________________
૧૨૬
પ્રતિમાશતક/ બ્લોક : ૯ એ પ્રમાણે અધ્યવસાય કરે છે. એ પ્રમાણે જ અસુરકુમાર દેવો પણ અરિહંતોનો, અરિહંતોના ચૈત્યોનો અને ભાવિતાત્મા સાધુનો આશ્રય કરીને ઊંચે યાવત્ સૌધર્મકલ્પ સુધી જાય છે, તે તેમની નિશ્રા વિના નહિ. અરિહંતોની, અરિહંતોના ચૈત્યોની અને ભાવિતાત્મા સાધુઓની નિશ્રા આશ્રય, કર્યા વિના ઊંચે યાવતું સૌધર્મકલ્પ સુધી ઉત્થાન કરી શકતા નથી.
‘Sત્રત્વ ત્તિ' તેની નિશ્રા વિના નહિ એ પ્રમાણે અર્થ જાણવો.
અહીં સુધીનું સૂત્ર ભગવતીના શતક-૩, ઉદેશો-૨, સૂત્ર-૧૪૩ના મધ્યભાગનું છે.
હવે ‘ત તે' થી પાઠ ટીકામાં છે. તે ભગવતી શતક-૩, ઉદ્દેશો-૨, સૂત્ર-૧૪૪ ના મધ્યભાગનું છે, અને ૧૪૪મું સૂત્ર સંપૂર્ણ અહીં આપેલ નથી. ત્યાર પછી સૂત્ર-૧૪૫, સૂત્ર-૧૪૭ સંપૂર્ણ અહીં આપેલ છે. | ‘ત છે તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો, અવધિજ્ઞાનનો પ્રયોગ કરીને અવધિજ્ઞાન વડે મને જાણે છે, અવધિજ્ઞાન વડે મને જાણીને આવા પ્રકારનો પોતાના વિષયક યાવત્ ચિંતિત, પ્રાથિત, મનોગતા સંકલ્પ ઉત્પન્ન થયો. (અહીં ફાવે નાવ સમુપ્પન્નિત્થા એનો પૂર્ણ વાક્યા વય આ પ્રમાણે છે - રૂપાવે અસ્થિ વિંતિ પત્થિા માટે સંપે સમુપ્પન્નિત્થા / વચલા શબ્દો ‘વ’ શબ્દથી સંગૃહીત કરેલ છે. તેથી અર્થ આ પ્રમાણે છે - અસુરેંદ્ર, અસુરરાજાને આવા પ્રકારનો પોતાના વિષયક ચિતિત પ્રાથિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો.) “આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર જંબૂઢીપ નામે દ્વીપમાં, ભરતવર્ષમાં સુસુમારપુર નગરમાં, અશોકવન ખંડ ઉદ્યાનમાં, અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલા પટ્ટક ઉપર અઠ્ઠમ તપને ગ્રહણ કરીને એક રાત્રિની મહાપ્રતિમાને સ્વીકાર કરીને વિહરે છે. તેથી શ્રમણ ભગવાન મહાવીરની નિશ્રા વડે કરીને દેવેન્દ્ર દેવરાજા શક્રને સ્વયં જ મારે શોભાથી ભ્રષ્ટ કરવો શ્રેયકારી છે, એથી કરીને આ પ્રમાણે સંપ્રેષણ કરે છે વિચારે છે, વિચારીને શયનમાંથી ઊભો થાય છે, ઊભો થઈને દેવદૂષને પહેરે છે, દેવદૂષ્યને પહેરીને ઉપપાતસભાથી પૂર્વદિશાના દ્વાર વડે નીકળે છે, નીકળીને જે બાજુ સુધર્માસભા છે, જે બાજુ ચોપ્પાલ પ્રહરણ કોશ હથિયાર, રાખવાનો ભંડાર છે, તે બાજુ જ સમીપમાં જાય છે, અને સમીપમાં જઈને પરિઘરત્નને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને એકલો, બીજા વિના, પરિઘરત્નને (હથિયાર વિશેષને) લઈને મોટા અમર્ષનેત્રરોષને, વહન કરતો ચમરચંચાના મધ્ય-મધ્યભાગથી નીકળે છે. નીકળીને જે બાજુ તિગિચ્છિકૂટ નામે ઉત્પાત પર્વત છે તે બાજુ જ જાય છે, અને જઈને વૈક્રિય સમુદ્રઘાત વડે ઉત્તરવૈક્રિય શરીર કરે છે, કરીને અસંખ્યાત યોજન યાવત્ ઉત્તરક્રિય રૂ૫ વિદુર્વે છે, વિક્ર્વીને તે ઉત્કૃષ્ટ ગતિ વડે યાવત્ જે બાજુ પૃથ્વીશિલા પટ્ટક છે (જ્યાં હું છું) ત્યાં જ મારી સમીપમાં આવે છે. સમીપમાં આવીને મને ત્રણવાર આયાહિણ-પાહિણં પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને યાવત્ નમસ્કાર કરીને આ પ્રમાણે બોલે છે. “હે ભગવંત ! તમારી નિશ્રાએ દેવેન્દ્ર દેવરાજ શક્રને હું સ્વયં જ શોભારહિત કરવા માટે ઈચ્છું છું." એ પ્રમાણે કરીને ઉત્તરપૂર્વના દિશાભાગ તરફ ચાલે છે, ચાલીને વૈક્રિય સમુદ્દઘાત વડે ઉત્તરવૈક્રિય શરીર બનાવે છે, બનાવીને યાવત્ બીજી વાર પણ વૈક્રિય સમુદ્દઘાત વડે ઉતરવૈક્રિય શરીર બનાવે છે, બનાવીને એક મોટું, ઘોર, ઘોર આકારવાળું = હિંસક આકૃતિવાળું, ભીમ, ભીમાકારવાળું = ભયજનક આકૃતિવાળું, ભયાનીત=જેના વડે ભય પ્રાપ્ત થાય તેવું, ગંભીર, ઉત્રાસ= ઉદ્વેગ થાય તેવું, ચણોઠી, અડદની રાશિ જેવું. એક લાખ યોજન ઊંચા, મોટા શરીરને વિદુર્વે છે. વિકુવને હાથને પછાડે છે = કર આસ્ફોટ કરે છે, કર આસ્ફોટ કરીને કૂદે છે, કૂદીને ગર્જના કરે છે, ગર્જના કરીને ઘોડાની જેમ ગર્જારવ કરે છે, ગર્જારવ કરીને હાથીની જેમ કિલકિલાટ કરે છે. કિલકિલાટ કરીને રથની પેઠે ઝણકાર કરે છે, ઝણકાર કરીને ભૂમિને પગથી આસ્ફોટન કરે છે, આસ્ફોટન કરીને ભૂમિને ચપેટા વડે વિદારે છે (ટૂકડા કરે છે), વિદારીને સિહનાદ કરે છે, સિહનાદ કરીને આગળ