________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાક્રકથન સાથે સાથે યોગમાર્ગમાં અતિ ઉપયોગી એવા અનેક પદાર્થોને પણ આગમપાઠો અને યુક્તિઓ પૂર્વક બતાવેલ છે. વિચારક ખરેખર જો ચિંતન-મનનપૂર્વક આ ગ્રંથરત્નનું વાચન કરે તો અવશ્ય તેને પ્રતિમા પૂજનીય લાગ્યા વગર રહે જ નહિ.
જિનપ્રતિમાના-સ્થાપના નિક્ષેપાના આલંબનના સહારે અનેક ભવ્યાત્માઓ સંસારસાગરથી પાર પામેલા છે, પામે છે અને પામશે.
શઠંભવ બ્રાહ્મણને ચૌદ પૂર્વધર યુગપ્રધાન, શાસનશિરતાજશ્રી શય્યભવસૂરિ બનાવવામાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાનો મહત્ત્વનો ફાળો છે.
છે “ક્તિના તાક્યમનોકરિ ન નિનમન્દિર છે” | આ શબ્દો ઉચ્ચારનાર હરિભદ્ર, પુરોહિતમાંથી યાકિની મહત્તરાના પ્રભાવે આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજા બન્યા ત્યારે વીતરાગની મૂર્તિ જોઈને આ શબ્દો બોલ્યા કે - “મૂર્તિવિ તવાવરે મન્ ! તું ત્વદીતરી તામ્! “આપની મૂર્તિ જ હે ભગવનું ! આપની સ્પષ્ટ વીતરાગતાને કહે છે.”
જ શિવ-વિષ્ણુ વગેરેની પ્રતિમા જોયા પછી વીતરાગની પ્રતિમાનાં દર્શન કરીને ધનપાલ કવિના હૃદયમાંથી “પ્રશમરનિમનું તૃષ્ટિયુમં પ્રસન્ન ” આ શબ્દો સહજ સરી પડેલા.
છે અષ્ટાપદ પર્વત ઉપર પરમાત્મભક્તિમાં એકાકાર થયેલા રાવણે પરમાત્માની ભક્તિ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
જ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અચિંત્ય પ્રભાવથી જરાસંધની જરા નિષ્ફળ ગઈ.
પ્રતિમાના આલંબનથી સાક્ષાત્ પરમાત્માના સામીપ્યની અનુભૂતિ થવાથી ભક્તિથી ભાવવિભોર બનેલા અનેક કવિવર સ્તવનોની પંક્તિમાં લલકારે છે કે,
છે “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગો”........ છે હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં ........ ચિદાનંદકી મોજ મચી હૈ, સમતારસકે પાનમેં.....
વાચક જશ કહે મોહ મહા અરિ, જીત લીયો હૈ મેદાનમેં..... મહોપાધ્યાયશ્રી યશોવિજયજી કવિવરના હૈયાના આ શબ્દો છે. કલિકાલના જીવોનું ઝેર ઉતારનાર જિનબિંબ અને જિનાગમ છે, એ જ ગાતાં કવિવરશ્રી કહે
તેહનું ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમ તુજ બિંબજી......