SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯ ત્યારે તે શક્ર દેવેંદ્ર દેવરાજાને આવા પ્રકારનો પોતાના વિષયક ચિંતિત્ પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. (વચલા શબ્દો યાવત્ શબ્દથી ગ્રહણ કરેલ છે.) “અસુરેંદ્ર અસુરરાજ ચમર પ્રભુ=શક્તિવાળો, નથી, અસુરેંદ્ર અસુરાજ ચમર સમર્થ નથી, અસુરેંદ્ર અસુરરાજ ચમરનો વિષય નથી કે પોતાની નિશ્રાએ ઊર્ધ્વ ઉત્પાત કરીને યાવત્ સૌધર્મકલ્પ સુધી આવી શકે, અરિહંત કે અરિહંતના ચૈત્યો કે ભાવિતાત્મા અણગારની નિશ્રા વડે ઊર્ધ્વ યાવત્ સૌધર્મકલ્પ સુધી ઉત્પાત કરે છે તેમની નિશ્રા વિના નહિ. તેથી તેવા પ્રકારની અરિહંત ભગવંતોની, સાધુની આશાતનાથી મહાદુ:ખરૂપ છે." એ પ્રમાણે કહીને અવધિજ્ઞાનનો પ્રયોગ કરે છે. પ્રયોગ કરીને મને અવધિજ્ઞાન વડે જુએ છે, જોઈને હા, હા ! અહો ! હું હણાયો છું, એ પ્રમાણે કહી તે ઉત્કૃષ્ટ ગતિ વડે યાવત્ દિવ્ય દેવગતિ વડે વજ્રના માર્ગે તેની પાછળ જતો, પાછળ જઈને તિń અસંખ્યાત દ્વીપસમુદ્રોની મધ્ય-મધ્યમાંથી યાવત્ જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ, જ્યાં (હું છું) ત્યાં મારી પાસે આવે છે, આવીને મારાથી ચાર આંગળ દૂર રહેલું વજ્ર લઈ લે છે. ૧૨૮ હે ગૌતમ ! અને (જ્યારે તે શકે વજ લીધું ત્યારે) મુષ્ટિના વાત વડે=અતિ વેગ વડે વજ્રને ગ્રહણ કરવા માટે મુષ્ટિના બંધનમાં વાયુ ઉત્પન્ન થયો, તેના વડે, મારા કેશાગ્રો વીંઝાયા=કંપ્યા. (વિવારૂં અહીં ‘વિ =’ સમુચ્ચય અર્થમાં છે. ‘આર્ં’ વાક્યાલંકારમાં છે. ।। સૂ. ૧૪૫ ॥ ત્યારે તે દેવેંદ્ર દેવરાજા શક્ર વજ્રને સમેટીને=પાછું લઈને, ત્રણવાર આયાદિમાં-યાદિનું=પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે - હે ભગવંત ! તમારી નિશ્રા વડે અસુરેંદ્ર અસુરરાજ ચમર વડે સ્વયં જ હું છાયા વડે ભ્રષ્ટ કરાયો. તેથી કુપિત થયેલા અહંકારી એવા મારા વડે અસુરેંદ્ર અસુરરાજ ચમરના વધને માટે વજ્ર છોડાયું ત્યારે મને આવા પ્રકારનો પોતાના વિષયક ચિતિત પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. (વચલા શબ્દો યાવત્ શબ્દથી ગ્રહણ કરેલ છે.) “અસુરેંદ્ર અસુરરાજ ચમર ખરેખર સમર્થ નથી, તે પ્રમાણે જ યાવત્ અવધિજ્ઞાનનો પ્રયોગ મેં કર્યો." અવધિજ્ઞાન વડે દેવાનુપ્રિય આપને જાણ્યા. હા ! હા ! અહો ! હું હણાયો છું, એથી કરીને તે ઉત્કૃષ્ટ ગતિ વડે યાવત્ જ્યાં આપ દેવાનુપ્રિય છો ત્યાં હું આવ્યો, અને દેવાનુપ્રિયથી ચાર અંગુલ દૂર રહેલ વજને સમેટી લીધું=પાછું લઈ લીધું. વજ્રને પાછું લઈ લેવા માટે હું અહીં=તિયંગ્લોકમાં આવેલો છું, અહીં= સુંસુમારપુરમાં, સમવસર્યો છું, અહીં=ઉદ્યાનમાં સંપ્રાપ્ત થયો છું, અહીં જ=આ ઉદ્યાનમાં જ, આજે ઉપસંપન્ન થઈને વિહરું છું. તેથી હે દેવાનુપ્રિય ! હું ક્ષમા માગું છું, હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા આપો, હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા આપવા માટે યોગ્ય છો, ફરી વાર આ પ્રમાણે પ્રકરણતામાં હું વર્તીશ નહિ જ. (નાર્ મુખ્મો=નૈવ મૂયઃ અર્થ છે વં પરખાÇ ત્તિ=રૂં પ્રરળતાયાં વર્તિવ્યે કૃતિ શેષઃ અહીં ર્તિવ્યે એ ક્રિયાપદનો યોગ જાણવો.) એમ કહીને મને વંદન કરે છે. નમસ્કાર કરે છે. વંદન કરીને, નમસ્કાર કરીને, ઉત્તરપૂર્વ દિશાભાગથી નીકળે છે અને નીકળીને ડાબા પગ વડે ત્રણ વાર ભૂમિને દલન કરે છે. દલન કરીને અસુરેંદ્ર અસુરરાજ ચમરને આ પ્રમાણે કહે છે - ભો ! અસુરેંદ્ર અસુરરાજ ચમર ! શ્રમણ ભગવાન મહાવીરના પ્રભાવ વડે તું મુકાયેલો છે, તને હમણાં મારાથી ભય નથી, એ પ્રમાણે કહીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. II સૂ. ૧૪૬ | ટીકા ઃ अत्र लुम्पक:- 'अरहंते वा अरहंतचेइआणि वा' इति पदद्वयस्यैक एवार्थः, 'समणं वा माहणं वा' इति पदद्वयस्येव; अन्यथा 'तं महादुक्खं खलु०' इत्यादी अर्हतां भगवतामनगाराणां चात्याशातनया महादुःखमित्यत्राऽऽशातनाद्वयस्यैवोपन्यासादुपक्रमोपसंहारविरोधापत्तेरित्याह ।
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy