________________
૧૧૮
પ્રતિમાશતકશ્લોક : ૮ ટીકાર્ય :
અધતન સ્થાન ..... પરમાર્થ =અધતન સ્થાનમાં રહેલાને નીચલા સંયમસ્થાનમાં રહેલાને જ પુણલંબનમાં પણ વૈક્રિયાદિ ક્રિયા કરવાનું અધિકારીપણું છે, પરંતુ તત્કરણપ્રયોજય= પુષ્ટાલંબનમાં વૈક્રિયાદિકરણ પ્રયોજ્ય, અધતન સ્થાનની સ્થિતિ નીચલા સંયમસ્થાનની સ્થિતિ, નથી, દિદાઢિયો
એ આગમતો બૃહત્કલ્પભાષ્યના સાક્ષીપાઠનો, પરમાર્થ છે. • વિશેષાર્થ :
કોઈ સાધુ સંયમના નીચલા સ્થાનમાં રહેલો હોય, તેને જ પુષ્ટાલંબનમાં વૈક્રિયાદિ ક્રિયાઓ કરીને સંઘનાં કાર્ય કરવાનો અધિકાર છે, પરંતુ સંયમના ઉપરના સ્થાનમાં રહેલો હોય તેને પુષ્ટાલંબનમાં પણ સંઘનાં કાર્ય કરવાનો અધિકાર નથી. અને જ્યારે સંયમના નીચલા સ્થાનમાં રહેલો સાધુ સંઘનાં કાર્ય કરે છે, ત્યારે તે સંઘનાં કાર્ય કરવાને કારણે તેને નીચેના સંયમસ્થાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જે સંયમસ્થાનમાં છે ત્યાં જ અવસ્થિત હોય છે, અને સંઘના કાર્યકૃત મહાનિર્જરાના ફળને પામે છે. એ પ્રકારનો આ બૃહત્કલ્પભાષ્ય આગમપાઠનો આશય છે.
ટીકાર્ય :
ત્યનં ... મનુવા એથી કરીને પ્રસન્તના નિરાકરણથી પ્રાપ્ત થતી એવી અનુપ્રસક્તિ વડે સર્યું. વિશેષાર્થ :
પૂર્વમાં ચારણમુનિની ચૈત્યવંદના દ્વારા ભગવાનની મૂર્તિની વંદ્યતા કહી, ત્યાં પૂર્વપક્ષીએ ચારણમુનિનું વંદન “તસ ટા' પાઠ દ્વારા દોષરૂપ બતાવ્યું, તે પ્રસક્તિરૂપ છે. તેનું સિદ્ધાંતકારે ગૌતમસ્વામીના દૃષ્ટાંત દ્વારા નિરાકરણ કરીને, પુષ્ટાલંબનથી વિમુર્વણાદિ વિષયમાં દોષ નથી, તેમ સિદ્ધ કર્યું. ત્યાં પૂર્વપક્ષીએ ભગવતીના પાઠમાં “માયી વિદુર્વે છે કે, અમાથી વિમુર્વે છે,' એ પાઠ દ્વારા પુષ્ટાલંબનમાં વૈિક્રિયકરણનો અસંભવ છે, એ રૂપ અનુપ્રસક્તિ આપી. અને તે અનુપ્રસક્તિનું “સર્ચથી... પરમાર્થ સુધીના કથનથી સિદ્ધાંતકારે નિરાકરણ કર્યું. તેથી પ્રસક્તિના નિરાકરણથી પ્રાપ્ત એવી અનુપ્રસક્તિથી સર્યું એમ ગ્રંથકાર કહે છે.
મત વિ માવત્યાં તૃતીયતવે ...થી... રૂત્યતં પ્રસરાનુ સવજ્યા સુધીના કથનની પરસ્પર સાપેક્ષતા આ પ્રમાણે છે -
મન ' થી ગ્રંથકારે કહ્યું કે, ભગવતીના ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશાના સૂ. ૧૬૧માં સંઘના કૃત્યના પ્રસંગે સાધુના વૈક્રિયકરણનો વિષયમાત્ર કહેવાયો છે. ત્યાં એમ નથી કહ્યું કે, સાધુની વૈક્રિય કરવાની શક્તિનો વિષય આટલો છે, પરંતુ સંઘકૃત્યના પ્રસંગે વૈક્રિયકરણની શક્તિનો વિષય આટલો છે એમ કહેવાયું છે. તેથી એ પ્રાપ્ત થાય કે – ભગવતીમાં બતાવાયેલ વિષય સાધુની શક્તિરૂપે માત્ર છે, પણ