SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ પ્રતિમાશતક/ શ્લોક : ૭ મિથ્યાત્વની પ્રાપ્તિ થાય, તેથી ભગ્નવ્રતપણાની પ્રાપ્તિ થાય, પરંતુ અનારાધકતાની પ્રાપ્તિ થાય નહિ. તેની સામે લુંપાક કહે છે કે, સ્વારસિક અકૃત્યકરણમાં મિથ્યાત્વની પ્રાપ્તિરૂપ દોષ છે, તેથી ભવ્રતપણાની પ્રાપ્તિરૂપ ક્ષતિ પ્રાપ્ત થાય. પરંતુ અસ્વારસિક નતિને કારણે ચારિત્રમાં પ્રમાદરૂપ અતિચાર પ્રાપ્ત થવાથી અસ્વારસિકી પ્રતિમાનતિની આલોચનાના અભાવમાં અનારાધકતાની પ્રાપ્તિ સ્વીકારવામાં કોઈ દોષ નથી. એ પ્રમાણે કહેવાયેલું થાય છે=મૂળ શ્લોકમાં કહ્યું કે પર્વતાદિને નમસ્કાર કેમ નથી કરતા? તેનાથી આ પ્રમાણે કહેવાયેલું થાય છે. ટીકા : ____ तत्रोत्तरम्-'हन्त' ! इति निर्देशे । एवं लीलाप्राप्तस्य विस्मयेन साधूनां वन्दनसम्भवे कथं नगादिषु मानुषोत्तरनन्दीश्वररुचकमेरुतदारामादिविषये न चारणानां नति: ? तत्राप्यपूर्वदर्शनजनितविस्मयेन तत्संभवात् । कथं चेह भरतविदेहादौ ततः प्रतिनिवृत्तानां चैत्यानां= प्रतिमानां, सा नतिः ? इत्येवंभूता या तर्ककर्कशा गी:, तया तन्मुखं पाप्मवदनं, मुद्रितं स्याद्-अनया गिरा ते प्रतिवक्तुं न शक्नुयुरित्यर्थः । कर्कशपदं तत्तकस्य निबिडमुद्राहेतुत्वमभिव्यनक्ति । ટીકાર્ય : તત્ર ..... મવ્યા ત્યાં પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે - હસ્ત !' એ નિર્દેશ અર્થમાં છે. (પૂર્વપક્ષીના સમાધાનને ઉદ્દેશીને ગ્રંથકારતો જે ઉત્તર છે, તે નિર્દેશરૂપ છે. તેથી હંત' એ નિર્દેશ અર્થમાં છે) આ પ્રકારે લીલાપ્રાપ્ત વિસ્મયથી સાધુઓના વંદનના સંભવમાં તગાદિવિષયક માનુષોત્તર, નંદીશ્વર, રુચક, મેરુપર્વત અને તે પર્વત ઉપરના બગીચા આદિ વિષયોમાં, ચારણોની તતિ=સમસ્કાર, કેમ નથી ? કેમ કે, તે નગાદિમાં=પર્વતાદિમાં, પણ અપૂર્વદર્શનથી જનિત વિસ્મયથી તેનો સંભવ છે; અને અહીં ભરત-મહાવિદેહાદિમાં ત્યાંથી પાછા ફરેલા તેઓની ચેત્યોને= પ્રતિમાઓને તે તતિ કેવી રીતે છે? આ પ્રમાણે જે તર્કકર્કશ વાણી, તેનાથી તેનું મુખ પાપી એવા લંપાકનું મુખ, મુદ્રિત થાય=આ વાણીથી તે પ્રત્યુત્તર આપવા સમર્થ નથી, એ પ્રમાણે અર્થ જાણવો. કર્કશપદ તે તર્કના નિબિડ મુદ્રાલેતુત્વને જણાવે છે અર્થાત્ ગ્રંથકારે આપેલ જે તકે તેનાથી લુપાકને અત્યંત મોન ગ્રહણ કરવું પડે, તેવો તે તર્ક છે, તે અર્થ કર્કશપદ બતાવે છે. અને તેનો ભાવ એ છે કે, અત્યંત સચોટ તર્ક હોવાથી લુંપાકને અત્યંત મૌન ગ્રહણ કરવું પડે છે. ટીકા : अत्र यथा गोचरचर्योद्देशेनापि निर्गतेन साधुना अन्तरोपनता: साधवः स्वरसत एव वन्दनीया
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy