________________
૧૪૫
પ્રતિમાશતક/ શ્લોક : ૧૦. ઈત્યાદિ બાકીનું તે પ્રમાણે જ=કાલની જેમ જ જાણવું. એ પ્રમાણે ગીતયશનું પણ કહેવું.
આ સર્વેની=બંતરેંદ્રોની, વિગત જે પ્રમાણે કાલની તે પ્રમાણે જાણવી. ફક્ત રાજધાની અને સિહાસનો સંદેશ રામવાળાંપોતપોતાના નામ મુજબ, જાણવાં અને શેષ તે પ્રમાણે જ જાણવું.
હે ભગવંત ! જ્યોતિર્ષેદ્ર, જ્યોતિષરાજ ચંદ્રને પૃચ્છા કેટલી પટ્ટરાણીઓ છે? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) ચંદ્રપ્રભા (૨) દોસિનાભા (૩) અચિમાળી અને (૪) પ્રભંકરા - એ પ્રમાણે જેમ જીવાભિગમમાં જ્યોતિષ ઉદ્દેશામાં કહેલું છે, તે પ્રમાણે જ જાણવું.
સૂર્યને પણ - (૧) સૂર્યપ્રભા (૨) આદિત્યા (૩) અચિમાળી અને (૪) પ્રશંકરા. શેષ તે પ્રમાણે જ જાણવું. થાવત્ મૈથુન સેવવા સમર્થ નથી.
ઈંગાલ મહાગ્રહની=મંગળ મહાગ્રહની, પૃચ્છા=હે ભગવંત ! મંગળ મહાગ્રહને કેટલી પટ્ટરાણીઓ છે ? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) વિજયા (૨) વૈજયંતી (૩) જયંતી અને (૪) અપરાજિતા. ત્યાં એક એક દેવીનો પરિવાર ઈત્યાદિ બાકીનું જે પ્રમાણે ચંદ્રનું કહ્યું તે પ્રમાણે જ જાણવું. ફક્ત ઈંગાલવતંસક વિમાન અને ઈંગાલ નામના સિહાસન ઉપર કહેવું. બાકીનું તે પ્રમાણે જ જાણવું. એ પ્રમાણે યાવત્ વિચાલકનું પણ કહેવું. એ પ્રમાણે યાવત્ ભાવકેતુ સુધીના અક્યાશીએ પણ મહાગ્રહોનું કહેવું. ફક્ત વતંસકો અને સિહાસનો તેમના નામ સરખા નામવાળાં કહેવાં. બાકીનું તે પ્રમાણે જચંદ્ર પ્રમાણે જ. જાણવું.
- હે ભગવંત ! દેવેન્દ્ર દેવરાજા શક્રને પૃચ્છા=કેટલી પટ્ટરાણીઓ કહેલી છે ? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય ! આઠ પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) પન્ના (૨) શિવા (૩) સૂચિ (૪) અંજુ (૫) અમળા (૬) અપ્સરા (૭) નવમિકા અને (૮) રોહિણી તથા એક એક દેવીનો સોળ-સોળ હજાર દેવીઓનો પરિવાર કહેલો છે. તે આઠમાંથી એક એક દેવી અન્ય સોળ હજાર દેવીઓના પરિવારને વિદુર્વવા સમર્થ છે? હા, એ પ્રમાણે જ છે. (કુલ) સર્વ મળીને એક લાખ અઠ્ઠાવીસ હજાર દેવીઓના પરિવારને વિદુર્વવા સમર્થ છે. તે તેનો વર્ગ=પરિવાર છે. તે ભગવંત ! દેવેંદ્ર દેવરાજા શક્ર સૌધર્મકલ્પમાં, સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્માસભામાં શક્ર સિહાસન ઉપર પરિવારની સાથે, બાકીનું જે પ્રમાણે ચમરનું કહ્યું તે પ્રમાણે જાણવું. ફક્ત પરિવાર ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશક મુજબ જાણવો.
હે ભગવંત ! દેવેંદ્ર દેવરાજા શક્રના સોમ મહારાજાને (લોકપાળને) કેટલી અગ્રમહિષીઓ છે? એ પ્રમાણે પૃચ્છા=પ્રશ્ન કરવો. હે આર્ય ! ચાર અગ્રમહિણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) રોહિણી (૨) મદના ૩) ચિત્રા અને (૪) સોમા. ત્યાં એક એકનો પરિવાર શેષ જે પ્રમાણે ચમર લોકપાલનું કહ્યું, તે મુજબ જાણવું. ફક્ત સ્વયંપ્રભ વિમાનમાં, સુધર્માસભામાં, સોમ નામના સિંહાસન ઉપર કહેવું. બાકીનું તે પ્રમાણે જ ચાર લોકપાલ પ્રમાણે જ. જાણવું. એ પ્રમાણે યાવત્ વૈશ્રમણનું કહેવું. ફક્ત વિમાનો જે પ્રમાણે ત્રીજા શતકમાં કહ્યાં છે, તે પ્રમાણે કહેવાં.
હે ભગવંત ! ઈશાનેંદ્રની પૃચ્છા=ઈશાનેંદ્રને કેટલી પટ્ટરાણીઓ કહેલી છે ? હે આર્ય ! ઈશાનેંદ્રને આઠ પટ્ટરાણીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) કૃષ્ણા (૨) કૃષ્ણરાજી (૩) રામા (૪) રામરણિતા (૫) વસુ (૬) વસુગુપ્તા (૭) વસુમિત્રા અને (૮) વસુંધરા. ત્યાં એક એક દેવીનો પરિવાર, બાકીનું જે પ્રમાણે શક્રનું કહ્યું, તે પ્રમાણે જાણવું. હે ભગવંત ! દેવેંદ્ર ઈશાનના સોમ મહારાજાને (લોકપાળને) કેટલી અગ્રમહિષીઓ છે? એ પ્રમાણે પૃચ્છા કરવી. હે આર્ય ! ચાર અગ્રમહિષીઓ કહેલી છે. તે આ પ્રમાણે - (૧) પૃથ્વી (૨) રાજી (૩) રજની અને (૪) વિદ્યુતા. ત્યાં બાકીનું શક્રના લોકપાલની જેમ કહેવું. એ પ્રમાણે યાવત્ વરુણનું કહેવું. ફક્ત વિમાન જે પ્રમાણે ચોથા ઉદ્દેશામાં કહેલ