SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ GO પ્રતિમાશતક/ શ્લોક : ૧ વિદ્યા વડે અતિશય ચરણમાં સમર્થ=અતિશય ગમનમાં સમર્થ, ચારણ મુનિઓ છે. પ્રથમ=જંઘાચારણ, સૂર્યનાં કિરણોની પણ નિશ્રા કરીને જંઘા વડે ગમન કરે છે. આવા તે જંઘાચારણો એક ઉત્પાત વડે ડુચકવર (દ્વીપ ઉપર જાય છે), ત્યાંથી પાછા ફરતાં બીજા ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપ ઉપર, ત્યાંથી ત્રીજા ઉત્પાત વડે અહીં આવે છે. ||રા પ્રથમ ઉત્પાત વડે પંડકવન (જાય છે), બીજા ઉત્પાત વડે નંદનવનમાં આવે છે. ત્યાંથી ત્રીજા ઉત્પાત વડે જંઘાચારણ અહીં આવે છે. આવા જે વિદ્યાચારણ હોય છે તે પ્રથમ ઉત્પાત વડે માનષોત્તર પર્વત ઉપર (જાય છે), બીજા ઉત્પાત વડે નંદીસ્વરદ્વીપ ઉપર આવે છે, કરાયેલ ચૈત્યવંદનવાળા તે ત્રીજા ઉત્પાત વડે અહીં આવે છે. જો પ્રથમ ઉત્પાત વડે નંદનવન (ઉપર જાય છે), બીજા ઉત્પાત વડે પંડકવામાં આવે છે), ત્રીજા ઉત્પાત વડે અહીંયાં આવે છે. પા. છે “તિ’ શબ્દ મૂળ પાઠની સમાપ્તિસૂચક છે. ગાથા-૪ અને પનો સંબંધ સાથે છે અને તેમાં વિદ્યાચારણની ગતિનો વિષય બતાવેલ છે. તi .... વેરભૂતયા એ પ્રમાણે મૂળ સૂત્રમાં કહ્યું, ત્યાં જે વિદ્યાચારણ થાય છે, તેને છઠ્ઠ છઠ્ઠ તપકર્મ વડે અને વિદ્યાવડે ચૌદ પૂર્વગત શ્રતવિશેષરૂપ કરણભૂત વિદ્યા વડે, (એ પ્રમાણે જાણવું). તપ કરવામાં સમર્થ મુનિ છઠ્ઠના પારણે છઠ્ઠનો તપ કરે છે, અને ચૌદપૂર્વગત શ્રુતવિશેષરૂ૫ વિદ્યાવાળો છે, તે મુનિ વિદ્યાચારણ લબ્ધિ પ્રાપ્ત કરે છે. ઉત્તરગુપત્નદ્ધિ ..... રૂત્વર્થઃ I એ પ્રમાણે કહ્યું, ત્યાં ઉત્તરગુણ=પિડવિશુદ્ધિ, અને અહીં પ્રસ્તુતમાં ઉત્તરગુણથી તપનું ગ્રહણ થાય છે, અને ત્યાર પછી ઉત્તરગુણલબ્ધિને–તપોલિબ્ધિને, અધિસહમાન કરતાને તપ કરતાને, એ પ્રમાણે અર્થ સમજવો. દં લીહા 13 zિ ..... રૂત્યર્થક ! કેવી શીધ્ર ગતિ=ગમનક્રિયા? અને કેવા પ્રકારનો શી ગતિનો વિષય ? એ પ્રમાણે કહ્યું, ત્યાં શીધ્રપણાથી તેનો વિષય પણ ઉપચારથી શીધ્ર કહેવાયો છે. ગતિવિષય=ગતિગોચર, ગમનના અભાવમાં પણ શીધ્રગતિગોચરભૂત ક્ષેત્ર શું? એ પ્રમાણે અર્થ જાણવો. વિશેષાર્થ : ચારણમુનિઓને લબ્ધિઓ પ્રાપ્ત થયા પછી તેઓ ગમન કરે જ એવો નિયમ નથી, અને ગમન કરે તો પણ પોતાની ઈચ્છા મુજબ અલ્પગમન પણ કરે. આમ છતાં તેમની શીધ્રગતિનું ક્ષેત્ર કેટલું છે, તે બતાવવા માટે ગતિનો વિષય અહીં જણાવેલ છે. ટીકાર્ય : યä ..... મતિ, મૂળ સૂત્રમાં કયä ઈત્યાદિ કહ્યું, ત્યાં સઘં આ જંબુદ્વીપ, આવા પ્રકારનો છે એમ જાણવું. તતશ્ય .... દૃશ્યઃ | ત્યાર પછી તેનેvi.....હવનાષ્ઠમ્બા - આ પાઠ કહ્યો, એમાં જે પ્રમાણે આ દેવની શીઘ્રગતિ છેએ પ્રમાણે આ વાક્યશેષ જાણવું અધ્યાહાર જાણવું. તેથી તે દેવો જેવી શીધ્રગતિ વિદ્યચારણની છે, તે સૂચિત થાય છે. તે બં તરૂ ઈત્યાદિ કહ્યું એ કથનનો આ પ્રમાણે ભાવાર્થ છે - તય્યપનીવનં ..... પતિ , લબ્ધિ વડે
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy