________________
૧૧૭
પ્રતિમાશતક, શ્લોક : ૮ વિશેષાર્થ :
નીચેના કંડકમાં રહેલા પણ પુષ્ટાલંબનથી પ્રતિસેવા કરતા હોય ત્યારે શાસ્ત્રમાં તેમને પૂજ્ય કહેલ છે, તે ત્યારે જ સંગત થાય કે, જો ત્યાં માયીપણું ન હોય. કેમ કે કષાયથી કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે ચારિત્ર સાતિચાર બને છે; અને જ્યાં સુધી તેની શુદ્ધિ કરવામાં ન આવે ત્યાં સુધી તેમને પૂજ્ય કહી શકાય નહિ. પરંતુ સંઘના કોઈ કાર્ય અર્થે વૈક્રિય શરીરની વિદુર્વણા કરતા હોય ત્યારે, તે પુષ્ટાલંબન પ્રતિસેવના રૂપ બને છે, તે વખતે કદાચ તે સંયમના નીચેના કંડકમાં પણ રહેલ, પુલાકલબ્ધિવાળો હોય તો, અધસ્તન સ્થાનમાં રહેલ છે છતાં, તે પુષ્ટાલંબનરૂપ હોવાને કારણે ત્યાં પૂજ્યભાવ શાસ્ત્રને સંમત છે. તેથી પ્રસ્તુત સાક્ષીપાઠમાં પ્રમાદપૂર્વક વૈક્રિયકરણને જ ગ્રહણ કરેલ છે. ટીકા :
___ तदागमः (गुरुतत्त्व० प्र० श्लोक-११४) - 'हिट्ठट्ठाणठिओ वि पावयणि गणियट्ठ (गणट्ठया उ) अधरे उ कडजोगि जं णिसेवइ आइणियंठु व्व सो पुज्जो त्ति ।' अधरे-आत्यन्तिके कार्ये समुत्पन्ने कृतयोगी= कृताभ्यासः। आदिनिर्ग्रन्थः-पुलाकः । अधस्तनस्थानस्थितस्यैव पुष्टालम्बनेऽपि वैक्रियाद्याधिकारित्वं न तु तत्करणप्रयोज्याधस्तनस्थानस्थितिरिति परमार्थः । इत्यलं प्रसक्तानुप्रसक्त्या ।
૦ અહીં ટીકામાં ‘ળયા પાઠ છે, ત્યાં બૃહત્કલ્પભાષ્ય ગા.૪૫૨૫ અને ગુરુતત્ત્વવિનિશ્ચય ગાથા૧૧૪ માંeગુરુતત્ત્વવિનિશ્ચયમાં પણ ૧૧૪મી ગાથા બૃહત્કલ્પભાષ્યની છે તેમાં, “જળક્રયા પાઠ છે. અહીં ટીકામાં ‘કાત્યંતિ વાર્થે સમુત્પન્ને પાઠ છે ત્યાં બૃહત્કલ્પભાષ્ય અને ગુરુતત્ત્વવિનિશ્ચયની ટીકામાં ‘કાત્યંતિ. #ારને સમુત્ય’ પાઠ છે. ટીકાર્ચ -
તલામ: - તે આગમ આ પ્રમાણે -
હિટ્ટાટિમો ..... પુષ્પો ત્તિ / જઘન્ય સંયમસ્થાનમાં રહેલો પણ મૂલગુણ પ્રતિસેવી પણ, કૃતયોગી=કરેલ અભ્યાસવાળો ગીતાર્થ, માવચનિકના–આચાર્યના, અને ગણના અનુગ્રહ માટે આત્યંતિક કારણ સમુપસ્થિત થયે છતે જે સેવન કરે છે, તે આદિતિગ્રંથની મુલાકતી, જેમ પૂજ્ય છે.
૦ ઘરે=આત્યંતિક કારણ સમુપસ્થિત થયે છતે, તયોની કરેલ અભ્યાસવાળો, વિનિચ= પુલાક. ઉત્થાન -
અહીં કોઈને પ્રશ્ન થાય કે, પુષ્ટાલંબનથી જ્યારે સાધુ પ્રતિસેવા કરે છે, ત્યારે તેના કારણે તેમને નીચેના સંયમસ્થાનની પ્રાપ્તિ થાય છે ? તેના નિરાકરણ માટે કહે છે -