________________
પ્રતિમાશતક| શ્લોક : ૪
૭૫
पुद्गलात्मकत्वेनानुपकारित्वात् । नाम्नः स्मरणेन नामिस्मरणे तद्गुणसमापत्त्या फलमिति चेत् ? अत्राह - प्रतिमया किं वा न स्याद् ? अमुद्रगुणसमुद्रलोकोत्तरमुद्रालङ्कृतभगवत्प्रतिमा दर्शनादपि सकलातिशायिभगवद्गुणध्यानस्य सुतरां संभवात् । तदुक्तम् -
“प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नम्, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबन्धवन्ध्यम्, तदसि जगति देवो वीतराग - स्त्वमेव ।। " इति । बोध्योऽपि प्रतिमादर्शनाद् बहूनां सिद्ध एव । तदुक्तं दशवैकालिकनिर्युक्तौ ( गा० १४ ) -
“सिज्जंभवं गणहरं, जिणपडिमादंसणेण पडिबुद्धं ।
मणगपियरं दसकालिअस्स णिज्जूहगं वंदे ।।” इत्यादि ।
"
निर्युक्तिश्च सूत्राद् नातिभिद्यते इति व्यक्तमेव, विवेचयिष्यते चेदमुपरिष्टात् ।
ટીકાર્ય :
किं नामस्मरणेन સંમવાત્ । નામસ્મરણથી=ચતુર્વિશતિસ્તવાદિગત નામના અનુચિંતનથી, શું ? અર્થાત્ કાંઈ નહિ, કેમ કે નામનું પુદ્ગલાત્મકપણું હોવાથી અનુપકારીપણું છે. નામના સ્મરણથી નામીના સ્મરણમાં તદ્ગુણની સાથે=નામીના ગુણની સાથે, સમાપત્તિથી ફળ થાય છે, એમ જો તું કહે છે, તો અહીં પ્રતિમાથી કેમ થઈ ન શકે ? અર્થાત્ થઈ શકે. કેમ કે અમુદ્રગુણસમુદ્રરૂપ= નિરાકાર એવા ગુણના સમુદ્રરૂપ, લોકોત્તર મુદ્રાથી અલંકૃત ભગવદ્દ-પ્રતિમાના દર્શનથી પણ સકલાતિશાયી ભગવદ્-ગુણના ધ્યાનનો સુતરાં સંભવ છે.
तदुक्तम् प्रशमरस કૃતિ । તે કહેવાયું છે=લોકોત્તર મુદ્રાથી અલંકૃત ભગવદ્ પ્રતિમા છે, તે કહેવાયું છે. જે કારણથી તારાં પ્રશમરસ નિમગ્ન દૃષ્ટિયુગ્મ, પ્રસન્ન વદનકમળ, કામિનીસંગથી શૂન્ય ખોળો (અને) શસ્ત્રસંબંધથી રહિત કરયુગલ છે, તે કારણથી જગતમાં તું જ વીતરાગ દેવ છો. ‘કૃતિ’ શબ્દ સાક્ષીપાઠની પાદસમાપ્તિ સૂચક છે. बोध्यो સિદ્ધ વૈં । બોધિનો ઉદય પણ પ્રતિમાના દર્શનથી ઘણાને સિદ્ધ જ છે. તલુń - તે દશવૈકાલિકની નિર્યુક્તિમાં કહેવાયેલું છે -
सिज्जंभवं નૃત્યાવિ। જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબોધને પામનાર મનકના પિતા દશવૈકાલિકના નિર્મૂહપૂર્વમાંથી ઉદ્ધાર કરનારા, શય્યભવ ગણધરને=ગણ ધારણ કરનારને, હું નમસ્કાર કરું છું ઈત્યાદિ. © અહીં ઈત્યાદિથી આવા જ બીજા કથનનો સંગ્રહ કરવાનો છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, નિર્યુક્તિ તો સૂત્રથી ભિન્ન છે, માટે પ્રમાણભૂત નથી. તેથી નિર્યુક્તિના કથનથી પ્રતિમા પૂજ્ય છે, એ સિદ્ધ થઈ શકે નહિ. તેથી કહે છે –