________________
૧૩૪
પ્રતિમાશતક, શ્લોક : ૯ ટીકાર્ય :
૩૫સંદરે ..... નુયાર્થિનઃ | ઉપસંહારમાં ચૈત્યપદની વિસ્મૃતિથી સંભ્રમને કારણે ભૂતપણું દોષરૂપ નથી. જેમ “ના માં સંસ્કૃત્યારી’ . પગને સ્પર્શ ન કરો ન કરો, એ પ્રકારે અલંકારને અનુસરનારા કહે છે. વિશેષાર્થ :
“મા મા સંસ્કૃત પો’ આ પ્રયોગમાં ‘મન’ પદની અપેક્ષા રહે છે, તેનાથી અપેક્ષિત અર્થ પ્રાપ્ત થઈ શકે છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે, મારા બે પગોને તમે સ્પર્શ ન કરો, ન કરો. આ રીતે “મન' પદનો પ્રયોગ કરીએ તો જ શાબ્દબોધ થાય. પરંતુ બે પગોને સંસ્પર્શ કર નહિ, એટલું જ કથન એ પ્રયોગમાં છે. પરંતુ કોના પગોને સંસ્પર્શ કર નહિ, એ આકાંક્ષા ત્યાં રહે છે, પણ સંભ્રમને કારણે તે વચનપ્રયોગ કરાયેલ નથી, અર્થાત્ બોલનારને સંભ્રમ થવાથી તે પ્રયોગ કરેલ નથી. તે બતાવવા અર્થે કાવ્યમાં તેવો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેથી ત્યાં ન્યૂનપણું દોષરૂપ નથી. એ રીતે પ્રસ્તુત ભગવતીના આલાપકમાં શુક્ર મહારાજાને ઉપસર્ગ થવાનો ભય થવાને કારણે સંભ્રમ હોવાથી ચૈત્યપદનો પ્રયોગ શક્રને વિસ્મૃત થયેલ છે, તે બતાવવા અર્થે ભગવતીના પાઠમાં ઉપસંહારકાળમાં ચૈત્યપદ ગ્રહણ કરેલ નથી, એ પ્રકારે અલંકારને અનુસરનારાઓ કહે છે. અર્થાત્ ભગવતીના પાઠમાં આ અલંકારિક પ્રયોગ છે, એમ જોનારાઓ કહે છે. ટીકાર્ય :
મહાવીરસ્ય ..... ત્યજે II મહાવીરની જ આશાતનાની ઉત્કટ કોટિસંશયરૂપ સંભાવનાને આશ્રયીને આશાતનાદ્વયતા સમાવેશનું તાત્પર્ય હોવાથી અદોષ છે, એ પ્રમાણે અન્ય કહે છે. I૯ll વિશેષાર્થ :
ચમરેન્દ્રની પાછળ ઈન્દ્ર મૂકેલ વજથી મહાવીર ભગવાનની આશાતના થાય, અને તેનાથી આશાતનાદ્રયની પ્રાપ્તિ થાય. કેમ કે, વીર પરમાત્મા દ્રવ્ય તીર્થંકર હતા અને ભાવિતાત્મા અણગાર પણ હતા. તેથી ત્યાં આશાતનાઢયના સમાવેશનું તાત્પર્ય હોવાના કારણે ઉપસંહારમાં ચૈત્યપદ ગ્રહણ ન કરતાં અરિહંત અને અણગાર એ બેને ગ્રહણ કરેલ છે, તેમાં દોષ નથી. તે આ રીતે -
ઈન્દ્ર મૂકેલા વજથી ભગવાનની આશાતનાની સંભાવના છે. કેમ કે, જો તે વજ ચમરેન્દ્રને લાગે, તો ભગવાન મહાવીરના શરણને ગ્રહણ કરીને તે આવેલ હોવાથી ભગવાનની આશાતના પ્રાપ્ત થાય. પરંતુ અમરેન્દ્રને વજ ઈજા કરે તેની પૂર્વે વજને ગ્રહણ કરી લેવામાં આવે, તો આશાતના થાય નહિ. આમ, આ આશાતનાની સંભાવના અને અસંભાવના એમ બે કોટિ પ્રાપ્ત થાય. તેથી તે આશાતનાની સંભાવના સંશયરૂપ છે, આમ છતાં તે સંભાવના પણ ઉત્કટ કોટિની છે. કેમ કે, પોતાનાથી મુકાયેલું વજ ક્યારેય નિષ્ફળ જાય નહિ, તેથી ચમરેન્દ્રને ઈજા થયા પહેલાં વજનું સંવરણ ન થાય તો અવશ્ય આશાતના થવાની. તેથી સંશયરૂપ સંભાવના ઉત્કટ કોટિની છે, અને તેને આશ્રયીને આશાતનાઢયને ગ્રહણ કરેલ છે. એ પ્રકારનું સમાધાન અન્ય કોઈ કરે છે. ll