SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ વિશેષાર્થ : પ્રતિમાશતક | શ્લોક : ૮ લબ્ધિપ્રયોગમાત્રને પ્રમાદ માનીએ તો, તીર્થંકરો પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જે અગ્લાનિથી ધર્મદેશના આપે છે, અર્થાત્ ધર્મદેશનામાં જે શ્રમ કરવામાં આવે છે, તે શ્રમમૃત શરીરનો ખેદ હોવા છતાં, માનસિક કોઈ ગ્લાનિ નથી કે કોઈ ઉત્સુકતા પણ નથી, પરંતુ ગ્લાનિરહિત જ ધર્મદેશના આપે છે, તે તીર્થંકરલબ્ધિનો પ્રયોગ છે, ત્યાં પણ પ્રમાદ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. અને વીતરાગને કદી પ્રમાદ સંભવે નહિ, માટે લબ્ધિપ્રયોગકાળમાં વર્તતી ઉત્સુકતા એ પ્રમાદ પદાર્થ છે, અને તે અતિચારસ્વરૂપ છે. પરંતુ જે મુનિઓને ઉત્સુકતા નથી, તેઓ લબ્ધિનો પ્રયોગ કરે ત્યારે, પ્રારંભકાળમાં છઠ્ઠું ગુણસ્થાનક હોવા છતાં અતિચારઆપાદક પ્રમાદ તેઓને હોતો નથી. આથી જ ગૌતમસ્વામી અષ્ટાપદનાં ચૈત્યોના વંદનની ઈચ્છાવાળા થયા તો પણ, નિરુત્સુક હોવાથી, એક ઉત્પાત વડે અષ્ટાપદ પર્વત ઉપર ન જતાં, સંયમજીવનને અનુકૂળ યતનાપૂર્વક વિહાર કરતા અષ્ટાપદ પર્વત ઉ૫૨ પહોંચે છે; અને પછી લબ્ધિ દ્વારા નભોગમન કરીને અષ્ટાપદ પર્વત ઉપર ચૈત્યોને વંદન કરે છે, તેમાં અતિચારરૂપ દોષ નથી. ટીકાર્ય ઃ अत एव િિન્થવેવ । આથી કરીને જ=તત્કાલીન ઉત્સુકતા છે તે જ પ્રમાદ છે આથી કરીને જ, ભગવતીના તૃતીય શતકના પાંચમા ઉદ્દેશામાં સંઘકૃત્યમાં સાધુને વૈક્રિયકરણનો વિષયમાત્ર કહેવાયો, અને ગારવપૂર્વક અભિયોગવિષયક અનાલોચનામાં=ગારવપૂર્વક વૈક્રિયશરીર કરવારૂપ અભિયોગવિષયક અનાલોચનામાં, આભિયોગ્ય દેવોમાં ગતિ કહેવાઈ. પરંતુ પ્રશસ્ત વ્યાપારમાં કાંઈ જ નહિ. ***** વિશેષાર્થ : અભિયોગ શબ્દ અભિયોજન અર્થમાં છે. ગારવપૂર્વક અભિયોગ=ગારવપૂર્વક વૈક્રિય શરીરનું યોજન ક૨વું=વૈક્રિય શરીર બનાવવું, અને તે યોજન કર્યા પછી તદ્વિષયક આલોચના ન કરે તો આભિયોગિક દેવમાં=સેવકભાવવાળા દેવમાં, ઉત્પન્ન થાય છે. (વિમાનાધિપતિ સ્વામી દેવો હોય છે, અને આભિયોગિક દેવો તેમના સેવક હોય છે.) અહીં વિશેષ એ છે કે, ભગવાનના શાસનનું હિત ક૨વા માટે ગારવરહિત વૈક્રિયકરણ કરે તો વૈક્રિયરચનાકૃત હલકા દેવપણાની પ્રાપ્તિ થતી નથી, પણ સંયમકૃત દેવભવની પ્રાપ્તિ થાય છે. તે બતાવવા માટે જ ગ્રંથકારે કહ્યું છે કે, પ્રશસ્ત વ્યાપારમાં વળી કાંઈ નથી. અર્થાત્ સંઘના કૃત્યરૂપ પ્રશસ્ત વ્યાપારમાં આલોચના, પ્રાયશ્ચિત્ત કે આભિયોગિક દેવભવની પ્રાપ્તિરૂપ કાંઈ નથી. જ્યારે ગારવપૂર્વક વૈક્રિયકરણ કરનારને, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરે તો દેવભવની પ્રાપ્તિ થાય, પણ આભિયોગિક દેવમાં ઉત્પન્ન થાય છે.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy