SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પ્રતિમાશતક| શ્લોકઃ ૮-૯ तिर्यग्गतिप्रवृत्तेः, सिद्धान्तेऽभिधानात् । तथा च समवायसूत्रम् - 'इमीसेणं रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ साइरेगाई सत्तरसजोयणसहस्साई उड्ढं उप्पइत्ता तओ पच्छा चारणाणं तिरियं गती पवत्तइ' त्ति ।।८।। ટીકાર્ચ - રતુ ..... માના ભગવતીસૂત્રમાં ચારણશ્રમણોની શક્તિમાત્રથી જઆગતિવિષયોક્તિ છે, પરંતુ કોઈ પણ (ચારણશ્રમણો) નંદીશ્વરાદિમાં ગયા નથી, જતા નથી અને જશે નહિ. અન્યથા સોળ હજાર ઊંચે લવણસમુદ્રના વેલાજળમાં જતા એવા તેઓનું, જલજીવાદિની વિરાધનાથી ચારિત્ર વિનાશ પામે. એ પ્રમાણે મુગ્ધને ઠગવામાં કુતૂહલી (અ) સ્વકુળને લઘુ કરવાથી પ્રાપ્ત કર્યું છે લઘુજી નામ જેણે એવી કોઈ વ્યક્તિ ભૂજા ઉછાળીને કહે છે, તે ખરેખર કૃતાંતના કોપથી જ હણવા યોગ્ય છે. કેમ કે ચારણશ્રમણોની કાંઈક અધિક સત્તર હજાર યોજન ઊર્ધ્વ ઊડીને તિર્યગ્ગતિની પ્રવૃત્તિનું સિદ્ધાંતમાં અભિધાન છે. તથા સમવાયસૂત્રમ્ - અને તે પ્રમાણે સમવાયસૂત્રમાં કહ્યું છે – મીસેલું ..... વરૂ ત્તિ / ચારણો આ રત્નપ્રભા પૃથ્વીની બહુસમ અને રમણીય ભૂમિતલ ઉપર . સાતિરેક સત્તર હજાર યોજન ઊર્ધ્વ ઉત્પાત કરીને ત્યારપછી તિરછી ગતિ કરે છે.I૮ ત્તિ શબ્દ સમવાયસૂત્રના પાઠની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ : અહીં કૃતાંતના કોપથી હણવા યોગ્ય છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, લુપાક ઉસૂત્રભાષી છે, અને ઉસૂત્રભાષી હોવાથી કૃતાંત તેના ઉપર કોપે છે અર્થાત્ ઘણા ભવો સુધી યમરાજા તેની કદર્થના કરે છે. llcil અવતરણિકા : ___ उक्तश्चारणवन्द्यताऽधिकारः अथ देववन्द्यतामधिकृत्य देवानां शरणीकरणीयतया भगवन्मूर्तिमभिष्टौति - અવતરણિતાર્થ : શ્લોક-૮ માં ચારણમુનિની વંઘતાનો અધિકાર કહેવાયા અને શ્લોક-૫ માં મૂર્તિ દેવોથી વંદન કરાયેલી છે એમ બતાવ્યું. તેથી હવે દેવવંદ્યતાને આશ્રયીને દેવોને શરણ કરવા યોગ્યપણાથી ભગવાનની મૂર્તિની સ્તવના કરતાં ગ્રંથકાર કહે છે –
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy