________________
પ્રતિમાશતક | શ્લોક : ૯
૧૩૩
મૂઢકલ્પિત અર્થ નિરસ્ત જાણવો. કેમ કે, દ્રવ્યઅરિહંતોને કેવલજ્ઞાનનો અભાવ હોવાથી અરિહંતથી પૃથક્ એવા તેઓના જ્ઞાનનું ગ્રહણ કરાયે છતે, સાધુથી પૃથક્ એવા સાધુના જ્ઞાનના ગ્રહણની આપત્તિ આવશે.
વિશેષાર્થ ઃ
પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, ભગવતીમાં અરિહંત, અરિહંતચૈત્યો અને ભાવિતાત્મા અણગાર એ ત્રણને શરણ ક૨વા યોગ્ય કહેલ છે, તેમાં અરિહંતો, અરિહંતચૈત્યપદથી વાચ્ય અરિહંતોનું જ્ઞાન અને ભાવિતાત્મા અણગાર એ ત્રણ શરણ કરવા યોગ્ય છે. એ પૂર્વપક્ષીના કથનનો નિરાસ, પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યઅરિહંત અને ભાવઅરિહંત બંને શરણીય છે, આથી જ ચમરેન્દ્રે છદ્મસ્થકાલિક એવા દ્રવ્યઅરિહંતનું શરણ કરેલ છે, તેનાથી થઈ જાય છે. કેમ કે, દ્રવ્યઅરિહંતોને કેવલજ્ઞાનનો અભાવ હોવાથી અરિહંતથી પૃથક્ એવા તેઓના જ્ઞાનનું ગ્રહણ કરાયે છતે, સાધુથી પૃથક્ એવા સાધુના જ્ઞાનના ગ્રહણની આપત્તિ આવે.
અરિહંતથી પૃથગૂ તેમનું જ્ઞાન ગ્રહણ કરીને અરિહંતચૈત્યોનો અર્થ અરિહંતનું જ્ઞાન કરવામાં આવે, તો સાધુથી પૃથક્ તેમના જ્ઞાનને ગ્રહણ કરીને ચારનું શરણ સ્વીકારવું પડે. ત્યાં પૂર્વપક્ષી કહે કે, અરિહંતને કેવલજ્ઞાન છે, જ્યારે સાધુને કેવલજ્ઞાન નથી. તેથી અરિહંતચૈત્યનો અર્થ અરિહંતનું કેવલજ્ઞાન એ પ્રમાણે કરીએ તો ત્રણ શરણ કરવા યોગ્ય પ્રાપ્ત થાય, તે આ રીતે - (૧) અરિહંત, (૨) અરિહંતનું કેવલજ્ઞાન અને (૩) સાધુ. પરંતુ સાધુનું જ્ઞાન કેવલજ્ઞાનરૂપ નહિ હોવાથી તે શ૨ણ ક૨વા યોગ્ય બને નહિ. તેથી ગ્રંથકાર કહે છે કે, જેમ ભાવઅરિહંત શરણીય છે તેમ દ્રવ્યઅરિહંત પણ શરણીય છે; અને દ્રવ્યઅરિહંતને કેવલજ્ઞાન નથી, તેથી અરિહંતચૈત્યપદથી ફક્ત કેવલજ્ઞાન પ્રાપ્ત થાય નહિ, પરંતુ અરિહંતનું કેવલજ્ઞાન અને છદ્મસ્થ જ્ઞાન બંને પ્રાપ્ત થાય. અને અરિહંતથી પૃથગ્ જો તેમનું જ્ઞાન ગ્રહણ કરવામાં આવે તો સાધુથી પૃથગ્ સાધુનું જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. તેથી ચાર શરણ કરવા યોગ્ય બને. તેથી અરિહંતચૈત્યથી જ્ઞાન ગ્રહણ થઈ શકે નહિ.
ટીકાર્ય ઃ
तथा च ...... વિચિવેતત્ । અને તે પ્રમાણે અરિહંત, અરિહંતચૈત્યો=અરિહંતનું જ્ઞાન, ભાવિતાત્મા અણગાર અને અણગારચૈત્યો=અણગારનું જ્ઞાન, એ પ્રકારે પાઠની આપત્તિ હોવાથી આ પ્રમાણે આ=ચૈત્ય શબ્દનો જ્ઞાત અર્થ કરવો એ, અકિંચિત્કર છે.
ઉત્થાન :
પૂર્વમાં પૂર્વપક્ષીએ પ્રશ્ન કરેલો કે, તો પછી વિરોધના પરિહારનો ઉપાય શું ? ત્યાં ગ્રંથકારે સમાધાન કર્યું કે, ઉપસંહાર વચનમાં અરિહંતચૈત્યની આશાતનાની અરિહંતની આશાતનામાં જ અંતર્ભાવની વિવક્ષા છે. એ રીતે સમાધાન આપ્યા પછી અન્ય રીતે સમાધાન આપતાં કહે છે -