________________
૧૧૫
પ્રતિમાશતક, શ્લોક : ૮ ટીકાર્ય :
તથા ૬ .... તિ વૃત્તિઃ ! અને તે પ્રમાણે=વૈક્રિય અને પ્રણીત ભોજન માયાથી થાય છે તે પ્રમાણે તે ગ્રંથ છે. જે આગળ બતાવે છે -
હે ભગવંત ! શું માયી વિદુર્વણ કરે છે કે, અમાથી વિમુર્વણ કરે છે ? હે ગૌતમ ! માયી વિદુર્વણ કરે છે, અમાથી વિદુર્વણ કરતા નથી. હે ભગવંત ! કયા અર્થથી આ પ્રમાણે કહો છો, યાવત્ અમાયી વિકુવણ કરતા નથી ? હે ગૌતમ ! માયી પ્રણીત પાન-ભોજનને કરી કરીને વમન કરે છે. તેના તે પ્રણીત પાન-ભોજન વડે હાડકાં અને હાડકાંમાં રહેલી મજ્જા ઘન થાય છે, માંસ અને લોહી પાતળાં થાય છે, અને જે પ્રમાણે તે યથાબાદર પુદગલો છે, તે પ્રમાણે તે પરિણમન પામે છે. તે આ પ્રમાણે – શ્રોત્રંદ્રિયપણે યાવત્ સ્પર્શેન્દ્રિયપણે તથા હાડકાંપણે, હાડમાં રહેલી મજ્જાપણે, કેશપણે, મશ્નપણે, રોમપણે, નખપણે, શુક્રપણે, લોહીપણે (તે પુદ્ગલો પરિણમન પામે છે).
અમાથી રૂક્ષ (લૂખું) પાન-ભોજનને કરી કરીને વમન કરતો નથી. તેના તે રૂક્ષ પાન-ભોજન વડે હાડકાં, હાડકાંની મજ્જા પાતળાં થાય છે, માંસ અને લોહી ઘન થાય છે. જેવા પ્રકારે તે યથાબાદર પુદ્ગલો છે, તેવા પ્રકારે તે પરિણમન પામે છે. તે આ પ્રમાણે - ઉચ્ચારપણે (વિષ્ઠાપણું) મૂત્રપણે યથાવત્ લોહીપણે પરિણમન પામે છે. તે કારણથી તે અમાથી વિકુર્વણા કરતો નથી.
માયી તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરે તો તેને આરાધના નથી, અને અમાથી તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કરીને કાલ કરે તેને આરાધના છે.
ભગવતીના ચોથા ઉદ્દેશાનું સૂત્ર કહ્યું, તેની ટીકા આ પ્રમાણે :
મારૂં ત્તિમાયીકમાયાવાળો, અને આનું માયાવાળાનું, ઉપલક્ષણપણું હોવાથી કષાયવાળો પ્રમત્ત એ પ્રમાણે અર્થ જાણવો. જે કારણથી અપ્રમત્ત વૈક્રિય શરીર કરતો નથી.
‘પળીયં ત્તિ'=પ્રણીત સ્નિગ્ધ (વિનયથી લચપચ ભોજન), તે પ્રણીતને ભોગવી ભોગવીને ‘વાતિ =વમન કરે છે, અથવા વિરેચના કરે છે, વર્ણ-બળ આદિ માટે. “યથા” જે પ્રકારે પ્રણીત ભોજન અને તેનું વમન વિક્રિયા સ્વભાવવાળું માયીપણાથી થાય છે, એ પ્રકારે વૈક્રિયકરણ પણ (માયીપણાથી થાય છે). એ પ્રમાણે તાત્પર્ય છે.
‘વદનીપતિ’=પ્રણીત ભોજનના સામર્થ્યથી (અસ્થિ, અસ્થિમજ્જા) ઘન થાય છે. “પશુ ત્તિ'=સઘન ‘કઢાવાય?’ ત્તિ-યથોચિત બાદર આહારનાં પુદ્ગલો એ પ્રમાણે અર્થ જાણવો.
‘પરિમંતિ'=શ્રોત્રંદ્રિયાદિપણે પરિણમન પામે છે, અન્યથા શરીરની દઢતાનો અસંભવ છે. “તૂટં ત્તિ=રૂક્ષત્ર અપ્રણીત ‘નો વાડ઼ રિ' અકષાયપણું હોવાને કારણે વિક્રિયાનું અનર્થીપણું છે= પ્રયોજન નથી. ‘પાસવયા' અહીં મૂળ સૂત્રમાં વાવત્ શબ્દનો પ્રયોગ કરેલ હોવાથી આ પ્રમાણે સંગ્રહ જાણવો - શ્લેષ્મપણા વડે, નાસિકાના મેલપણા વડે, વમનપણા વડે, પિત્તપણા વડે, પરુપણા વડે પરિણમન પામે છે. તેમાં હેતુ કહે છે - રૂક્ષ ભોજન કરનારને ઉચ્ચારાદિપણાથી જ આહારાદિ પુદગલો પરિણમન પામે છે. અન્યથા જો એ પ્રમાણે ન માનો તો, શરીરના અસારપણાની અનાપતિ છે=પ્રાપ્તિ નથી.
‘ય’ હવે માયી અને અમાથીના ફળને બતાવતાં કહે છે - ‘’નિત્યકિ તરસ ઠાસ ત્તિ' એ પ્રમાણે કહ્યું. ત્યાં તે સ્થાનથી = વિદુર્વણાકરણ લક્ષણ અથવા પ્રણીતભોજન લક્ષણ તે સ્થાનથી આલોચના કર્યા વગર કાળ કરે