________________
પ્રતિમાશતકશ્લોક : ૧૦
૧૪૩ હે ભગવંત ! ચમરના યમ મહારાજાની (લોકપાળની) કેટલી અગ્રમહિણીઓ કહેલી છે ? એ પ્રમાણે= સોમની જેમ જ જાણવું. ફક્ત યમ નામની રાજધાની કહેવી, બાકીનું સોમ લોકપાળની જેમ જાણવું. એ પ્રમાણે વરુણ લોકપાળનું પણ જાણવું, ફક્ત વરુણ નામની રાજધાની કહેવી. એ પ્રમાણે વૈશ્રમણનું પણ જાણવું, ફક્ત વૈશ્રમણ નામની રાજધાની કહેવી. બાકીનું તે પ્રમાણે જ યાવત્ મૈથુન સેવવા સમર્થ નથી.
હે ભગવંત ! વૈરોચનેંદ્ર બલીને પૃચ્છા=કેટલી પટ્ટરાણી કહેલી છે ? હે આર્ય ! પાંચ પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) શુભા (૨) નિશુંભા (૩) રંભા (૪) નિરંભા અને (૫) મદના. ત્યાં એક એક દેવીનો આઠ આઠ હજારનો પરિવાર, બાકીનું જે પ્રમાણે ચમરેદ્રનું કહ્યું તે પ્રમાણે જાણવું. ફક્ત બલિચંચા નામની રાજધાની કહેવી અને પરિવાર જે પ્રમાણે મોબા=ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યો તે મુજબ જાણવો. બાકીનું તે પ્રમાણે જ = ચમરેંદ્રમાં કહ્યા પ્રમાણે જ યાવત્ મૈથુન સેવવા સમર્થ નથી.
હે ભગવંત ! વૈરોચનેંદ્ર વૈરોચન રાજા બલીન્દ્રના સોમ મહારાજાની (લોકપાળની) કેટલી અગ્રમહિષીઓ કહેલી છે ? હે આર્ય ! ચાર અગ્રમહિષીઓ કહેલી છે; તે આ પ્રમાણે - (૧) મીણગા (૨) સુભદ્રા (૩) વિજયા અને (૪) અસની. ત્યાં એક એક દેવીનો પરિવાર વગેરે શેષ ચમરના સોમ લોકપાળની જેમ જાણવું. એ પ્રમાણે યાવત વૈશ્રમણ સુધી કહેવું.
હે ભગવંત ! નાગકુમારેંદ્ર નાગકુમાર રાજા ધરણેને કેટલી અગ્રમહિષીઓ કહેલી છે ? હે આર્ય ! છ અમહિષીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) ઈલા (૨) શુક્કા (૩) સદારા (૪) સોદામિણી (૫) ઈંદ્રા અને (૬). ઘનવિધુતા તથા એક એક દેવીનો છ છ હજાર પરિવાર છે.
હે ભગવંત ! તે એક એક દેવી અન્ય છ છ હજાર દેવીઓના પરિવારને વિદુર્વવા સમર્થ છે? ઉત્તર : એ પ્રમાણે છે. સર્વ મળીને કુલ છત્રીસ હજાર દેવીઓ તે તેનો વર્ગ–પરિવાર છે. હે ભગવંત ! તે ધરણ સમર્થ છે ઈત્યાદિ તે પ્રમાણે જ=ચમરની જેમ જ જાણવું. ફક્ત ધરણા રાજધાની, ધરણ સિહાસન ઉપર કહેવું. તો પરિવારો=ઘરાય ત્વઃ પરિવારો વાર્થ =ધરણનો તે પરિવાર કહેવો. (તે આ પ્રમાણે - છ હજાર સામાનિક દેવો સાથે, સાત સેનાધિપતિ સાથે, ચોવીસ હજાર આત્મરક્ષક દેવો સાથે અને બીજા ઘણા નાગકુમાર દેવદેવીઓ સાથે પરિવરેલો એ પ્રમાણે જીવાભિગમમાં કહેલું છે, તેમ જાણવું) બાકીનું તે પ્રમાણે જ ચમરની જેમ જ જાણવું.
હે ભગવંત ! નાગકુમારેંદ્ર ધરણના કાલવાલ લોકપાલ મહારાજાની કેટલી અગ્રમહિષીઓ કહેલી છે? હે આર્ય ! ચાર અગ્રમહિષીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) અશોકા (૨) વિમલા (૩) સુપ્રભા અને (૪) સુદર્શના. ત્યાં એક એક દેવીનો પરિવાર વગેરે શેષ જે પ્રમાણે ચમરના લોકપાલનું કહ્યું, તેમ જાણવું, અને બાકીના ત્રણ લોકપાલનું પણ જાણવું.
હે ભગવંત ! ભૂતાનંદને પૃચ્છા=કેટલી પટ્ટરાણીઓ છે? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય ! છ પટ્ટરાણીઓ છે. તે આ પ્રમાણે - (૧) રૂપા (૨) રૂપશા (૩) સુરૂપ () રૂપકાવતી (૫) રૂપકતા અને (૬) રૂપપ્રભા. ત્યાં એક એક દેવીનો પરિવાર વગેરે બાકીની વિગત ધરણેન્દ્ર મુજબ જાણવી.
હે ભગવંત ! ભૂતાનંદના નાગવિત્ત લોકપાળની (ચિત્ત લોકપાળની) પૃચ્છા કેટલી પટ્ટરાણીઓ કહેલી છે? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) સુનંદા (૨) સુભદ્રા (૩) સુજાતા અને (૪) સુમણા. ત્યાં એક એક દેવીનો પરિવાર વગેરે બાકીનું ચમરના લોકપાળની જેમ જાણવું. એ પ્રમાણે બાકીના