SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ પ્રતિમાશતક/ શ્લોક : ૮ ટીકા : तद्वन्दनं चोक्तमुत्तराध्ययननिर्युक्तौ - "चरमसरीरो साहू आरुहइ णगवरं ण अन्नो' त्ति । एयं तु उदाहरणं कासीय तहिं जिणवरिंदो सोऊण तं भगवतो गच्छइ तहिं गोयमो पहितकित्ती आरूझंतं णगवरं पडिमाओ वंदइ जिणाणं ति, भगवं च गोअमो जंघाचरणलद्धीए लूतातंतुमिणिस्साए उढ्ढं उप्पइओ" त्ति चूर्णि: - ટીકાર્ય : તદનં ....: - તેમનું વંદન=ગૌતમસ્વામીએ કરેલ અષ્ટાપદ પર્વત ઉપર ચત્યનું વંદન, ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં કહેવાયું છે. (તે આ પ્રમાણે) - ચરમશરીરી સાધુ પર્વતમાં શ્રેષ્ઠ એવા અષ્ટાપદ પર્વત ઉપર ચડી શકે છે, અન્ય નહિ–અચરમશરીરી નહિ. ત્યાં=સમવસરણમાં જિનવરેંદ્ર આ ઉદાહરણ કહ્યું, તે સાંભળીને પ્રસિદ્ધ કીતિવાળા ભગવાન ગૌતમસ્વામી ત્યાં= અષ્ટાપદ પર્વત ઉપર, જાય છે. અષ્ટાપદ પર્વત ઉપર ચડીને જિનેશ્વરોની પ્રતિમાને વંદન કરે છે. ઉત્ત’ શબ્દ નિયુક્તિના પાઠની સમાપ્તિસૂચક છે. માd...... ૩Mફો સુધીનો પાઠ ચૂણિનો છે. તેનો અર્થ આ પ્રમાણે - અને ભગવાન ગોયમ જંઘાચારણ લબ્ધિ વડે લુતાતંતુની નિશ્રાએ ઊર્ધ્વ=ઉપર, ચડ્યા. એ પ્રમાણે ચૂણિનો પાઠ છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, ગૌતમસ્વામી લબ્ધિ વડે અષ્ટાપદ પર્વત ઉપર ચડ્યા, તો પણ તેમના ચૈત્યવંદનમાં નિર્દોષતા છે. એ જ વાતની પુષ્ટિ કરતાં કહે છે - ટીકા : न च लब्धिप्रयोगमानं प्रमादः, अग्लान्या धर्मदेशनादिना तीर्थकृल्लब्धिप्रयोगेऽपि तत्प्रसङ्गात् किन्तु तत्कालीनमौत्सुक्यमिति निरुत्सुकस्य नभोगमनेनापि चैत्यवन्दनेन न दोष इति दृढतरमनुसन्धेयम् । अत एव भगवत्यां तृतीयशतके पञ्चमोद्देशके संघकृत्ये साधोक्रियकरणस्य विषयमात्रमुक्तम् गारवपूर्वमभियोगे चानालोचनायामाभियोग्येषु गतिरुक्ता प्रशस्तव्यापारे तु न किञ्चिदेव । ટીકાર્ય : ર ર ..... મનુસન્થયન્ / લબ્ધિપ્રયોગમાત્ર પ્રમાદ નથી, કેમ કે, અગ્લાનિથી ધર્મદેશના વડે તીર્થંકરલબ્ધિના પ્રયોગમાં પણ તેનો પ્રસંગ આવે=પ્રમાદનો પ્રસંગ આવે, પરંતુ તત્કાલીન ઉત્સુકતા છે તે જ પ્રમાદ છે. એથી કરીને નિરુત્સકને તભોગમત દ્વારા પણ ચૈત્યવંદન કરવાથી દોષ નથી, એ પ્રમાણે દઢતા અનુસંધાન કરવું.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy