________________
૧૧૬
પ્રતિમાશતક/ શ્લોક : ૮ તો તેને આરાધના નથી, એ પ્રમાણે મૂળ સૂત્ર સાથે યોજન છે. (એ અર્થ જાણવો.)
‘મા’ નિત્યારે કહ્યું, ત્યાં પૂર્વે માયીપણું હોવાથી વૈક્રિયકરણ અથવા પ્રણીત ભોજન કરેલ હોય, પાછળથી ઉત્પન્ન થયેલ અનુતાપવાળો=પશ્ચાત્તાપવાળો, અમાથી થયેલો, તે સ્થાનથી આલોચના અને પ્રતિક્રમણ કરી જે કાળ કરે છે, તેને આરાધના છે. એ પ્રમાણે વૃત્તિ=ટીકા, જાણવી.
ઉત્થાન :- પૂર્વમાં પૂર્વપક્ષીએ કહ્યું કે, માયા વગર પ્રણીત ભોજન અને વૈક્રિય વિદુર્વણા સંભવે નહિ. તેથી પુષ્ટાલંબનમાં વૈક્રિય વિદુર્વણા અને પ્રણીત ભોજન થઈ શકે નહિ. તે વાતનો અર્ધસ્વીકાર કરતાં ગ્રંથકાર કહે છે - ટીકાર્ય :
સત્યમ્ .... વિવલતત્વોત, તમારી વાત સાચી છે, પરંતુ પ્રણીત ભોજનના વિક્રિયારૂપ ફળથી ઉપલક્ષિત દર્પથી થયેલ પ્રમાદપૂર્વક વૈક્રિયકરણરૂપ અપુષ્ટાલંબનનું અહીં વિવક્ષિતપણું હોવાથી દોષ નથી.
વિશેષાર્થ :
ભગવતીના ત્રીજા શતકના ચોથા ઉદ્દેશાનો પાઠ જે પૂર્વપક્ષીએ આપ્યો છે, તે સ્થાનમાં અપુષ્ટાલંબનની જ વિવક્ષા છે, તે પ્રમાદપૂર્વક વૈક્રિયકરણરૂપ અપુષ્ટાલંબન પ્રણીત ભોજનના ફળથી ઉપલક્ષિત દર્પથી થયેલ છે. કેમ કે, ચોથા ઉદ્દેશાના સાક્ષીપાઠમાં જે વૃત્તિ છે, તેમાં કહ્યું છે કે – જે પ્રમાણે પ્રણીત ભોજન અને તેનું વમન નિક્રિયા સ્વભાવવાળું માયીપણાને કારણે થાય છે, અને એ રીતે વૈક્રિયકરણ પણ માયીપણાને કારણે થાય છે, એ પ્રમાણે તાત્પર્ય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે પ્રકારે પ્રણીત ભોજન અને વમન આત્માના મૂળ સ્વભાવની વિક્રિયા કરનાર છે = વિકૃત કરનાર છે, તેથી પ્રણીત ભોજન અને તેનું વમન કરવામાં કષાયપણું અવશ્ય છે, તે જ રીતે વૈક્રિય શરીરને કરવામાં પણ કષાયપણું અવશ્ય છે. તેથી પ્રણીત ભોજનના વિકારરૂપ ફળથી ઉપલક્ષિત દર્પથી થયેલ પ્રમાદ સ્વરૂપ વૈક્રિયકરણ છે, અને તે અપુષ્ટાલંબન સ્વરૂપ છે. ઉત્થાન :
અહીં શંકા થાય કે પ્રસ્તુત ભગવતીનો પાઠ અપુષ્ટાલંબન અર્થક છે, પરંતુ પ્રણીત ભોજન અને વૈક્રિયકરણ માયીપણાને કારણે થાય છે, ત૬ અર્થક નથી, તે કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે -
ટીકાર્ય :
ધસ્તન .... અનુપપઃ અધસ્તન સ્થાનમાં રહેવાની પણ પુણલંબનની પ્રતિસેવતામાં પૂજયત્વતા અભિધાનની અવ્યથા અનુપપત્તિ છે.