________________
૧૪૪
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ પણ ત્રણે લોકપાલનું જાણવું, તથા જેઓ દક્ષિણ બાજુના ઈંદ્રો છે, તેઓની (વિગત) ધરણેન્દ્રની જેમ જાણવી. તેઓના લોકપાલોની પણ જે પ્રમાણે ધરણના લોકપાલમાં કહ્યું, તે પ્રમાણે વિગત જાણવી. ઉત્તર બાજુના ઈંદ્રોની વિગત) ભૂતાનંદની જેમ જાણવી. તેઓના લોકપાલોની પણ જે પ્રમાણે ભૂતાનંદના લોકપાલની વિગત કહી તે પ્રમાણે જાણવી. ફક્ત સર્વે ઈંદ્રોના સદશ નામવાળી રાજધાનીઓ અને સિહાસનો જાણવાં. પરિવાર જે પ્રમાણે ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યો છે, તે મુજબ જાણવો. સર્વે લોકપાલોની રાજધાની અને સિહાસનો સદેશ નામવાળાં જાણવાં. પરિવાર જે પ્રમાણે ચમરના લોકપાલોનો કહ્યો તે મુજબ જાણવો.
હે ભગવંત ! પિશાચેંદ્ર પિશાચરાજ કાલને કેટલી અગ્રમહિષીઓ કહેલી છે? હે આર્ય ! ચાર અગ્રમહિષીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) કમલા (૨) કમલપ્રભા (૩) ઉત્પલા અને (૪) સુદર્શના. ત્યાં એક એક દેવીનો એક એક હજાર દેવીઓનો પરિવાર છે. તે એક એક દેવી અન્ય એક એક હજાર દેવીઓને વિતુર્વવા સમર્થ છે. બાકીનું જે પ્રમાણે ચમર લોકપાલનું કહ્યું તે પ્રમાણે જાણવું. પરિવાર પણ તે પ્રમાણે જ જાણવો. ફક્ત કાલા રાજધાની કાલ સિહાસન ઉપર કહેવું. બાકીનું તે પ્રમાણે જ ચમર લોકપાલ પ્રમાણે જ જાણવું. એ પ્રમાણે મહાકાલનું પણ જાણવું.
હે ભગવંત ! ભૂતેજ સુરૂપને પૃચ્છા=કેટલી પટ્ટરાણીઓ કહેલી છે? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) રૂપવતી (૨) બહુરૂપા (૩) સુરૂપા અને (૪) સુભગા. ત્યાં એક એક દેવીનો પરિવાર ઈત્યાદિ) શેષ જે પ્રમાણે કાલનું કહ્યું. તે પ્રમાણે જાણવું. એ પ્રમાણે પ્રતિરૂપનું પણ કહેવું.
હે ભગવંત ! યહેંદ્ર પૂર્ણભદ્રને પૃચ્છા=કેટલી પટ્ટરાણીઓ છે? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય ! ચાર અગ્રમહિષીઓ છે. તે આ પ્રમાણે - (૧) પુણ્યા (૨) બહુપુત્રિકા (૩) ઉત્તમ અને (૪) તારકા. ત્યાં એક એક દેવીનો પરિવાર ઈત્યાદિ શેષ જે પ્રમાણે કાલનું કહ્યું. તે પ્રમાણે જાણવું. એ પ્રમાણે માણિભદ્રનું પણ કહેવું.
હે ભગવંત ! રાક્ષસેંદ્ર ભીમને પૃચ્છા=કેટલી પટ્ટરાણીઓ કહેલી છે? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય! ચાર અગ્રમહિષીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) પબા (૨) પદ્માવતી (૩) કનકા અને (૪) રત્નપ્રભા. ત્યાં એક એક દેવીનો પરિવાર ઈત્યાદિ બાકીનું જે પ્રમાણે કાલનું કહ્યું તે પ્રમાણે જાણવું. એ પ્રમાણે મહાભીમનું પણ કહેવું.
હે ભગવંત ! કિવરની પૃચ્છા કેટલી પટ્ટરાણીઓ કહેલી છે ? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય ! ચાર અગ્રમહિષીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) વતિસા (૨) કેતુમતી (૩) રતિસેના અને (૪) રતિપ્રિયા. ત્યાં એક એક દેવીનો પરિવાર ઈત્યાદિ બાકીનું તે પ્રમાણે જ=કાલની જેમ જ જાણવું. એ પ્રમાણે કિંગુરુષનું પણ કહેવું.
સપુરુષની પૃચ્છા=હે ભગવંત ! સત્પરુષને કેટલી પટ્ટરાણીઓ કહેલી છે ? હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) રોહિણી (૨) નવમિકા (૩) હી અને (૪) પુષ્પાવતી. ત્યાં એક એક દેવીનો પરિવાર ઈત્યાદિ બાકીનું તે પ્રમાણે જ=કાલની જેમ જ જાણવું. એ પ્રમાણે મહાપુરુષનું પણ કહેવું.
અતિકાયની પૃચ્છા=હે ભગવંત ! અતિકાયને કેટલી વટ્ટરાણીઓ કહેલી છે ? હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) ભુયંગા (૨) ભુયંગવતી (૩) મહાકચ્છા અને (૪) સ્કૂટા. બાકીનું તે પ્રમાણે જ - કાલની જેમ જ જાણવું. એ પ્રમાણે મહાકાયનું પણ કહેવું.
ગીતરતિની પૃચ્છા=હે ભગવંત! ગીતરતિને કેટલી પટ્ટરાણીઓ કહેલી છે ? હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) સુઘોષા (૨) વિમલા (૩) સુસ્વરા અને (૪) સરસ્વતી. ત્યાં એક એક દેવીનો પરિવાર