SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ પ્રતિમાશતક, શ્લોકઃ ૭-૮ स्तथा गतिगोचरदर्शनायाऽपि गतैश्चारणैनन्दीश्वरादिप्रतिमानतिः स्वरसत एव कृताऽनभ्रोपनतपीयूषवृष्टिवत्परमप्रमोदहेतुत्वादित्युक्तं भवति ।।७।। ટીકાર્ય : ત્ર .... મતિ પાછા અહીં જે પ્રકારે ગોચરીના ઉદ્દેશથી નીકળેલા સાધુ વડે વચ્ચે પ્રાપ્ત થયેલા સાધુઓ સ્વરસથી જ વંદન કરવા યોગ્ય છે, તેમ ગતિની મર્યાદા જોવા માટે પણ ગયેલા એવા ચારણો વડે નંદીશ્વરાદિને વિશે પ્રતિમાને વતિ=પ્રતિમાને નમસ્કાર, સ્વરસથી જ કરાયેલ છે. કેમ કે તે વાદળાં વગર પ્રાપ્ત થયેલ અમૃતની વૃષ્ટિની જેમ પરમ પ્રમોદનો હેતુ છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે=મૂળ શ્લોકમાં કહ્યું કે, પર્વતાદિને નમસ્કાર કેમ નથી ? તેનાથી આ પ્રમાણે કહેવાયેલું થાય છે. ના અવતરણિકા : अथोक्तालापके 'तहिं चेइआई वंदइ' इत्यस्य अयमर्थ:-यथा भगवद्भिः उक्तं तथैव नन्दीश्वरादि दृष्टमिति 'अहो तथ्यम् इदं भगवज्झानम्" इत्यनुमोदत इत्यर्थतश्चैत्यपदस्य ज्ञानार्थत्वादिति मुग्धपर्षदि मूर्धानमाधूय व्याचक्षाणमुपहसनाह - અવતરણિતાર્થ - થ' થી પૂર્વપક્ષી કહે છે કે, ઉક્ત આલાપકમાં ચારણના પ્રતિમાના વંદનવિષયક આલાપકમાં, ‘ત્યાં ચૈત્યોને વંદન કરે છે એ પ્રકારે જે કથન છે, એનો આ અર્થ છે - જે પ્રકારે ભગવાન વડે કહેવાયેલું છે=નંદીશ્વરાદિ દ્વીપોનું વર્ણન કરાયેલું છે, તે પ્રકારે જ નંદીશ્વરાદિ દ્વીપો જોવાયા. એથી “અહો આ ભગવાનનું જ્ઞાન તથ્ય છે" - એ પ્રકારે અનુમોદન કરે છે–ચારણ મુનિ અનુમોદન કરે છે. એ પ્રકારે અર્થ હોવાને કારણે ચૈત્યપદનું જ્ઞાનાર્થપણું હોવાથી, ચારણના આલાપકથી પ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય નહિ. એ પ્રકારે મુગ્ધની પર્ષદામાં માથું હલાવીને કહેતા એવા લંપાકનો ઉપહાસ કરતાં ગ્રંથકાર કહે છે - વિશેષાર્થ : લુંપાકનો કહેવાનો આશય એ છે કે, નંદીશ્વરાદિ દ્વીપોમાં કોઈ પ્રતિમાદિ નથી કે જેને જંઘાચારણ, વિદ્યાચારણો નમસ્કાર કરે. પરંતુ ભગવાનનું જ્ઞાન જે પ્રકારે નંદીશ્વરાદિનું વર્ણન કરે છે, તે પ્રકારે નંદીશ્વરાદિને જોવાથી ત્યાં=નંદીશ્વરાદિ દ્વીપમાં, ચૈત્યોને=ભગવાનના જ્ઞાનને, વંદન કરે છે, એ પ્રકારે પ્રસ્તુત આલાપકનો ભાવ છે. તે આલાપકના બળથી ભગવાનની મૂર્તિ નમસ્કરણીય છે, એવું સિદ્ધ થઈ
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy