________________
૧૧૯
પ્રતિમાશતક/ શ્લોક : ૮ ક્યારેય કરતા નથી એવો અર્થ પ્રાપ્ત થાય નહિ. પરંતુ સંઘના કૃત્યમાં સાધુ આટલું કરી શકે તેમ છે, અને પ્રસંગ આવે તો આટલું કરે પણ ખરા, એવો અર્થ પ્રાપ્ત થાય છે. અને ભગવતીસૂત્રમાં ભાવિતાત્મા અણગાર શું શું કરી શકે છે, તે બતાવ્યું. એનાથી એ કહેવું છે કે, વૈક્રિયલબ્ધિ પ્રાયઃ કરીને ભાવિતાત્મા અણગારને પ્રાપ્ત થાય છે, તેથી સર્વત્ર “ભવિતાત્મા’ થી પાઠ શરૂ કરેલ છે. અને પછી ત્યાં “નો વેવ ri સંપત્તી વિડ્વિનું એ કથન દ્વારા કહ્યું કે, વૈક્રિયલબ્ધિની પ્રાપ્તિમાત્રથી ભૂતકાળમાં આવું કર્યું નથી, વર્તમાનમાં કોઈ કરતા નથી અને ભવિષ્યમાં કરવાના નથી. તેનાથી એ અર્થ પ્રાપ્ત થાય છે કે, લબ્ધિની પ્રાપ્તિમાત્રથી સાધુઓ વૈક્રિયલબ્ધિને ફોરવતા નથી, પરંતુ સંઘનું કૃત્ય આવે ત્યારે ફોરવે છે, તે સિવાય ત્રણે કાળમાં ક્યારેય આવું વૈક્રિયકરણ કરતા નથી. અને સંઘના કાર્યમાં તેઓની કરવાની શક્તિ કેટલી છે, તેટલો વિષય બતાવ્યો છે. અને ભગવતીસૂત્રમાં આગળ કહ્યું કે, “માથી વિમુર્વે છે, અમાયી વિકર્વતા નથી” તેથી એ પ્રાપ્ત થાય કે, ભાવિતાત્મા ક્યારેય પણ વિકર્વતા નથી. ફક્ત તેઓ સંઘના કૃત્ય પ્રસંગે જ વૈક્રિયકરણ કરે છે, અને તે વખતે જે વિદુર્વણા કરે છે, તે વિદુર્વણારૂપ નથી, પરંતુ સંઘના કૃત્યરૂપ છે. વળી માણી કરે છે તે પાછળથી પશ્ચાત્તાપના પરિણામવાળો થાય તે અમારી કહેવાય, અને તેની આલોચના કરીને કાળ કરે તો તે આભિયોગિક દેવમાં ઉત્પન્ન થાય નહિ; અને આલોચના કર્યા વગર કાળ કરે તો તે અમારી નથી, તેથી ચારિત્રની વિરાધનાને કારણે આભિયોગિક દેવમાં ઉત્પન્ન થાય છે. આથી જ ભગવતીના પાઠ પછી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહેલ છે કે, પુષ્ટાલંબનમાં વિદુર્વણાદિથી દોષ નથી. જો ભાવિતાત્મા અણગાર ત્રણ કાળમાં વિદુર્વતા ન જ હોય તો પુષ્ટાલંબનથી વિમુર્વણામાં દોષ નથી, એ કથન સંગત થાય નહિ. આની સામે ભગવતીના ચોથા ઉદ્દેશના સૂત્ર-૧૬૦નું આલંબન લઈને કોઈ પૂર્વપક્ષી કહે છે કે, માયા વગર વૈક્રિયકરણ સંભવે જ નહિ. તેથી પુષ્ટાલંબનમાં કોઈ વૈક્રિય શરીર બનાવે તે અસંભવિત છે. તેનું નિરાકરણ કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ખુલાસો કર્યો કે, ચોથા ઉદ્દેશાના સૂત્ર-૧૬૦નો પાઠ અપુષ્ટાલંબનના સ્થાનને આશ્રયીને છે. તેથી અપુષ્ટાલંબનથી જે વૈક્રિયકરણ થાય છે, તેને સામે રાખીને ચોથા ઉદ્દેશાનું સૂત્ર-૧૬૦ છે, અને પાંચમા ઉદ્દેશાનું સૂત્ર-૧૬૧ પુષ્ટાલંબનવાળાને સામે રાખીને છે, અને ચોથા ઉદ્દેશામાં બતાવેલ અપુષ્ટાલંબનરૂપ વૈક્રિયકરણ છે.
ત્યાર પછી કહ્યું કે, ચોથા ઉદ્દેશામાં બતાવેલ અપુષ્ટાલંબનવાળા એવા માયી, વૈક્રિયકરણ કરે અને આલોચના ન કરે તો આભિયોગિક દેવમાં ઉત્પન્ન થાય. તેથી પાઠનો પરસ્પર વિરોધ નથી. ટીકા :
कश्चित्तु स्वकुललघुकरणावाप्तलघुजिनामा चारणश्रमणानां शक्तिमात्रेणैवेयं गतिविषयोक्तिः, न तु केऽपि नन्दीश्वरादौ गता, गच्छन्ति यास्यन्ति वा, अन्यथा षोडशसहस्र-योजनोच्छ्रितलवणवेलाजले गच्छतां तेषां जलजीवादिविराधनया चारित्रमन्तः प्लवेतेति मुग्धवञ्चनकुतुहली भुजमुत्क्षिप्याह । स तु कृतान्तकोपेनैव निहन्तव्यः, चारणश्रमणानां सातिरेकेण सप्तदशसहस्रयोजनानि ऊर्ध्वमुत्पत्त्यैव
K-૧૧