SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પ્રતિમાશતકશ્લોક : ૮ ટીકાર્ય : મેવં ..... પરામર્શ, એ પ્રમાણે ન કહેવું. કેમ કે ‘ત શબ્દ વ્યવહિત એવા પણ ઉત્પાત વડે ગમનની જ આલોચના નિમિત્તનો પરામર્શ કરે છે. (તેથી જે ચારણમુનિ એક ઉત્પાત વડે નંદીશ્વર ગમન કરે તે જઆલોચનાનું નિમિત્ત છે, પરંતુ ત્યાં કરેલ ચૈત્યોનું વંદન એ આલોચનાનું નિમિત્ત નથી.) ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે – ‘ત' શબ્દ અવ્યવહિતનો પરામર્શક માનીએ તો ચૈત્યોનું વંદન આલોચના નિમિત્તક પ્રાપ્ત થાય, અને વ્યવહિતનો પરામર્શક માનીએ તો ઉત્પાત વડે ગમનઆલોચના નિમિત્તક પ્રાપ્ત થાય. પરંતુ તે બંનેમાંથી કોને સ્વીકારવું, તે વિચારકને પ્રશ્ન થાય. તેથી કહે છે – ટીકાર્ય : વતનથી ..... તોપામવાન્ ! યતના વડે વિહિત એવા નભોગમત વડે પણ દોષનો અભાવ છે. વિશેષાર્થ : યતના વડે જે વ્યક્તિ વિહિત એવું નભોગમન કરે છે, તે વ્યક્તિને દોષ પ્રાપ્ત થતો ન હોવાથી આલોચના આવતી નથી. જ્યારે ચારણમુનિઓ યતના વડે વિહિત એવા નભોગમનને કરતા નથી, પરંતુ ઉત્પાત વડે ગમન કરે છે, તેથી તે જ આલોચનાનો વિષય છે. માટે ત’ શબ્દ વ્યવહિત એવા ઉત્પાત વડે નભોગમનનો પરામર્શક માનવો ઉચિત છે, પરંતુ અવ્યવહિત ચૈિત્યોના વંદનની ક્રિયાનો પરામર્શક માનવો ઉચિત નથી. ટીકાર્ય : કત વ .... નિર્દોષતા આથી કરીને જયતના વડે વિહિત એવા નભોગમતથી પણ દોષતો અભાવ છે, આથી કરીને જ યતના વડે ગ્રામાનુગ્રામ વિહાર કરતા એવા ગૌતમસ્વામી વડે અષ્ટાપદ પર્વત ઉપર આરોહણ-અવરોહણમાં=ચડવા-ઊતરવામાં, જંઘાચારણ લબ્ધિનો પ્રયોગ કરીને તેમના ચૈત્યોના વંદનમાં=અષ્ટપદના ચૈત્યોના વંદનમાં, નિર્દોષતા છે. વિશેષાર્થ : યતના વડે વિહિત એવા નભોગમનથી પણ દોષનો અભાવ છે, આથી કરીને જ યતનાપૂર્વક ગ્રામનુગ્રામ વિચરતા એવા ગૌતમસ્વામી વડે અષ્ટાપદ પર્વત ઉપર ગમન લબ્ધિથી કરાયું, તેથી આલોચના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ નહિ. તેથી તેમના ચૈત્યોના વંદનમાં નિર્દોષતા છેઃ છે અહીં યતના વડે ગૌતમસ્વામીએ ગ્રામાનુગ્રામ વિહાર કરતા જઈને અષ્ટાપદ પર્વત ઉપર ચડવાઊતરવામાં જંઘાચારણ લબ્ધિનો પ્રયોગ કરી ચૈત્યોની વંદના કરેલ છે. તેથી તેમણે કરેલ ચૈત્યોની વંદનામાં નિર્દોષતા છે અને તેથી ત્યાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ નથી.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy