________________
૧૩૫
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ શ્લોક :
अथाऽनाशातनाविनयेन देवैर्वन्दिता भगवन्मूर्तिः कस्य सचेतसो न वन्द्या इत्याशयेनाह - અવતરણિતાર્થ -
શ્લોક-૯માં દેવોને શરણ કરવા યોગ્યરૂપે મૂર્તિ વંદ્ય બતાવી. હવે અનાશાતનારૂપ વિનયરૂપે દેવો વડે વંદન કરાયેલી મૂર્તિ યા બુદ્ધિમાનને વંઘ નથી ? અર્થાત્ સર્વ બુદ્ધિમાનોનો વંદ્ય છે, એ પ્રકારના આશયથી કહે છે - શ્લોક :
मूर्तीनां त्रिदशैस्तथा भगवतां सक्थ्नां सदाशातना - त्यागो यत्र विधीयते जगति सा ख्याता सुधर्मासभा। इत्यन्वर्थविचारणापि हरते निद्रां दृशोर्दुर्नय -
ध्वान्तच्छेदरविप्रभा जडधियं घूकं विना कस्य न ।।१०।। શ્લોકાર્ધ :
તથા=અને, જ્યાં ભગવાનની મૂર્તિરૂપ=ાસભાવસ્થાપનારૂપ મૂર્તિસ્વરૂપ, હાડકાંઓની આશાતનાનો હંમેશાં ત્યાગ કરાય છે, તે સભા ગતમાં સુધર્મા એ પ્રમાણે પ્રખ્યાત છે. દુર્નયસ્વરૂપ અંધકારને છેદવા માટે સૂર્યની પ્રભારૂપ એવી, આ પ્રકારે પૂર્વમાં સુધર્માપદની વ્યુત્પત્તિ કરી એ પ્રકારે, સુધર્માપદની અન્વર્થ વિચારણા પણ સુધર્માપદની વ્યુત્પત્તિભાવના પણ, જડબુદ્ધિવાળા લંપાકરૂપ ઘુવડને છોડીને કોની આંખની નિદ્રાને હરણ ન કરે ? અર્થાત્ બધાની આંખની નિદ્રાને હરણ કરે છે. ||૧૦|| ટીકા :
'मूर्तीना मिति :- तथेत्यक्षरांतरसमुच्चये । भगवतां मूर्तीनामसद्भावस्थापनारूपाणां सक्थनां यत्र सदाशातनात्यागो विधीयते, सा सभा सुधर्मेति ख्याता, इत्यन्वर्थविचारणापि सुधर्मापदव्युत्पत्तिभावनापि, जडधियं-लुंपकं, घूकं-उलूकं, विना कस्य दृशोर्निद्रां न हरतेऽपि तु सर्वस्यैव दृशोनिद्रां हरत इत्यर्थः । कीदृशी-दुर्नया एव ध्वान्तानि, तेषां छेदे रविप्रभा तरणिकान्तिः, रविप्रभासदृशी तु न व्याख्येयं तत्सदृशात् तत्कार्यानुपपत्तेः । ટીકાર્ય :
તથા સમુચ્ચયે તથા એ અક્ષરાંતરના સમુચ્ચયમાં છે=પ્રસ્તુત શ્લોકમાં સુધર્માસભાની
K-૧૨