SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ७५ ટીકાર્ય : પ્રતિમાશતક | શ્લોક : ૪ निर्युक्तिश्च પરિષ્ટાત્ । વળી નિર્યુક્તિ સૂત્રથી અતિભેદવાળી નથી, એ પ્રમાણે વ્યક્ત જ છે, અને આ આગળમાં વિવેચન કરાશે. ટીકા ઃ नाम्नो नामिना सह वाच्यवाचकभावसम्बन्धोऽस्ति न स्थापनाया:, इत्यस्ति विशेष इति चेत् ? अत्राह - प्रतियोगिना = इतरनिक्षेपनिरूपकेण भावनिक्षेपेन सह द्वयोः = नामस्थापनयो:, संबन्ध: किं न सदृश: ? = न सदृशवचनः ? (न) मिथः किञ्चिद् वैषम्यमित्यर्थः, एकत्र वाच्यवाचकभावस्याऽन्यत्र स्थाप्यस्थापकभावस्य संबन्धस्याऽविशेषात् तादात्म्यस्य तु द्रव्यादन्यत्रासम्भवात् । अनया प्रतिबन्द्या दुर्वादिनमाक्षिपति । तत् = तस्मात् कारणात्, हे जडमते ! त्वया द्वयमेव नामस्थापनालक्षणम् अविशेषेण वन्द्यम्, द्वयोरपि भगवदध्यात्मोपनायकत्वाविशेषात् । अन्तरङ्गप्रत्यासत्त्यभावाद् उपेक्ष्यत्वे तु द्वयमेव त्वयात्याज्यं स्यात् । तच्चानिष्टम्, नाम्नः परेणाप्य - ङ्गीकरणात् । अत एव तर्काद् लुम्पकमुखे मषीकूर्चको दत्तः स्याद् मालिन्यापादनादिति भावः । ટીકાર્ય ઃ नाम्नो ડવિશેષાત્, અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે - નામનો નામીની સાથે વાચ્યવાચકભાવ સંબંધ છે, સ્થાપનાનો નથી, એ પ્રમાણે વિશેષ છે=સ્થાપના કરતાં નામની વિશેષતા છે. તો અહીં=પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર કહે છે પ્રતિયોગીની સાથે=ઈતરનિક્ષેપનિરૂપક ભાવનિક્ષેપની સાથે, બેનો=નામ અને સ્થાપનાનો, સંબંધ શું સરખો નથી ?=સદ્શવચનવાળો શું નથી ? અર્થાત્ સદેશવચનવાળો છે. અર્થાત્ નામ અને સ્થાપનામાં પરસ્પર કાંઈ વૈષમ્ય નથી, એ પ્રમાણે અર્થ સમજવો. કેમ કે એક ઠેકાણે વાચ્ય-વાચકભાવનું (અને) અન્યત્ર સ્થાપ્ય-સ્થાપકભાવના સંબંધનું અવિશેષપણું છે. - 2 મિથઃ િિગ્વન્ વૈવનિત્યર્થઃ પાઠ છે. ત્યાં 7 મિથઃ વિગ્નિદ્વેષમિત્યર્થઃ પાઠ ભાસે છે. ♦ પ્રતિયોગી=નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપાનો પ્રતિયોગી ભાવનિક્ષેપો છે. ઈતર નિક્ષેપરૂપક= ભાવનિક્ષેપો નામાદિ ત્રણ નિક્ષેપાનો નિરૂપક છે. જેમ – કોનું નામ ? તો ભાવતીર્થંકરનું નામ, તેથી ભાવતીર્થંકર નામતીર્થંકરનો નિરૂપક છે. આથી કરીને પ્રતયોગી=ભાવનિક્ષેપો, ઈતરનિક્ષેપનિરૂપક=ભાવનિક્ષેપો છે. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી કહે કે, જેની વચ્ચે તાદાત્મ્ય ન હોય તે કેવી રીતે ઉપાસ્ય બને ? અને સ્થાપનામાં ભગવાનની સાથે તાદાત્મ્ય નથી, તેથી સ્થાપના ઉપાસ્ય ન બને. તેથી બીજો હેતુ કહે છે -
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy