________________
૯૧
પ્રતિમાશતક | શ્લોક : ૫-૬ ઉપજીવન=ઉપયોગ કરવો, એ ખરેખર પ્રમાદ છે. તે પ્રમાદનું આસેવન કર્યા પછી જો આલોચના કરવામાં ન આવે તો ચારિત્રની આરાધના નથી, અને તેના વિરાધકને=ચારિત્રના વિરાધકને, ચારિત્રની આરાધનાનું ફળ મળતું નથી.
યુર્વેદો .... Qમાવત્ ા અને વિદ્યાચારણનું ગમન બે ઉત્પાદ વડે અને આગમન એક ઉત્પાદ પડે છે, વળી જંઘાચારણનું ગમન એક (ઉત્પાત) વડે અને આગમન બે (ઉત્પાત) વડે છે, એ પ્રમાણે જે અહીં કહેવાયું તેમાં કારણ તે લબ્ધિનો સ્વભાવ છેતે બંને લબ્ધિનો તેવો જુદો સ્વભાવ જ કારણ છે.
અને .....નૈવેતિ . વળી અન્ય કહે છે - વિદ્યાચારણને આગમનકાળે વિદ્યા અભ્યસ્તતા=વધુ અભ્યાસવાળી, થઈ છે. એથી કરીને એક (ઉત્પાત) વડે આગમન છે. અને ગમનમાં તે પ્રમાણે નથી=વિદ્યા અભ્યસ્તતર નથી, એથી બે (ઉત્પાત) વડે ગમન છે. વળી જંઘાચારણને લબ્ધિ વડે ઉપજીવ્યમાન=ઉપયોગ કરતા હોય ત્યારે, અલ્પ સામર્થ્ય થાય છે; એથી આગમન બે ઉત્પાત વડે, વળી ગમન એક ઉત્પાત વડે જ થાય છે.
૦ ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. આપણા અવતરણિકા :
उक्तमेव स्वीकारयंस्तत्र कुमतिकल्पिताशङ्कां निरस्यन्नाह - અવતરણિકાર્ય :
કહેવાયેલાને જ=શ્લોક-પમાં ભગવતીના પાઠમાં કહેવાયેલ ચારણો વડે પ્રતિમાના નમસ્કારરૂપ કહેવાયેલા આલાવાને જ સ્વીકાર કરાવતા=ભગવતીનું સ્મરણ કરાવીને પૂર્વપક્ષીને પ્રતિમાનો
સ્વીકાર કરાવતા, ગ્રંથકાર ત્યાં=ભગવતીના તે કથનમાં, કુમતિકલ્પિત આશંકાનો નિરાસ કરતાં કહે છે.
શ્લોક :
प्रज्ञप्तौ प्रतिमानतिर्न विदिता किं चारणैर्निर्मिता, तेषां लब्ध्युपजीवनाद् विकटनाभावात्त्वनाराधना । सा कृत्याकरणादकृत्यकरणाद् भग्नव्रतत्वं भवे
दित्येता विलसन्ति सन्नयसुधासारा बुधानां गिरः ।।६।। શ્લોકાર્થ :
ભગવતીસૂત્રમાં ચારણો વડે પ્રતિમાને નમસ્કાર કરાયો એ પ્રમાણે વિદિત=પ્રસિદ્ધ, નથી શું? અર્થાત્ પ્રસિદ્ધ છે. વળી તે ચારણોની લબ્ધિજીવનવિષયક વિકટનાનો અભાવ હોવાથી આલોચનાનો અભાવ હોવાથી, અર્થાત્ ઉત્સુકતાપૂર્વક લબ્ધિનો ઉપયોગ તે રૂપ પ્રમાદવિષયક આલોચનાનો અભાવ હોવાથી, અનારાધના (છે), (અને) તે કૃત્યના કિરણથી