SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલન-સંપાદનની વેળાએ માફકથન પ્રતિમાશતક ગ્રંથરત્નના સંકલન-સંપાદનની વેળાએ પ્રાકકથન આજથી લગભગ ૩૧૪ વર્ષો પૂર્વે યશદેહે થયેલા અણમોલ વિશ્વરત્ન, સરસ્વતીપુત્ર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાની સ્વનિર્મિત સ્વોપલ્લવૃત્તિયુક્ત એક અમૂલ્ય કૃતિરૂપ આ પ્રતિમાશતક ગ્રંથરત્ન છે. આ પ્રતિમાશતક ગ્રંથ અરિહંતની પ્રતિમાને અરિહંતતત્ત્વ સાથેના સીધા સંપર્ક માટે પવિત્રતમશ્રેષ્ઠતમ સદાલંબન તરીકે સિદ્ધ કરે છે. જિનપૂજા-પ્રતિમાઅર્ચન-દ્રવ્યસ્તવ એ આગમમાન્ય યોગ છે, એ વાત, સોથી અધિક ગ્રંથોનાઆગમોના, ચારસોથી અધિક સાક્ષીપાઠોથી છલકાતા પ્રતિમાશતક ગ્રંથરત્નનો અભ્યાસ કરવાથી જ્ઞાત થાય છે. દુષમકાળે જિનબિંબ જિનાગમ ભવિયણકું આધાર” - આ પૂજાની પંક્તિ, પરમાત્મમય બનવાના મુખ્ય આલંબન તરીકે પ્રતિમાને ગણાવે છે. પ્રતિમાના સદાલંબનથી સાક્ષાત્ પરમાત્માના સામીપ્યની અનુભૂતિ થાય છે. સદાલંબન માટે જિનપ્રતિમાની આ મહત્તા સમજીને જ મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ પ્રતિમાશતક ગ્રંથરત્નની રચના કરેલ છે. જિનપ્રતિમાની પૂજ્યતા સાબિત કરવા રચાયેલો આ ગ્રંથ વાદગ્રંથ છે કે કાવ્યગ્રંથ છે કે ન્યાયપ્રધાન છે કે તર્કપ્રધાન છે કે અલંકારપ્રધાન છે કે આગમપ્રધાન છે કે ભક્તિપ્રધાન છે કે યોગપ્રધાન છે, એનો નિર્ણય સુજ્ઞ વાચકજનો આ ગ્રંથની વાનગીને આરોગીને સ્વયં કરે એ જ શ્રેષ્ઠ ગણાશે. સકલાઈતું સ્તોત્રકાર કવિવરશ્રી કહે છે કે, नामाकृतिद्रव्यभावैर्युनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।। સર્વ ક્ષેત્ર અને સર્વકાળમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરતા અરિહંતની અમે ઉપાસના કરીએ છીએ. જૈન સિદ્ધાંતમાં ચાર નિક્ષેપાનું વર્ણન કરેલ છે. (૧) નામનિક્ષેપ, (૨) સ્થાપનાનિક્ષેપ, (૩) દ્રવ્યનિક્ષેપ અને (૪) ભાવનિક્ષેપ. આ ચાર નિક્ષેપાની અંતર્ગત સ્થાપનાનિક્ષેપાને સ્થાનકવાસી-લુંપાકો સ્વીકારતા નથી, સ્થાપનાને તેઓ પૂજનીય માનતા નથી. તે મૂર્તિપૂજાના વિરોધી કુમતિગ્રસ્ત એવા લુંપાકોને સ્થાપનાનિપાનીજિનપ્રતિમાની પૂજનીયતા સમજાવવા અને મૂર્તિપૂજકોને પણ જિનપ્રતિમા કઈ રીતે આરાધવાથી પૂજનીય બને છે ? પ્રતિમાપૂજનનું ફળ શું ? પ્રતિમાપૂજનની-દ્રવ્યસ્તવની વિશેષતા શું ? આદિ અનેક પદાર્થો, આગમપાઠો અને યુક્તિઓ પૂર્વક આ પ્રતિમાશતક ગ્રંથરત્નમાં મહોપાધ્યાયશ્રીજીએ બતાવેલ છે, અને
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy