________________
પ્રતિમાશતક/ શ્લોક : ૯
૧૨૭ મુખ કરીને ચપેટા આપે છે, ચપેટા આપીને પાછળ મુખ કરીને ચપેટા આપે છે, ચપેટા આપીને મલ્લની જેમ રંગભૂમિમાં ત્રિપદીનો છેદ કરે છે, છેદ કરીને ડાબા હાથને ઊંચો કરે છે, ઊંચો કરીને જમણા હાથની તર્જની આંગળી વડે અને અંગુઠાના નખ વડે વાંકા મુખને વિવૃત કરે છે, વિવૃત કરીને મોટા મોટા શબ્દ વડે કલકલરવ કરે છે, એકલો, બીજા વિના, પરિઘરત્નને લઈને ઊંચે આકાશમાં ઉત્પાત કરે છે. જાણે અધોલોકને ક્ષોભ કરતો ન હોય ! પૃથ્વીતળને કંપાવતો ન હોય ! તિચ્છલોકને ખેંચતો ન હોય ! આકાશતળને ફોડતો ન હોય ! ક્યાંય ગાજતો, ક્યાંય વીજળીની પેઠે ઝબકારા કરતો, ક્યાંય વરસાદ વરસાવતો, ક્યાંય ધૂળના સમૂહને કરતો = ધૂળ વરસાવતો, ક્યાંય નમસ્કાયને= અંધકારને કરતો, વાણમંતરદેવોને વિત્રાસ કરતો, વિત્રાસ કરીને જ્યોતિષદેવોના બે પ્રકારે વિભાગ કરતો, વિભાગ કરીને, આત્મરક્ષકદેવોને ભગાડતો, ભગાડીને પરિઘરત્નને આકાશતળમાં ફેરવતો, ફેરવીને લોભાવતો, શોભાવીને તે ઉત્કૃષ્ટ ગતિ વડે યાવત્ તિચ્છ અસંખ્ય દ્વીપ-સમુદ્રની મધ્ય-મધ્યમાંથી ગમન કરતો, ગમન કરીને જે બાજુ સૌધર્મકલ્પ છે, જે બાજુ સૌધર્માવલંસક વિમાન છે, જ્યાં સુધર્માસભા છે ત્યાં સમીપમાં આવે છે. સમીપમાં આવીને એક પગ પદ્મવરવેદિકા ઉપર કરે છે, એક પગ સુધર્માસભામાં કરે છે, પરિઘરત્ન વડે મોટા-મોટા શબ્દ વડે ત્રણવાર ઈંદ્રકીલને= ગોપુર-કપાટ યુગના સંધિનિશ સ્થાનને, તાડન કરે છે=આઘાત કરે છે, આઘાત કરીને આ પ્રમાણે બોલે છે - ભો ! દેવેંદ્ર દેવરાજ શક્ર ક્યાં છે? તે ચોરાસી હજાર સામાનિક દેવો ક્યાં છે? યાવત્ તે ચાર ચોરાસી હજાર=૩,૩૬,૦૦૦ આત્મરક્ષક, તે અનેક ક્રોડી અપ્સરા ક્યાં છે? આજે હણું છું. આજે મારું છું. આજે વધ કરું છું, આજે અવશ એવી અપ્સરાઓ મારે વશ થાઓ. એ પ્રમાણે કરીને અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ=અસુંદર, અમનોહર= પીડાકારક, એવી કર્કશ વાણીને કાઢે છેઃબોલે છે. ત્યારે તે દેવેંદ્ર દેવરાજ શક્ર તે અનિષ્ટ યાવત્ અમનોહર, કોઈવાર નહિ સાંભળેલી કર્કશ વાણીને સાંભળીને, અવધારીને રોષે ભરાયો. વાવ અત્યંત ક્રોધથી ધમધમતો, કપાળમાં ત્રણ રેખા પડે તેવી ભૂકુટિને કરીને અસુરેંદ્ર, અસુરરાજ ચમરને આ પ્રમાણે કહે છે - હે ભો ! અસુરેંદ્ર અસુરરાજ ચમર! મરણની ઈચ્છાવાળા ! યાવત્ હનપુણ્ય ચૌદસીયા ! (હીન પુણ્યવાળા અભાગીયા !) આજે તું નથી, આજે તારું શુભ નથી જ. (તારું સુખ નથી જો. એ પ્રમાણે કહીને ત્યાં (રહેલા) જ શ્રેષ્ઠ સિંહાસન પર રહેલા શક્કે વજને ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને તે ચમકતું, સ્કુરાયમાન થતું, તડતડ અવાજ કરતું, હજારો ઉલ્કાને છોડતું, છોડીને હજારો વાળાઓને મૂકતું, મૂકીને હજારો અંગારાઓને વેરતું, વેરીને હજારો કૃલિંગ તણખા અને જ્વાળાઓ વડે ચલુના વિક્ષેપને=ભ્રમને, તથા દષ્ટિપ્રતિઘાતને=દર્શનના અભાવને, કરતું, અગ્નિ કરતાં અતિરેક તેજથી દીપતું, શેષ વેગવાળી વસ્તુના વેગને જીતનારું, ફૂલેલા=વિકસિત, કેસુડાના જેવું (લાલ), મહાભયને કરનારું, ભયંકર, વજ અસુરેંદ્ર અસુરરાજ ચમરના વધને માટે છોડ્યું.
ત્યારે તે ચમર અસુરેંદ્ર અસુરરાજ ચમકતું યાવત્ ભયંકર વજને અભિમુખ આવતું જુએ છે, જોઈને વિચારે છે અર્થાત્ આ શું એ પ્રમાણે વિચારે છે. (તથા) સ્પૃહા કરે છે. અર્થાત્ આવા પ્રકારનું પ્રહરણ=વજ મારે તો એ પ્રમાણે અભિલાષ કરે છે, વિચારીને અને અભિલાષ કરીને તે પ્રમાણે જ સંભન્ન મુકુટવિટપત્રશેખર વિસ્તાર છે જેને તેવો, લટકતા હસ્તાભરણવાળો, ઊંચે પગ અને નીચે મસ્તકવાળો, ભયના અતિરેકથી કક્ષાગત પરસેવાને જાણે છોડતો ન હોય તેવો, છોડીને તે ઉત્કૃષ્ટ ગતિ વડે યાવત્ તિર્જી અસંખ્યાત દ્વીપ-સમુદ્રની મધ્ય-મધ્યમાંથી ગમન કરતો, ગમન કરીને જ્યાં જંબુદ્વીપ નામનો દ્વીપ છે, યાવતું જ્યાં અશોકવર વૃક્ષ, જ્યાં હું છું, ત્યાં મારી પાસે આવે છે. આવીને ભીત, ભયથી ગદ્ગદ્ સ્વરવાળો “હે ભગવંત ! શરણભૂત છો," એ પ્રમાણે બોલતો મારા બંને પણ પગના અંતરમાં જલદી વેગ વડે આવી પડ્યો. I૪૪મા