________________
૧૪૨
પ્રતિમાશતક/ બ્લોક : ૧૦ ટીકાર્ય :
અહીંયાં=જ્યાં ભગવાનની મૂર્તિરૂપ (અસદ્ભાવસ્થાપનારૂપ) હાડકાંઓની આશાતનાનો હંમેશાં ત્યાગ કરાય છે, તે સભા સુધર્માસભા તરીકે પ્રખ્યાત છે, એ પ્રમાણે અવર્થવિચારણા કહી. અહીંયાં, આલાપક આ પ્રમાણે -
હે ભગવંત ! અસુરેન્દ્ર, અસુરકુમારરાજા ચમરેજને કેટલી અગ્રમહિષીઓ પટ્ટરાણીઓ કહેલી છે ? તે આર્ય ! પાંચ અગ્રમહિષીઓ કહેલી છે. તે આ પ્રમાણે :- (૧) કાલી (૨) રાયી (૩) રયણી (૪) વિદ્યુત્ અને (૫)
મેઘા. ત્યાં એક એક દેવીનો આઠ-આઠ હજાર પરિવાર કહેલો છે. હે ભગવંત ! તેઓ એક એક દેવીઓ અન્ય આઠ : આઠ હજાર દેવીઓના પરિવારને વિદુર્વવા માટે સમર્થ છે ?
એ પ્રમાણે જ છે અર્થાત્ વિદુર્વવા માટે સમર્થ છે. સજુબાવરેvi=સર્વે મળીને કુલ ચાલીસ હજાર દેવીઓ તે તેનો વર્ગ પરિવાર, છે.
હે ભગવંત ! અસુરેંદ્ર, અસુરકુમારરાજ ચમરેજ ચમરચંચા રાજધાનીમાં સુધર્માસભામાં ચમર સિહાસન ઉપર પરિવારની સાથે દિવ્ય ભોગોને ભોગવતો વિહરવા માટે સમર્થ છે ? તે અર્થ માટે સમર્થ નથી. હે ભગવંત ! તે કયા અર્થથી આ પ્રમાણે કહ્યું છે કે અસુરેંદ્ર, અસુરરાજા ચમરેંદ્ર ચમચંચા રાજધાનીમાં યાવત્ વિહરવા માટે સમર્થ નથી ? હે આર્ય ! અસુરેંદ્ર, અસુરકુમારરાજાની ચમચંચા રાજધાનીમાં, સુધર્માસભામાં, માણવકચૈત્યસ્તંભમાં વજમય ગોળાકાર દાભડાઓમાં ઘણા જિનેશ્વરોનાં અસ્થિઓ સ્થાપન કરાયેલાં રહે છે, જે અસ્થિઓ અસુરેંદ્ર, અસુરકુમારરાજ ચમરને અને અન્ય ઘણા અસુરકુમારના દેવદેવીઓને સ્તુતિઓ વડે વંદનીય, પ્રણામથી નમસ્કરણીય, પુષ્પો વડે પૂજનીય, વસ્ત્રાદિ વડે સત્કાર કરવા યોગ્ય, પ્રતિપત્તિવિશેષ વડે સન્માન કરવા યોગ્ય, કલ્યાણકારી, મંગલકારી, દિવ્યચૈત્ય પર્યાપાસના કરવા યોગ્ય છે. તેઓની આ અસ્થિઓની, સમક્ષ (ભોગ ભોગવવા) સમર્થ નથી, તે અર્થથી હે આર્ય ! એ પ્રમાણે કહેવાય છે કે, ચમર યાવત (ભોગ ભોગવતો) વિહરવા માટે સમર્થ નથી. તે આર્ય ! ચમર અસુરેંદ્ર યાવત્ સિહાસન ઉપર ચોસઠ હજાર સામાજિક દેવો, ત્રાયસ્ત્રિશત્ દેવો યાવત્ અને બીજા અનેક અસુરકુમાર દેવદેવીઓની સાથે પરિવરેલો, મોટા અચ્છિત અથવા આખ્યાનક સાથે પ્રતિબદ્ધ યાવત્ શબ્દથી નાટક, ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલના શેષ વાજિત્રના મેઘ સમાન ધ્વનિવાળા મૃદંગના પટુ હોશિયાર પુરુષ વડે વગાડાયેલ જે રવ= અવાજ, વડે દિવ્ય ભોગોને ભોગવતો, કેવલ પરિચારણા સ્ત્રીશબ્દશ્રવણરૂપ અને સ્ત્રીસંદર્શનરૂપ ઋદ્ધિ તે ઋદ્ધિ વડે અથવા સ્ત્રી પરિવાર પરિચારણરૂપ ઋદ્ધિરૂપી ભોગ ભોગવતો વિહરવા સમર્થ છે, પણ મૈથુન સેવન કરવા (સમર્થ) નથી જ. II સૂ. ૪૦૫ II.
હે ભગવંત ! અસુરેંદ્ર. અસુરરાજ ચમરના સોમ નામના મહારાજાને (લોકપાળને) કેટલી અગ્રમહિષીઓ કહેલી છે ? હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) કનકા (૨) કનકલતા (૩) ચિત્રગુપ્તા અને (૪) વસુંધરા. ત્યાં એક એક દેવીનો એકેક હજાર દેવીઓનો પરિવાર છે અને તે ચાર દેવીઓ અન્ય એક એક હજાર દેવીના પરિવારને વિક્ર્વવા સમર્થ છે ? એ પ્રમાણે જ છે=વિકુર્વવા માટે સમર્થ છે, ચાર હજાર દેવીઓ તે તેનો વર્ગ છે.
હે ભગવંત ! અસુરેંદ્ર, અસુરકુમારરાજ ચમરેંદ્રનો સોમ નામનો મહારાજા (લોકપાળ) સોમા રાજધાનીમાં, સુધર્માસભામાં, સોમસિહાસન ઉપર પરિવારની સાથે... બાકીની વિગત ચમરેંદ્રની જેમ (સમજી લેવી.) ફક્ત પરિવાર સૂર્યાભદેવની જેમ જાણવો. બાકીનું તે પ્રમાણે જ સમજવું, યાવત મૈથુન સેવવા સમર્થ નથી.