉમાસ્વાતિજી મહારાજા પણ પ્રતિમાપૂજનનું ફળ ચિત્તસમાધિ કહે છે. આ રીતે જિનપ્રતિમા–સ્થાપનાનિક્ષેપો સાધકને સાધનામાર્ગમાં અતિ ઉપકારક છે. પ્રતિમાશતક ગ્રંથરત્નના પ્રથમ શ્લોકમાં જ જિનેશ્વરની મૂર્તિ કેવી છે ? તેનું વર્ણન કરતાં મહોપાધ્યાયશ્રીજીએ અતિ અદ્ભુત એકેક વિશેષણો આપેલાં છે. તે આ પ્રમાણે – (१) ऐन्द्रश्रेणिनता (२) प्रतापभवनं (३) भव्याङ्गिनेत्रामृतं (४) सिद्धान्तोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता (५) स्फूर्तिमती (६) विस्फुरन्मोहोन्मादघनप्रमादमदिरामत्तैः अनालोकिता जैनेश्वरी मूर्तिः सदा विजयते ।। દરેક શ્લોકમાં અને તેની સ્વોપજ્ઞ ટીકામાં ગ્રંથકારશ્રી મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ એવા એવા અપૂર્વ પદાર્થો આગમપાઠોને યુક્તિપૂર્વક પીરસ્યા છે કે, જાણે આરોગતા જ રહીએ અને એ આરોગીને અપૂર્વ ભાવોલ્લાસની અનુભૂતિમાં રમમાણ બનીએ. મારે તો નાદુરસ્ત તબિયતના કારણે પૂજ્યપાદશ્રીજીની આજ્ઞાનુસાર અમદાવાદ મુકામે સ્થિરતા કરવાનું બન્યું અને તે દરમ્યાન યોગવિષયક-અધ્યાત્મવિષયક ગ્રંથવાચનનો પંડિતવર્યશ્રી પાસે સુયોગ સાંપડ્યો. અંદરમાં તીવ્ર ભાવના તો હતી જ કે યોગવિષયક કાંઈક જાણવા-માણવા મળે; કેમ કે, ગુરુદેવશ્રીની વાચનામાં જ્યારે જ્યારે “યોગ' શબ્દ અગર “યોગમાર્ગનું વર્ણન સાંભળવામાં આવતું ત્યારે ત્યારે એ સાંભળીને ખૂબ આનંદની અનુભૂતિ થતી, અને એ વિષયક સૂક્ષ્મબોધ સાંપડે એવી જિજ્ઞાસા, શુશ્રુષા પેદા થયેલી. તદનુરૂપ આ સુયોગ સાંપડતાં અપૂર્વ ભાવ પેદા થયો અને આવા ઉત્તમ ગ્રંથોના સ્વાધ્યાયના સંગે પ્રસન્નતા જળવાઈ રહી. અત્યાર સુધીમાં જે જે ગ્રંથરત્નોનું વાંચન પંડિતવર્યશ્રી પાસે કર્યું તે (૧) યોગવિંશિકા, (૨) અધ્યાત્મોપનિષત્, (૩) અધ્યાત્મમતપરીક્ષા ભાગ-૧, ૨, ૩, (૪) આરાધક-વિરાધક ચતુર્ભગી, (૫) સમ્યક્ત જસ્થાન ચઉપઈ – તે દરેકના વાચન વખતે નોટ તૈયાર કરેલ, અને સહાધ્યાયી તત્ત્વજિજ્ઞાસુ વર્ગની સતત એક ભાવના રહેતી કે આ નોટ વ્યવસ્થિત ટીકા-ટીકાર્ય-ભાવાર્થરૂપે પુસ્તકાકારે તૈયાર થાય તો અનેક યોગમાર્ગના જિજ્ઞાસુઓને યોગમાર્ગવિષયક બોધ કરવામાં ઉપકારક બને, અને એ દરેકની શુભભાવનાથી ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે આ કાર્ય સંપન્ન થયું. અને આ દરેક ગ્રંથો તૈયાર થતાં યોગ્ય જિજ્ઞાસુઓને મોકલાતા અને એ દરેક તરફથી ખૂબ સુંદર પ્રતિભાવ સાંપડ્યો. મુખ્યતાએ તો સ્વઆત્મકલ્યાણાર્થે નિર્જરાલક્ષી આ પ્રયત્ન રહે, એ જ મનોકામના રહે છે, અને આ જ ઉદ્દેશથી પુનઃ એક
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy