________________
પ્રતિમાશતક, શ્લોક : ૪ इत्येवं वा तर्कस्य व्यधिकरणत्वं निरसनीयं, अनिष्टप्रसङ्गरूपत्वात् प्रतिबन्दिरेव वात्र स्वातन्त्र्येण तर्क इति विभावनीयं तर्कनिष्णातैः ।।४।। ટીકાર્ય :
સથ .. તર્કો: ‘ાથ' થી પૂર્વપક્ષી=લુંપાક, આ પ્રમાણે કહે કે, અહીંયાં જો સ્થાપના અવંદ હોય તો નામ પણ અવંધ થશે, એ આકારવાળા એવા આનું આ પ્રયોગનું, તર્કપણું બરાબર નથી. કેમ કે આપાધ-આપાદકનું ભિન્ન આશ્રયપણું છે=આપાઘ એવા અવંધત્વનો આશ્રય નામનિક્ષેપો છે અને આપાદક એવા અવંધત્વનો આશ્રય સ્થાપનાતિક્ષેપો છે, તેથી તે બંનેના આશ્રય જુદા છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - આપાઘ-આપાદકની અન્યથા અનુપપતિની મર્યાદા વડે જ વિપર્યયમાં પર્યવસાનપણું હોવાને કારણે અહીંયાં=સ્થાપનાનિપામાં, અવંધત્વના આપાદક દ્વારા નામનિક્ષેપાના અવંધત્વનું આપાદન કર્યું ત્યાં તર્કની ઉક્તિ છે. વિશેષાર્થ :
સામાન્ય રીતે તર્કમાં એક આશ્રયમાં આપાઘ-આપાદક હોય છે. જેમ “દિ વહ્નિ ચાત્ તર્દિ ધૂમોડપિ ત” એ પ્રમાણે તર્કમાં વહ્નિનો અભાવ આપાદક છે અને તેનાથી ધૂમાભાવ આપાદ્ય છે, અને તે પર્વતરૂપ એક આશ્રયમાં છે. જ્યારે પ્રસ્તુતમાં અવંઘત્વનો આશ્રય નામ અને સ્થાપના જુદા જુદા નિક્ષેપાઓ છે, તેમ પૂર્વપક્ષીનું કહેવું છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે કે, આપાઘ-આપાદકની અન્યથા અનુપપત્તિની મર્યાદા વડે જ વિપર્યયમાં પર્યવસાનપણું હોવાને કારણે, અહીંયાં=સ્થાપનાનિક્ષેપામાં, અવંઘત્વના આપાદક દ્વારા નામનિક્ષેપાના અવંઘત્વનું આપાદન કર્યું, ત્યાં તર્કની ઉક્તિ છે=વહ્નિ અને ધૂમસ્થળમાં કાર્યકારણભાવની અન્યથા અનુપપત્તિની મર્યાદા વડે કરીને જ વિપર્યયમાં પર્યવસાનપણું હોવાને કારણે ત્યાં તર્કની ઉક્તિ છે, તેમ પ્રસ્તુતમાં આપાદ્ય-આપાદકની અન્યથા-અનુપપત્તિની મર્યાદા વડે કરીને વિપર્યયમાં પર્યવસાનપણું હોવાને કારણે તર્કની ઉક્તિ છે.
કહેવાનો આશય એ છે કે, જે વિપર્યયમાં પર્યવસાન પામીને સાધ્યની સિદ્ધિ કરે તેને તર્ક કહેવામાં આવે છે. તેથી ધૂમ અને વહ્નિસ્થળમાં ધૂમના અભાવનો જે અભાવ=ધૂમ, તે વત્રિના અભાવના અભાવની=વહ્નિની, સિદ્ધિ કરે છે, તેથી તર્ક બને છે. તેનું કારણ ત્યાં કાર્ય-કારણભાવની અન્યથા અનુપપત્તિ છેઃવહ્નિ કારણ છે અને ધૂમ કાર્ય છે, તે તો જ સંગત થાય કે ધૂમ હોય ત્યાં વહ્નિ . અવશ્ય હોવો જોઈએ. તેથી વહ્નિ વગર ધૂમ માનવામાં આવે તો કાર્ય-કારણભાવની અનુપપત્તિ છે, અને તેના કારણે જ ત્યાં વિપર્યયમાં પર્યવસાન પામીને તે તર્ક બને છે. તેમ પ્રસ્તુતમાં પૂર્વમાં સિદ્ધ કર્યું કે, નામનિક્ષેપો અને સ્થાપનાનિક્ષેપો બંને પુદ્ગલાત્મક હોવાને કારણે બન્ને સમાન જ છે, તેથી સ્થાપનાનિક્ષેપો અને નામનિક્ષેપો આપાદ્ય-આપાદક તરીકે સિદ્ધ થાય છે. અને તેની ઉપપત્તિ તો જ થઈ શકે છે કે જો લંપાક નામને વંઘ માને છે, તો તેણે સ્થાપનાને પણ વંદ્ય માનવી પડે. પરંતુ જો તે સ્થાપનાને વંદ્ય ન માને