________________
૧૨૨
પ્રતિમાશતક | શ્લોક : ૧ જાણતો નથી, તેને લંપાકને, કયો પંડિત=મોક્ષને અનુસરનાર પ્રેક્ષાવાન બુદ્ધિશાળી, મનુષ્ય જાણે? અર્થાત્ કોઈ ન જાણે. સર્વે પણ બુદ્ધિશાળીઓને તે લુંપાક મનુષ્યની મધ્યમાં ગણના કરવા યોગ્ય નથી, એ પ્રમાણે તાત્પર્ય છે. કેવા પ્રકારનો તે છે ? અત્યંત અવિવેકીપણું હોવાને કારણે સ્પષ્ટ= પ્રત્યક્ષ, પશુ છે. કેવા પ્રકારનો પશુ છે ? શિંગડાં અને પૂંછડા વગરનો પશુ છે. શિંગડાં અને પૂંછડાના અભાવમાત્રથી તેનું=લુંપાકનું, પશુથી વધર્યું છે, બીજું નહિ. એ પ્રમાણે અર્થ જાણવો. ટીકા :
___ व्यतिरेकालङ्कारगर्भोऽत्राक्षेपः । 'उपमानाद् यदन्यस्य व्यतिरेकः स एव स' इति काव्यप्रकाशकारः, (उल्लास १० सू०-१५९) न च व्यतिरेक उत्कर्ष इत्यत्रानुक्तिसंभवः 'हनुमदाद्यैर्यशसा मया पुनर्द्विषां हसैर्दूत्यपथः सितीकृतः । (नैषधीयकाव्ये स० ९ श्लोक-१२३) इत्यादौ अपकर्षेऽपि तद्दर्शनात् । प्रपञ्चितं चैतदलङ्कारचूडामणिवृत्तावस्माभिः । ટીકાર્ય :
વ્યતિરે ..... વાવ્યપ્રકાશવર:, અહીંયાં = પ્રસ્તુત શ્લોકમાં, વ્યતિરેક અલંકાર છે ગર્ભમાં જેને એવો આક્ષેપ છે. અહીં વ્યતિરેક અલંકારનું લક્ષણ કાવ્યપ્રકાશકારે આ પ્રમાણે કર્યું છે - ઉપમાનથી જે અન્યનો વ્યતિરેક તે જ તે છે. વિશેષાર્થ :
પ્રસ્તુતમાં લંપાકને પશુની ઉપમા આપી છે. તેથી ઉપમાન એવા પશુથી જે અન્યનો = લંપાકનો, વ્યતિરેક=આધિક્ય છે, તે જ તે છે. અર્થાત્ ઉપમાન એવો પશુ શિંગડાં અને પૂંછડાવાળો છે, જ્યારે લુંપાક શિંગડાં અને પૂંછડા વગરનો હોવાને કારણે પશુ કરતાં કંઈક અધિક છે અર્થાત્ મનુષ્ય છે; તે રૂપ અધિક છે. તેથી લુપાક જ પશુ છે, તે વ્યતિરેક અલંકાર છે. અને આ રીતે વ્યતિરેક અલંકાર બતાવ્યો. હવે વ્યતિરેકઅલંકારગર્ભ આક્ષેપ કહ્યો. (તે આક્ષેપ કાવ્યપ્રકાશ પ્રમાણે આ છે - વિશેષ કહેવાની ઈચ્છાથી કહેવા માટે ઈષ્ટનો જે નિષેધ તે આક્ષેપ છે.) પ્રસ્તુતમાં લંપાક મનુષ્યરૂપે કહેવા માટે ઈષ્ટ છે, તેને મૂર્ખ કહેવા રૂપ વિશેષ કહેવાની ઈચ્છાથી મનુષ્યનો જે નિષેધ તે આક્ષેપ છે. તેથી પ્રસ્તુતમાં વ્યતિરેકઅલંકારગર્ભ એવો આક્ષેપ છે. ટીકાર્ય :
ન ઘ .... લક્ષ્મમઃ અહીં કોઈ શંકા કરે કે, વ્યતિરેક અલંકાર ઉત્કર્ષમાં હોઈ શકે. (પરંતુ અપકર્ષમાં ન હોઈ શકે.) એથી કરીને અહીંપ્રસ્તુત શ્લોકમાં, અનુક્તિનો સંભવ છે અનુક્તિ અલંકારનો સંભવ છે, પરંતુ વ્યતિરેક અલંકારતો નહિ. તેનો નિષેધ કરતાં સિદ્ધાંતકાર કહે છે કે,