SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલન-સંપાદનની વેળાએ માફકચન બૃહત્કાય મહામહોપાધ્યાયની અણમોલ કૃતિ પ્રતિમાશતક ગ્રંથરત્નના વાચનનો શુભારંભ થયો. ટીકાર્થવિવેચનની સંકલના તૈયાર થતી ગઈ અને તેમાંથી શ્લોક-૧ થી ૨૯નું ટીકા-ટીકાર્થ સહ શબ્દશઃ વિવેચન તૈયાર થવા આવેલ છે, તે પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૧ રૂપે પ્રકાશિત થાય છે. એકેક શ્લોક અને તેની સ્વોપજ્ઞ ટીકામાં એવા એવા સુંદર-સુંદરતા-સુંદરતમ પદાર્થો છે કે, પુનઃ પુનઃ એનું ચિંતન-મનનનિદિધ્યાસન કરી એ પદાર્થોને જીવનમાં આત્મસાત્ બનાવીએ એવું એક ચોક્કસ લક્ષ તો આ ગ્રંથરત્ન વાંચતાં પેદા થાય જ છે. એ પદાર્થોની અપૂર્વતા-ગહનતા માટે વિશેષ લખવાની જરૂર નથી; કેમ કે, શ્લોક-૧ થી ર૯ની વિસ્તૃત અનુક્રમણિકા તૈયાર કરેલ છે, અને શ્લોક-૧ થી ૨૯ની પંડિતવર્યશ્રીની સંકલના પણ તૈયાર કરેલ છે, જે વાંચતાં વાચકવર્ગને સ્વયં જ ગ્રંથમાં રહેલા પદાર્થોની સૂક્ષ્મતાગહનતાનો ખ્યાલ આવશે. વળી, આ ગ્રંથની કાવ્યમય રચના હોવાથી મહોપાધ્યાયશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ આ કાવ્યમાં અનેક અલંકારોનો પ્રયોગ કરેલ છે, અને એ અલંકારોના નિરૂપણ વખતે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય અને મમ્મટના કાવ્યાનુશાસન અને કાવ્યપ્રકાશ ગ્રંથના ઉદ્ધરણો પણ ટાંકેલ છે. આપણે અહીં માત્ર કાવ્યદૃષ્ટિએ પ્રતિમાશતક ગ્રંથરત્નમાં શ્લોક-૧ થી ૨માં કયા કયા શ્લોકોમાં કયા કયા અલંકારો નિરૂપાયેલા છે, તેનો માત્ર નામનિર્દેશ કરીએ છીએ; કેમ કે, તે તે અલંકારોનું નિરૂપણ તો ટીકાર્થ-વિવેચનમાં કરેલ જ છે. શ્લોક-રમાં ઉન્મેક્ષા કે ઉપમા અલંકાર શ્લોક-૩માં સ્વરૂપ ઉભેક્ષા અલંકાર શ્લોક-૪માં રૂપકગર્ભ કે અતિશયોક્તિ અલંકાર શ્લોક-૫માં કાવ્યલિંગ અનુપ્રણિત અતિશયોક્તિ અલંકાર શ્લોક-૮માં ઉપમા અલંકાર શ્લોક-૯માં વ્યતિરેક અલંકાર બ્લોક-૧૦માં વિનોક્તિ, રૂપક, કાવ્યલિંગ અને સંકર અલંકાર શ્લોક-૧૬માં પર્યાયોક્ત અને ગમ્યોત્યેક્ષા અલંકાર શ્લોક-૨૪માં વ્યસ્તરૂપક અલંકાર શ્લોક-૨પમાં વિનોક્તિ અલંકાર શ્લોક-૨૮માં ઉભેંક્ષા અલંકાર આ રીતે તે તે શ્લોકોમાં તે તે અલંકારોનું યોજન ગ્રંથકારશ્રીએ કરેલ છે અને એના દ્વારા ગ્રંથકારશ્રીજીની વિશિષ્ટ કવિત્વશક્તિનું પણ આપણને દર્શન થાય છે.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy